________________
૪૬૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૯ મું જેવામાં આવ્યું નથી, આ બાળા તે ત્રણ લેકમાં પણ અધિક રૂપવંત છે.” આ વિચાર કરીને તે વૃક્ષોના ઓથામાં રહી તેણીને જોવા લાગ્યો. તેવામાં તે બાળા સખીઓ સહિત માધવીમંડપમાં આવી. પછી પહેરેલાં વલ્કલ વસ્ત્રનાં દઢ બંધને શિથિલ કરીને બકુલ પુષ્પના જેવા સુગધી મુખવાળી તે બાળા બેરસલીના વૃક્ષને સિંચન કરવા લાગી, રાજાએ ફરીવાર ચિંતવ્યું કે “આ કમળ જેવાં નેત્રવાળી રમણનું આવું સુંદર રૂપ કયાં! અને એક સાધારણ સ્ત્રીજનને ચગ્ય એવું આ કામ ક્યાં! આ તાપસકન્યા નહીં હોય, કારણ કે મારું મન તેના પર રાગી થાય છે, તેથી જરૂર આ કઈ રાજપુત્રી હશે અને ક્યાંકથી અહીં આવી હશે?” રાજા આ વિચાર કરતો હતો, તેવામાં એ પદ્માવતીના મુખ પાસે તેના શ્વાસની સુગંધથી ખેંચાઈને એક ભમરો આવ્ય; અને તેના મુખપર ભમવા લાગે એટલે તે બાળા ભયથી કરપલ્લવ ધ્રુજાવતી તેને ઉડાડવા લાગી, પણ જ્યારે ભમરાએ તેને છોડી નહીં, ત્યારે તે સખીને ઉદ્દેશીને કહેવા લાગી કે “આ ભ્રમર-રાક્ષસથી મારી રક્ષા કરો, રક્ષા કરે. સખીએ કહ્યું, “બેન ! સુવર્ણબાહુ રાજા વગર તારી રક્ષા કરવાને બીજે કોણ સમર્થ છે? માટે જે રક્ષા કરાવવાનું પ્રજન હોય તે તે રાજાને અનુસર.” પદ્માવતીની સખીનાં આવાં વચન સાંભળી “જ્યાં સુધી વજીબાહુનો પુત્ર પૃથ્વી ઉપર રાજ્ય કરે છે ત્યાં સુધી કેણ ઉપદ્રવ કરનાર છે?' એમ બોલતો પ્રસંગ જાણનાર સુવર્ણબાહુ તત્કાળ પ્રગટ થયે. તેને અકસ્માત પ્રગટ થયેલ જોઈ બને બાળા ભય પામી ગઈ તેથી ઉચિત પ્રતિપત્તિ કંઈ કરી શકી નહીં, તેમ કાંઈ બોલી પણ શકી નહીં. એટલે આ બને ભય પામી છે” એવું જાણીને રાજા પુનઃ બે કે–“હે ભદ્ર! અહીં તમારૂં તપ નિર્વિઘે ચાલે છે?” તેના આવા પ્રશ્નને સાંભળીને સખીએ ધીરજ ધરીને કહ્યું કે “જ્યાં સુધી વજુબાહુના કુમાર રાજ્ય કરે છે ત્યાં સુધી તાપસેના તપમાં વિન્ન કરવાને કણ સમર્થ છે? હે રાજન! બાળા તે માત્ર કમળની બ્રાંતિથી કઈ ભ્રમરે તેના મુખપર ડંસ કર્યો, તેથી કાયર થઈને “રક્ષા કરે, રક્ષા કરો” એમ બેલી હતી.” આ પ્રમાણે કહીને તેણુએ એક વૃક્ષની નીચે આસન આપી રાજાને બેસાડયો. પછી તે સખીએ સ્વચ્છ બુદ્ધિવડે અમૃત જેવી વાણીથી પૂછયું કે-“તમે નિર્દોષ મૂત્તિથી કઈ અસાધારણ જન જણાવ્યું છે, તથાપિ કહે કે તમે કેણ છે? કઈ દેવ છે? કે વિદ્યાધર છે?” રાજાએ પિતાની જાતે પોતાને ઓળખાવવું અગ્ય ધારીને કહ્યું કે “હું સુવર્ણબાહુ રાજાને માણસ છું, અને તેમની આજ્ઞાથી આ આશ્રમવાસીઓના વિહ્વનું નિવારણ કરવા માટે અહીં આવ્યો છું, કેમકે આવાં કાર્યમાં તે રાજાને મહાન પ્રયત્ન છે.” રાજાના આવા ઉત્તરથી આ પતે જ તે રાજા છે એમ ચિંતવતી સખીને રાજાએ કહ્યું કે “આ બાળા આવું અશકય કામ કરીને પિતાના દેહને શા માટે કષ્ટ આપે છે?” સખીએ નિશ્વાસ મૂકીને કહ્યું કે “રત્નપુરના રાજા બેચરેંદ્રની આ પધ્રા નામે કુમારી છે, તેની માતાનું નામ રત્નાવલી છે. આ બાળાને જન્મ થતાંજ તેના પિતા મૃત્યુ પામ્યા. પછી રાજ્યપદને અથે તે રાજાના પુત્રે પરસ્પર લડવા લાગ્યા, તેથી તેના રાજ્યમાં મોટો બળ થા. તે વખતે રત્નાવલી રાણી આ બાળાને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org