________________
સગ ૩ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે
[૪૬૭ નથી, તેથી જરૂર આ ભવમાં તપ આચરૂં.' આ વિચાર કરીને તે કમઠે તાપસવ્રત ગ્રહણ કર્યું અને કંદમૂળાદિકનું ભજન કરતો પંચાગ્નિ તપ કરવા લાગ્યા.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણ જેવી ગંગાનદી પાસે વારાણસી નામે નગરી છે. તે નગરમાં ચિત્યેની ઉપર ગંગાના કલ્લોલ જેવી દવાઓ અને પબ્રકેશ જેવા સુવર્ણના કું શેભે છે. તે નગરના કિલ્લા ઉપર અર્ધી રાત્રે જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર આવે છે, ત્યારે તે જેનારને રૂપાના કાંગરાને ભ્રમ કરાવે છે. ઇંદ્રનીલ મણિથી બાંધેલી ત્યાંના વાસડેની ભૂમિમાં અતિથિઓની એ જળની બુદ્ધિથી હાથ નાખે છે, એટલે તેમનું ઉપહાસ્ય થાય છે. તે નગરનાં ચૈત્યમાં સુગંધી ધુપને ધુમ્ર એટલે બધા પસર્યા કરે છે કે જાણે દષ્ટિદેષ ન લાગવા માટે નીલ વસ્ત્ર બાંધ્યું હોય તેમ જણાય છે. સંગીતમાં થતા મુરજ શબ્દથી તે નગરમાં મેઘના વનિની શંકા કરતા મયૂર હમેશાં વર્ષાઋતુની જેમ કેકાવાણી બેલ્યા કરે છે.
એવી સુશોભિત વારાણસી નગરીમાં ઈફવાકુ વંશને વિષે અશ્વસેન નામે રાજા થયા. તેમણે અશ્વસેનાથી દિશાઓના ભાગને રણાંગણ જેવા કર્યા હતા. તે રાજા સદાચારરૂપ નદીને ઉત્પન્ન થવાના ગિરિ હતા, ગુણરૂપ પક્ષીઓને આશ્રયવૃક્ષ હતા અને પૃથ્વીમાં લહમીરૂપા હાથિણીના બંધનતંભ તુલ્ય હતા. રાજાઓમાં પુંડરીક જેવા તે રાજાની આજ્ઞાને સર્પ જેવા દુરાચારી રાજાઓ પણ ઉલ્લંઘન કરી શકતા નહીં. તે રાજાને સર્વ સ્ત્રીઓમાં શિરામણી અને સપત્નીઓમાં અવામા વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે પોતાના પતિના યશ જેવું નિર્મળ શીળ ધારણ કરતી હતી, અને સ્વાભાવિક પવિત્રતાથી જાણે બીજી ગંગા હોય તેવી જણાતી હતી. આવા ગુણેથી વામાદેવી રાણી પતિને અતિ વલ્લભ હતી, તથાપિ એ વલ્લભપણું જરા પણ બતાવતી નહિ, એટલે તે સંબંધી અભિમાન ધરાવતી નહીં.
અહીં પ્રાણત કપમાં ઉત્તમ દેવસમૃદ્ધિ જોગવી સુવર્ણ બાહુ રાજાના જીવે પિતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ચિત્રમાસની કૃષ્ણ ચતુર્થીએ વિશાખા નક્ષત્રમાં ત્યાંથી
વીને તે દેવ અર્ધી રાત્રે વામાદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સવપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ઈંદ્રોએ, રાજાએ અને તહેતા વખપાઠકએ સ્વપ્નની વ્યાખ્યા કહી બતાવી, તે સાંભળી હર્ષ પામેલા દેવી તે ગર્ભ ધારણું કરતા સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દશમીએ અનુરાધા નક્ષત્રમાં રત્નને જેમ વિદુરગિરિની ભૂમિ પ્રસવે તેમ વામાદેવીએ સર્ષના લાંછનવાળા નીલવર્ણી" પુત્રને જન્મ આપે. તત્કાળ છપ્પન દિકુમારીઓએ આવી અહંત પ્રભુનું અને તેમની માતાનું સૂતિકાકર્મ કર્યું. પછી શકે ત્યાં આવી દેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પિતે પાંચ રૂપ વિકુળં. તેમાં એક રૂપે પ્રભુને લીધા, બે રૂપે ચામર ધારણ કર્યા, એક રૂપે પ્રભુના ઉપર છત્ર ધર્યું અને એક રૂપે વજા ઉછાળતા
૧ પ્રિય-અનિષ્ટ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org