Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 508
________________ ૪૬૮]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ મું સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ તરફ દષ્ટિ રાખતા ઉતાવળે મેરૂગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂગિરિની અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પહોંચ્યા. ત્યાં પ્રભુને ઉસંગમાં લઈને શકેંદ્ર સિંહાસન પર બેઠા. તે વખતે અશ્રુત વિગેરે ત્રેસઠ ઇકો પણ સત્વર ત્યાં આવ્યા, અને તેમણે વિધિપૂર્વક પ્રભુને જન્માભિષેક કર્યો. પછી સૌધર્મેન્દ્ર ઈશાનેંદ્રના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને વૃષભના ઇંગમાંથી નીકળતા જળવડે સ્નાન કરાવ્યું. પછી ચંદનાદિકથી પ્રભુનું અર્ચન કરી અંજલિ જેડીને ઇ પવિત્ર સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા, જગતના પ્રિય હેતુભૂત અને દસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ એવા તમને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના કેશ (ભંડાર) રૂપ, વિકસિત કમળ જેવી કાંતિવાળા અને ભવ્ય પ્રાણીરૂપ કમળમાં સૂર્ય જેવા હે ભગવંત! હું આપને નમસ્કાર કરું છું. ફળદાયક એવાં એક હજાર ને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મરૂપ અંધકારને નાશ કરવામાં ચંદ્ર જેવા તમને મારે નમસ્કાર છે. ત્રણ જગતમાં પવિત્ર, જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર, કર્મરૂપ સ્થળને દવામાં ખનિત્ર ' સમાન અને શ્રેષ્ટ ચારિત્રના ધારક એવા તમને મારો નમસ્કાર છે. સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાનું અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હે પરમાત્મન ! તમને મારે નમસ્કાર છે. કષાયને દૂર કરનાર કરૂણાના ક્ષીરસાગર અને રાગદ્વેષથી વિમુક્ત એવા હે મોક્ષગામી પ્રભુ! તમને મારો નમસ્કાર છે. તે પ્રભુ! જે તમારા ચરણની સેવાનું ફળ હોય તે તે ફળવડે તમારી ઉપર ભવભવમાં મને ભક્તિભાવ પ્રાપ્ત થશે.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તેમને લઈ વામાદેવીના પડખામાં મૂક્યા, અને તેમને આપેલી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઈ ઇંદ્ર પિતાને સ્થાનકે ગયા. અશ્વસેન રાજાએ પ્રાતઃકાળે કારાગૃહમેશ્નપૂર્વક તેમને જન્મોત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ એકદા કૃષ્ણ પક્ષની રાત્રીએ પણ પડખે થઈને એક સપને જતે યો હતે, પછી તે વાર્તા તરતજ પતિને કહી હતી, તે સંભારીને અને એ ગર્ભનેજ પ્રભાવ હતે એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાશ્વ એવું નામ પાડ્યું. ઇન્ટે આજ્ઞા કરેલી અસરરૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખોળે ખેળે સંચરતા વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે નવ હસ્ત ઊંચી કાયાવાળા થઈને કામદેવને ક્રીડા કરવાના ઉપવન જેવા અને મૃગાક્ષીઓને કામણ કરનારા યૌવનવયને પ્રાપ્ત થયા. જાણે નીલમણિના સારથી કે નીલત્પલની લહમીથી બનેલા હોય તેમ પાર્શ્વપ્રભુ કાયાની નીલ કાંતિવડે શોભવા લાગ્યા. મોટી શાખાવાળા વૃક્ષની જેમ મોટી ભુજાવાળા અને મોટા તટવાળા ગિરિની જેમ વિશાળ વક્ષસ્થળવાળા પ્રભુ વિશેષ શોભવા લાગ્યા. હસ્તકમળ, ચરણકમળ, વદન કમળ અને નેત્રકમળ વડે અશ્વસેનના કુમાર વિકસ્વર થયેલાં કમળના વનવડે માટે કહ શેભે તેમ શોભવા લાગ્યા. ૧. દવાનું હથિયાર. ૨. કેદીઓને છોડી દેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542