Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ ]. શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે
[ ૭૧ યેગીના શરીરમાં પવનની જેમ તે નગરમાંથી કોઈને પણ નીકળવાનો માર્ગ રહ્યો નહિ. એવા કષ્ટને સમયે રાજાની પ્રેરણાથી હું અર્ધરાત્રે તે નગરમાંથી ગુપ્તપણે નીકળ્યો છું. હું સાગરદત્તને પુત્ર પુરૂષોત્તમ નામે તે રાજાને મિત્ર છે અને એ વૃત્તાંત કહેવાને માટેજ અહીં આવ્યો છું, માટે હવે સ્વજન અને શત્રુજનના સંબંધમાં તમને જે ગ્ય લાગતું હેય તે કરો.”
આવાં તે પુરૂષનાં વચન સાંભળી અશ્વસેન રાજા ભૃકુટિથી ભયંકર નેત્ર કરીને વાના નિર્દોષ તુલ્ય ભયંકર વચન બે કે “અરે ! એ રાંક યવન કોણ છે? હું છતાં પ્રસેનજિતને શે ભય છે? કુશસ્થળની રક્ષા કરવાને માટે હું જ તે યવનની ઉપર ચઢાઈ કરીશ.” આ પ્રમાણે કહી વાસુદેવ જેવા પરાક્રમી અશ્વસેન રાજાએ રણથંભાને નાદ કરાવ્યું. તે નાદથી તત્કાળ તેનું સર્વ સૈન્ય એકઠું થયું. તે વખતે ક્રીડાગૃહમાં રમતા પાર્વાકુમારે તે ભંભાને નાદ અને સૈનિકોને માટે કોલાહલ સાંભળે, એટલે “આ શું?” એમ સંભ્રમ પામી પાકુમાર પિતા પાસે આવ્યા, ત્યાં તો રણકાર્ય માટે તૈયાર થયેલા સેનાપતિઓને તેમણે જેયા, એટલે પાથર્વકુમાર પિતાને પ્રણામ કરી બોલ્યા કે “હે પિતાજી! જેને માટે તમારા જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે, તે શું દૈત્ય, યક્ષ, રાક્ષસ કે બીજે કઈ તમારે અપરાધી થયે છે? તમારા સરખે કે તમારાથી અધિક કેઈપણ મારા જેવામાં આવતો નથી.” તેમના આવા પ્રશ્નથી અંગુળીથી પુરૂષોત્તમ નામના પુરૂષને બતાવીને રાજાએ કહ્યું કે “હે પુત્ર! આ માણસના કહેવાથી પ્રસેનજિત રાજાને યવન રાજાથી બચાવવા માટે મારે જવાની જરૂર છે.” કુમારે ફરીથી કહ્યું કે “હે પિતા! યુદ્ધમાં તમારી આગળ કઈ દેવ કે અસુર પણ ટકી શકે તેમ નથી, તે મનુષ્ય માત્ર એ યવનના શા ભાર છે? પરંતુ તેની સામે આપને જવાની કાંઈ જરૂર નથી, હું જ ત્યાં જઈશ, અને બીજાને નહીં ઓળખનારને શિક્ષા કરીશ. રાજા બેલ્યા-“હે વત્સ! તે કાંઈ તારે ક્રીડોત્સવ નથી. વળી કણકારી રણયાત્રા તારી પાસે કરાવવાનું મારા મનને પ્રિય લાગતું નથી. હું જાણું છું કે મારા કુમારનું ભુજબળ ત્રણે જગતનો વિજય કરવાને સમર્થ છે, પરંતુ તું ઘરમાં ક્રીડા કરે તે જેવાથી જ મને હર્ષ થાય છે. પાર્વકુમાર બેલ્યા–“હે પિતાજી! યુદ્ધ કરવું તે મારે કીડારૂપજ છે, તેમાં જરાપણ મને પ્રયાસ પડવાને નથી, માટે હે પૂજ્ય પિતાજી! તમે અહીં જ રહો.” પુત્રના અતિ આગ્રહથી તેના ભુજબળને જાણનારા અશ્વસેન રાજાએ તેનું અનિંધ એવું તે વચન સ્વીકાર્યું. પછી પિતાએ આજ્ઞા આપી એટલે પાશ્વકુમાર શુભ મુહુર્તે હાથી ઉપર બેસીને તે પુરૂષોત્તમની સાથે ઉત્સવ સહિત નગર બહાર નીકળ્યા. પ્રભુએ એક પ્રયાણ કર્યું, ત્યાં તે ઇંદ્રને સારથિ આવી રથમાંથી ઉતરી અંજલિ જોડીને કહેવા લાગ્ય-“હે સ્વામિન્ ! તમને ક્રીડાથી પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા જાણુને ઇ આ સંગ્રામ યોગ્ય રથ લઈને મને સારથિ થવા માટે મોકલ્યો છે. હે સ્વામિન! તે ઇંદ્ર “તમારા પરાક્રમ પાસે ત્રણ જગતુ પણ તૃણરૂપ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org