Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
ક૭૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
[ પર્વ ૯ મું ત્યાં કિન્નરની સ્ત્રીઓનાં મુખથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું, “શ્રી વારાણશીના સ્વામી અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીને તે ભર્તા થશે તે સ્ત્રી આ જગતમાં જયવતી છે. તેવા પતિ મળવા દુર્લભ છે, કારણ કે એ પુણ્યનો ઉદય ક્યાંથી હોય?” આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથનું ગુણકીર્તન સાંભળી, પ્રભાવતી તન્મય થઈને તેમના રાગને વશ થઈ ગઈ. તે વખતે પાર્શ્વ કુમારે રૂપથી કામદેવને જીતી લીધું છે, તેનું વૈર લેતે હોય તેમ તેની પર અનુરાગવાળી પ્રભાવતીને તે નિર્દયતાથી બાણવડે પ્રહાર કરવા લાગ્યા. બીજી વ્યથા અને લજજાને છોડી દઈને હરિણીની જેમ પ્રભાવતી તે ગીતને જ વારંવાર એકમનથી સાંભળવા લાગી, તેથી સખીએાએ તેને પાર્શ્વકુમાર ઉપરનો રાગ જાણી લીધા. ચતુર જનથી શું ન જાણી શકાય? કિન્નરીએ તો ઉડીને ચાલી ગઈ પરંતુ પ્રભાવતી તે કામને વશ થઈ ચિરકાળ શૂન્ય મને ત્યાંજ બેસી રહી. એટલે બુદ્ધિમતી તેની સખીઓ મનવડે ચેગિનીની જેમ પાર્શ્વ કુમારનું ધ્યાન કરતી તેને યુક્તિવડે સમજાવીને ઘેર લાવી. ત્યારથી તેનું ચિત્ત પાર્શ્વ કુમારમાં એવું લીન થયું કે તેને પોશાક અગ્નિ જેવો લાગવા માંડ્યો, રેશમી વસ્ત્ર અંગારા જેવા લાગવા માંડયાં અને હાર બની ધાર જેવો જણાવા લાગ્યું. તેના અંગમાં જળની પસલીને પણ પચાવે તે તાપ નિરંતર રહેવા લાગ્યું અને પ્રસ્થ પ્રમાણ ધાન્ય રંધાય તેવા કટાહને પણ પૂરે તેટલી અશ્રુધારા વહેવા લાગી. કામાગ્નિથી જર્જર થયેલી તે બાળા પ્રભાતે, પ્રદેશે, રાત્રે કે દિવસે સુખ પામતી નહોતી. પ્રભાવતીની આવી સ્થિતિ જાણીને સખીઓએ તે વૃત્તાંત તેના રક્ષણને માટે તેનાં માતપિતાને જણાવ્યું. પુત્રીને પાર્શ્વકુમાર ઉપર અનુરક્ત થયેલી જાણી, તેને આશ્વાસન આપવાના હેતુથી તેઓ વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા કે–પાશ્વકુમાર ત્રણ જગતમાં શિરોમણિ છે, અને આપણી સદ્ગુણી દુહિતાએ પિતાને યંગ્ય તે વર શોધી લીધે છે” તેથી આપણું પુત્રી મહાશય જનેમાં અગ્રેસર જેવી છે. આવાં માતાપિતાનાં વચનથી મેઘવનિવડે મયૂરીની જેમ પ્રભાવતી હર્ષ પામવા લાગી, અને કાંઈક સ્વસ્થ થઈને પાર્શ્વકુમારના નામરૂપ જાપમંત્રને ચેગિનીની જેમ આંગળી પર ગણતી ગણતી આશા વડે દિવસેને નિર્ગમન કરવા લાગી, પરંતુ બીજના ચંદ્રની રેખાની જેમ તે એવી તો કૃશ થઈ ગઈ કે જાણે કામદેવના ધનુષ્યની બીજી યષ્ટિ હોય તેવી દેખાવા લાગી. દિવસે દિવસે તે બાળાને અતિ વિધુર થતી જોઈને તેનાં માતાપિતાએ તેને પાર્વ કુમારની પાસે સ્વયંવરા તરીકે મેકલવાને નિશ્ચય કર્યો.
એ ખબર કલિંગાદિ દેશના નાયક યવન નામે અતિદુર્દીત રાજાએ જાય, એટલે તે સભા વચ્ચે બેલ્યો કે “હું છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કોણ છે? અને તે કુશસ્થળને પતિ કેણુ છે કે જે મને પ્રભાવતી ન આપે? જે યાચકની જેમ કે તે વસ્તુ લઈ જશે, તે વીરજને તેઓનું સર્વસ્વ ખુંચી લેશે. આ પ્રમાણે કહીને અનન્ય પરાક્રમવાળા તે યવને ઘણું સિન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેની ફરતો ઘેરો નાંખે. તેથી ધ્યાન ધરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org