________________
સગ ૩ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ વિગેરે
[૪૬૯ તેમજ વજ જેવા દઢ, સર્ષના લાંછનવાળા અને વજના મધ્ય ભાગ સમાન કૃશ ઉદરવાળા પ્રભુ વજાજીષભનારાચ સંહનનને ધારણ કરતા શોભવા લાગ્યા. પ્રભુનું આવું સ્વરૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે “આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય છે.”
એક વખતે અશ્વસેન રાજા સભામાં બેસી જિનધર્મની કથામાં તત્પર હતા તેવામાં પ્રતીહારે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે નરેશ્વર ! સુંદર આકૃતિવાળો કઈ પુરૂષ દ્વારે આ છે, તે સ્વામીને કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે, માટે પ્રવેશની આજ્ઞા આપીને તેના પર પ્રસન્ન થાઓ.” રાજાએ કહ્યું “તેને સત્વર પ્રવેશ કરાવ.” “ન્યાયી રાજા પાસે આવીને સર્વે વિજ્ઞપ્તિ કરે છે.” દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યું, એટલે તેણે પ્રથમ રાજાને નમસ્કાર કર્યો અને પછી પ્રતીહારે બતાવેલા આસન ઉપર તે બેઠે. રાજાએ પૂછયું કે “હે ભદ્ર! તમે કેના સેવક છે ? કોણ છે? અને શા કારણે અહીં મારી પાસે આવ્યા છે?” તે પુરૂષ બોલ્ય-“હે સ્વામિન ! આ ભરતક્ષેત્રમાં લહમીઓના કીડાસ્થાન જેવું કુશસ્થળ નામે એક નગર છે. તે નગરમાં શરણથીને કવરૂપ અને યાચકે ને કલ્પવૃક્ષરૂપ નરવર્મા નામે પરાક્રમી રાજા હતા. તે પિતાના સીમાડાના ઘણા રાજાઓને સાધી પ્રલયકાળના સૂર્યની જેમ તીવ્ર તેજથી પ્રકાશતા હતા, જૈનધર્મમાં તત્પર એ રાજાએ મુનિરાજની સેવામાં સદા ઉઘત રહીને અખંડ ન્યાય અને પરાક્રમથી ચિરકાળ પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉદ્વેગ પામી રાજ્યલક્ષ્મીને તૃણવત્ છેડી દઈ, સુસાધુ ગુરૂની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી તે પુરૂષ આટલી અર્ધ વાર્તા કહીત્યાં તે ધાર્મિકવત્સલ અશ્વસેન રાજા હર્ષ પામી સભાસદેને હર્ષ પમાડતા વચમાં બેલી ઉઠયા કે “અહે ! નરવમાં રાજા કેવા વિવેકી અને ધર્મજ્ઞ છે કે જેણે રાજ્યને તુણવત્ ત્યાગ કરી વ્રત ગ્રહણ કર્યું. રાજાએ પ્રાણસંશયમાં પડી, મોટા યુદ્ધના વિવિધ ઉદ્યમ આચરીને જે રાજ્યને મેળવે છે, તે રાજ્ય પ્રાણાતે પણ તજવું મુશ્કેલ છે. પોતાની અને સંપત્તિથી પ્રાણ જેવા વહાલા પુત્રાદિકની જે રક્ષા કરવામાં આવે છે, તેઓને તજવા તે પણ પ્રાણીઓને અશક્ય છે. તે સર્વને રાજા નરવર્માએ સંસાર છોડવાની ઇચ્છાથી એક સાથે છેડી દીધા, તેથી તેને પૂરી સાબાશી ઘટે છે. હે પુરૂષ! તારી વાત આગળ ચલાવ.” તે પુરૂષ બેલ્યો કે-“તે નરવર્માના રાજ્ય ઉપર હાલ તેમના પુત્ર પ્રસેનજિત નામે રાજા છે. તે સેનારૂપ સરિતાઓના સાગર જેવા છે. તેને પ્રભાવતી નામે એક પુત્રી છે, જે યૌવનને પ્રાપ્ત થયેલી હોવાથી ભૂમિ પર આવેલી દેવકન્યા હોય તેવી અદ્વેત રૂપને ધારણ કરનારી છે. વિધાતાએ ચંદ્રના ચૂર્ણથી તેનું મુખ, કમળથી નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથ પગ, કદલીગર્ભથી ઉરૂ, શેણમણિથી નખ અને મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ દેખાય છે. અદ્વૈત રૂપલાવણ્યવતી તે બાળાને યૌવનવતી જેઈને પ્રસેનજિત રાજા તેણીના યોગ્ય વરને.. માટે ચિંતાતુર થયા, તેથી તેમણે રાજાઓના ઘણ કુમારની તપાસ કરી, પણ કોઈ પિતાની પુત્રીને યોગ્ય જોવામાં આવ્યો નહીં. એક વખતે પ્રભાવતી સખીઓની સાથે ઉદ્યાનમાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org