________________
૪૭૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૯ મું એમ જાણે છે, તથાપિ આ સમય પ્રાપ્ત થવાથી તે પિતાની ભક્તિ બતાવે છે.” પછી પૃથ્વીને નહીં સ્પર્શ કરતા અને વિવિધ આયુધથી પૂરેલા એ મહારથમાં પ્રભુ ઈદ્રના અનુગ્રહને માટે આ રૂઢ થયા. પછી સૂર્યના જેવા તેજથી પાર્શ્વ કુમાર આકાશગામી રથ વડે ખેચરોથી સ્તુતિ કરાતા આગળ ચાલ્યા. પ્રભુને જોવા માટે વારંવાર ઊંચા મુખ કરી રહેલા સુભટોથી શોભતું પ્રભુનું સર્વ સૈન્ય પણ પ્રભુની પછવાડે પછવાડે ચાલ્યું. પ્રભુ એક ક્ષણવારમાં ત્યાં પહોંચી જવાને અને એકલાજ તે યવનને વિજય કરવાને સમર્થ છે, પણ સૈન્યના ઉપરોધથી તેઓ ટુંકા ટુંકા પ્રયાણે વડે ચાલતા હતા. કેટલેક દિવસે તેઓ કુશસ્થળ સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઉધાનમાં દેવતાઓએ વિલા સાત ભૂમિવાળા મહેલમાં આવીને વસ્યા. પછી ક્ષત્રિયોની તેવી રીતિ હોવાથી તેમજ દયાને લીધે પ્રભુએ પ્રથમ યવનરાજાની પાસે એક સદ્દબુદ્ધિવાળા દ્વતને શિક્ષા આપીને મોકલ્યો. તે દૂત યવનરાજ પાસે જઈ તેને પ્રભુની શક્તિથી સારી રીતે માહીતગાર કરવા માટે કહેવા લાગ્યો કે હે રાજન્ ! શ્રી પાર્શ્વકુમાર પિતાના મુખથી તમને આ પ્રમાણે આદેશ કરે છે કે આ પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેને રેપથી અને વિધથી છોડી દે. મારા પિતા પિતે યુદ્ધ કરવાને આવતા હતા, તેમને મહા પ્રયાસે નિવારીને આ હેતુ માટે જ હું અહીં આવેલ છું. હવે અહીંથી પાછા વળીને શીધ્રપણે તમારે ઠેકાણે ચાલ્યા જાઓ. જે તમે જલ્દી ચાલ્યા જશે તે તમારે આ અપરાધ અમે સહન કરશું.” દૂતના આવાં વચન સાંભળી લલાટ ઉપર ભયંકર અને ઉગ્ર બ્રકુટી ચઢાવી યવનરાજ બે –“અરે દૂત ! આ તું શું બોલે છે? શું તું મને નથી ઓળખતે એ બાળક પાર્શ્વકુમાર અહીં યુદ્ધ કરવા આવ્યા તેથી શું? અને કદિ વૃદ્ધ અથવસેન રાજા પોતે જ આવ્યા હોત તો તેથી પણ શું? તે બન્ને પિતા પુત્ર અને બીજા તેના પક્ષના રાજાઓ પણ મારી પાસે કેણ માત્ર છે? માટે રે કૂત? જા, કહે કે પાર્વકુમારને પિતાના કુશળની ઈચ્છા હેય તે ચાલ્યા જાય. તું આવું નિષ્ઠુર બોલે છે, તે છતાં દૂતપણાને લીધે અવધ્ય છે, માટે અહીંથી જીવતે જવા દઉં છું. તેથી તું જા અને તારા સ્વામીને જઈને બધું કહે.” તે ફરીથી કહ્યું કે “અરે દુરાશય! મારા સ્વામી પાશ્વકુમારે માત્ર તારાપર દયા લાવીને તને સમજાવવા માટે મને કહ્યું છે, કાંઈ અશકતપણાથી મેકલ નથી. જે તું તેમની આજ્ઞા માનીશ તે જેમ તેઓ કુશસ્થળના રાજાનું રક્ષણ કરવાને આવ્યા છે તેમ તને પણ મારવાને ઈચ્છતા નથી, પરંતુ જે પ્રભુની આજ્ઞા સ્વર્ગમાં પણ અખંડપણે પળાય છે, તેને ખંડન કરીને તે મુહબુદ્ધિ! જે તુ ખુશી થતો હે તે તું ખરેખર અગ્નિની કાંતિના સ્પર્શથી ખુશી થનાર પતંગના જેવું છે. શુદ્ર એ ખદ્યોત (ખજો) ક્યાં અને સર્વ વિશ્વને પ્રકાશ કરનાર સૂર્ય કયાં? તેમ એક ક્ષુદ્ર રાજા એ તું ક્યાં અને ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર કયાં?”
ઉપર પ્રમાણે દૂતનાં વચન સાંભળી યવનના સિનિકે ક્રોધથી આયુધ ઊંચાં કરીને ઊભા થયા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા–“અરે! અધમ હત! તારે તારા સ્વામીની સાથે શું વૈર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org