Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૬૪] શ્રી વિષ િશલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૯ મું જન! મને આજ્ઞા આપે, અને તે પ્રતાપી ! વતાય ગિરિ ઉપર મારૂં નગર છે, ત્યાં આપ પધારે. ત્યાં આવવાથી વિદ્યાધરની સર્વ ઐશ્વર્યલક્ષમી આપને પ્રાપ્ત થશે.” તેના અતિ આગ્રહથી રાજાએ તેનું વચન સ્વીકાર્યું, એ સમયે પવાએ પિતાની માતાને નમન કરીને ગદ્ગદ્ વાણીએ કહ્યું કે “હે માતા! હવે મારે પતિ સાથે જવું પડશે, કેમકે એમના સિવાય મારૂં હવે બીજું સ્થાન હેયજ નહીં, માટે કહે કે હવે ફરીવાર તમે કયારે મળશે? આ બંધુ જેવાં ઉઘાનવૃક્ષને, પુત્ર સમાન મૃગશિશુઓને અને આ બહેને જેવી મુનિકન્યાઓને મારે છોડવી પડશે. આ વહાલે મયૂર મેઘ વર્ષનાં ષડૂજ સ્વર બેલી પિતાનું તાંડવ હવે કેની આગળ બતાવશે? આ બોરસલી, અશોક અને આંબાના વૃક્ષને વાછડાને ગાની જેમ મારા વિના પયપાન કેણ કરાવશે?” રત્નાવલી બેલી “વત્સ! તું એક ચક્રવતી રાજાની પત્ની થઈ છે, તે હવે ધિક્કારભરેલા આ વનવાસના વૃત્તાંતને ભૂલી જજે, અને આ પૃથ્વીના ઇંદ્ર ચક્રવર્તી રાજાને અનુસરજે, તેથી તું તેની પટ્ટરાણી થઈશ. આવા વર્ષને વખતે હવે તું શેક કરે છેડી દે.” આ પ્રમાણે કહી તેણીના મસ્તક પર ચુંબન કરી, ભરપૂર આલિંગન કરી અને ઉત્કંગમાં બેસાડીને રત્નાવળીએ શિખામણ આપવા માંડી કે “હે વત્સ! હવે તું પતિગૃહમાં જાય છે, તેથી ત્યાં હમેશાં પ્રિયંવદા થશે, પતિના જમ્યા પછી જમજે, અને તેના સુતા પછી સુજે. ચક્રવતીની બીજી સ્ત્રીઓ કે જે તારે સપત્ની (શાક) થાય, તે કદિ સાપત્ન ભાવ બતાવે, તો પણ તું તેમને અનુકૂળજ રહેજે, કેમકે “મહત્વવાળા જનોની એવી
ગ્યતા છે.” હે વત્સ! હમેશાં સુખ આડું વસ્ત્ર રાખી, નીચી દષ્ટિ કરી પિયણની જેમ અસૂર્યપશ્યા (સૂર્યને પણ નહીં જેનારી) થજે. હે પુત્રી ! સાસુનાં ચરણકમળની સેવામાં હંસી થઈને રહેજે, અને કદિ પણ હું ચકવત્તિપત્ની છું એવો ગર્વ કરીશ નહીં. તારી સપત્નીના સંતાનને સર્વદા પિતાનાજ પુત્ર માનજે, અને તેઓને પિતાના સંતાનની જેમ પોતાના ખેાળારૂપ શય્યામાં સુવાડજે.” આ પ્રમાણે પોતાની માતાનાં અમૃત જેવાં શિક્ષાવચનનું કણુજલિવડે પાન કરી નમીને તેની રજા લીધી. પછી તે પિતાના પતિની અનુચરી થઈ પવોત્તર વિદ્યારે પોતાની માતા રત્નાવીને પ્રણામ કરીને ચક્રવતીને કહ્યું કે “હે સ્વામિન ! આ મારા વિમાનને અલંકૃત કરો.” પછી ગાલવ મુનિની રજા લઈ સુવર્ણબાહુ રાજા પોતાના પરિવાર સહિત પવોત્તરના વિમાનમાં બેઠા. પવોત્તર પિતાની બહેન પવા સહિત સુવર્ણબાહુને વિતાઢય ગિરિ ઉપર પોતાના રત્નપુર નગરમાં લઈ ગયા. ત્યાં દેવતાના વિમાન જે એક રત્નજડિત મહેલ અનેક બેચરે યુક્ત સુવર્ણબાહુને રહેવા માટે સેપે અને પોતે હમેશાં દાસીની જેમ તેમની પાસે જ રહીને તેમની આજ્ઞા ઉઠાવવા લાગ્યો, તેમજ સ્નાન, ભેજનાદિકવડે તેમની ચોગ્ય સેવા ભક્તિ કરવા લાગ્યા. ત્યાં રહીને સુવર્ણ બાહુએ પિતાની અત્યંત પુણ્યસંપત્તિથી બંને શ્રેણીમાં રહેનારા સર્વ વિદ્યાધરોનું ઐકવર્ય પ્રાપ્ત કર્યું, અને વિદ્યાધરની ઘણી કન્યાઓને પરણ્યા. વિદ્યાધરેએ સર્વ વિદ્યાધરોના ઐશ્વર્ય ઉપર તેમનો અભિષેક કર્યો. પછી પદ્મા વિગેરે પિતાની પરણેલી સવ ખેચરીઓને સાથે લઈ સુવર્ણબાહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org