Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 500
________________ ૪૬૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું પામી ગયે. જ્યારે સૂર્ય અસ્ત પામ્યો ત્યારે વલનગિરિની કંદરામાંજ જાણે તેનું નવીન શિખર હોય તેમ મુનિ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. તે સમયે રાક્ષસોના કુળની જેમ સર્વ દિશાઓમાં અંધકાર વ્યાપી ગયો. યમરાજનાં જાણે ક્રીડા પક્ષી હોય તેવા ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, રાક્ષસોના ગાયક હેય તેમ નહાર પ્રાણી ઉગ્ર આક્રંદ કરવા લાગ્યા, ડંકાથી વાજિંત્રની જેમ પુંછડાથી પૃથ્વી પર પ્રહાર કરતા વાઘો આમતેમ ભમવા લાગ્યા, અને વિચિત્ર રૂપવાળી શાકિની, ચેગિની અને વ્યંતરીએ કિલકિલ શબ્દ કરતી ત્યાં એકઠી થઈ ગઈ તેવા સ્વભાવથીજ અતિ ભયંકર કાળ અને ક્ષેત્રમાં પણ વાનાભ ભગવાન્ ઉદ્યાનમાં રહેલા હોય તેમ નિર્ભય અને નિષ્કપ થઈને સ્થિત રહ્યા. આ પ્રમાણે ધ્યાન ધરતા તે મુનિને રાત્રી નિર્ગમન થઈ ગઈ. પ્રાતઃકાળે તેમના તપની જતિની જેવી સૂર્યની ગતિ પ્રકાશિત થઈ એટલે સૂર્યકિરણના સ્પર્શથીજ જંતુ રહિત ભૂમિપર યુગમાત્ર દષ્ટિ નાખતા મુનિ બીજે વિહાર કરવાને માટે ત્યાંથી ચાલ્યા. એ સમયે વાઘના જે ક્રર અને વાઘના ચામડાને ઓઢનારે પેલે કુરંગક ભિન્ન હાથમાં ધનુષ્ય અને ભાથું લઈ શીકાર કરવા માટે નીકળે, તેણે દૂરથી વજીનાભ મુનિને આવતા જેયા, એટલે મને આ ભિક્ષુકન અપશુકન થયાં' એવા કુવિચારવડે તેને ક્રોધ ઉત્પન્ન થયે. પછી પૂર્વ જન્મના વૈરથી અતિ ક્રોધ કરતા તે કુરંગને દૂરથી ધનુષ્ય ખેંચીને હરણની જેમ તે મહર્ષિને બાણવડે પ્રહાર કર્યો. તેના પ્રહારથી પીડિત થયા છતાં પણ આનંયાન રહિત એવા તે મુનિ “નમોડસ્ત્ર:' એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વી પર બેસી ગયા. પછી સિદ્ધને નમસ્કાર કરવાપૂર્વક સમ્યમ્ આચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ જીવને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં પરાયણપણે મૃત્યુ પામીને તે મુનિ મધ્ય દૈવેયકમાં લલિતાંગ નામે પરમદ્ધિક દેવતા થયા. કુરંગક મિલ તેને એક પ્રહારથી મૃત્યુ પામેલા જોઈ પૂર્વ વૈરને લીધે પિતાના બળ સંબંધી મદને વહન કરતો અતિ હર્ષ પામે. જન્મથી મૃત્યુ પર્યત મૃગયાવડે આજીવિકા કરનાર તે કુરંગક મિલ અનુક્રમે મૃત્યુ પામીને સાતમી નરકમાં રૌરવ નામના નરકાવાસમાં ઉત્પન્ન થયે. આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે સુરનગર જેવું પુરાણપુર નામે એક વિશાળ નગર છે. તેમાં સેંકડે રાજાઓએ પુષ્પમાળાની જેમ જેના શાસનને અંગીકાર કરેલ છે એ કુલિશબાહુ નામે ઇંદ્ર સમાન રાજા હતું. તેને રૂપથી સુદર્શના (સારા દર્શનવાળી) અને પરમ પ્રેમનું પાત્ર સુદશના નામે મુખ્ય પટ્ટરાણી હતી. શરીરધારી પૃથ્વીની જેમ તે રાણીની સાથે ક્રીડા કરતો તે રાજા બીજા પુરૂષાર્થને બાદ કર્યા વગર વિષયસુખ ભગવતો હતો. એ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થતાં વજનાભનો જીવ દેવ સંબંધી આયુષ્યને પૂર્ણ કરી પ્રેયકથી ચ્યવીને તે સુદર્શાના દેવીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે વખતે રાત્રીના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચક્રવર્તીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્નો જોયાં. પ્રાતઃકાળે રાજાને તે વાત કહેતાં Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542