________________
૪૫૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર તે અરસામાં પિતનપુરનો રાજા અરવિંદ શરઋતુમાં પિતાના અંતઃપુરની સ્ત્રીઓની સાથે હવેલી ઉપર ક્રીડા કરતો હતો તે વખતે ક્રીડા કરતા રાજાએ આકાશમાં ઇંદ્રધનુષ્ય અને વિજળીને ધારણ કરતા અને ઘણુ શોભતા નવીન મેઘને ચઢેલ છે. તે વખતે “અહો ! આ મેઘ કેવો રમણીય છે” એમ રાજા બેલવા લાગ્યો. તેવામાં તો મોટા પવનથી તે મેઘ આકડાના તુલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયે. તે જોઈને રાજાએ ચિંતવ્યું કે “અહો! આ સંસારમાં સર્વ શરીરાદિક પણ આ મેઘનીજ જેવા નાશવંત છે, તો તેમાં વિવેકી જન શી આશા રાખે?' આ પ્રમાણે તીવ્રપણે શુભ ધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મ ક્ષપશમને પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેંદ્ર નામના પુત્રને પિતાના રાજ્યપર સ્થાપન કરીને તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ઉજડમાં કે વસ્તીમાં, ગ્રામમાં કે શહેરમાં, કેઈ સ્થાનકે કદિ પણ આસક્તિ થતી નહોતી.
અન્યદા તપસ્યાથી કુશ અંગવાળા અને વિવિધ અભિગ્રહને ધારણ કરનાર એ રાજમુનિ સાગરદત્ત શેઠન સાથે સાથે અષ્ટાપદ ગિરિ તરફ ચાલ્યા. સાગરદને પૂછયું “હે મહામુનિ ! તમે કયાં જશે?” મુનિ બોલ્યા-અષ્ટાપદ ગિરિપર દેવ વાંદવાને માટે જવું છે.” સાર્થવાહે ફરીથી પૂછ્યું કે “તે પર્વત ઉપર દેવ કોણ છે? તે દેવનાં બિંબ કોણે કરાવ્યાં છે? કેટલાં છે? અને વાંદવાથી શું ફળ થાય છે?” તે સાર્થવાહને આસનભવ્ય જાણીને અરવિંદ મુનિ બેલ્યા “હે ભદ્ર! અરિહંત વિના દેવ થવાને કઈ સમર્થ નથી. જે વીતરાગ, સર્વજ્ઞ, ઇંદ્રપૂજિત અને ધર્મદેશનાથી સર્વ વિશ્વનો ઉદ્ધાર કરનાર હોય છે તે અરિહંત દેવ કહેવાય છે. શ્રી બાષભપ્રભુના પુત્ર ભરત ચક્રવર્તીએ શ્રી ઋષભાદિક જેવીશ તીર્થકરોની રત્નમય પ્રતિમા કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપના કરી છે. તેમને વંદન કરવાનું મુખ્ય ફળ તો મેક્ષ છે અને નરેંદ્ર તથા અહમિંદ્રાદિ પદની પ્રાપ્તિ એ તેનું આનુષંગિક (અવાંતર) ફળ છે. હે ભદ્રાત્મા! જે તે હિંસા કરનાર, બીજાને દુર્ગતિ આપનાર અને વિશ્વને વ્યાહ કરનાર હોય, તેને દેવ કેમ કહેવાય?' આ પ્રમાણે મુનિના બંધથી તે સાગરદત્ત સાર્થવાહે તત્કાળ મિથ્યાત્વને છેડી દઈને તેમની પાસે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. પછી અરવિંદ મુનિ તેને પ્રતિદિન ધર્મકથા કહેતા સતા તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે સાર્થવાહને સાથ જ્યાં મરૂભૂતિ હાથી થયેલે હતો તે અટવામાં આવી ચડ્યો.
ભેજનો સમય થતાં ક્ષીરસમુદ્ર જેવા પાણીવાળા એક સરોવરને તીરે સાર્થવાહ પડાવ કર્યો એટલે કોઈ કાષ્ઠ માટે, કઈ તૃણ માટે ફરવા લાગ્યા અને કઈ રઈ કરવામાં રોકાયા. એમ સર્વ જુદાં જુદાં કામમાં વ્યગ્ર થઈ ગયાં. આ સમયે મરૂભૂતિ હાથી હાથણુઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org