________________
સર્ગ ર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
[૪૫૩ આ ખબર કમઠની સ્ત્રી વરૂણને પડી, તેથી કરૂણા વિનાની અને અરૂણાચનવાળી થયેલી તે સ્ત્રીએ ઈષ્યવશ થઈને બધે વૃત્તાંત મરૂભૂતિને કહ્યો. મરૂભૂતિ બેલ્યો-“આર્યો ! ચંદ્રમાં સંતાપની જેમ મારા આર્ય બંધુ કમઠમાં આવું અનાર્ય ચરિત્ર કદિ સંભવે નહિ. આવી રીતે મરૂભૂતિએ તેને વારી, તે પણ તે તે દરરોજ આવીને તે વાત કહેવા લાગી, તેથી મરૂભૂતિએ વિચાર્યું કે “આવી બાબતમાં બીજાના કહેવા ઉપર કેમ પ્રતીતિ આવે, તેથી તે સંભેગથી વિમુખ હતું, તથાપિ આ વિષે પ્રત્યક્ષ જોઈને નિશ્ચય કરવાને તેને વિચાર થયો. તેણે કમઠ પાસે જઈને કહ્યું કે “હે આર્ય ! હું કાંઈક કાર્ય પ્રસંગે આજે બહાર જાઉં છું.” આ પ્રમાણે કહીને મરૂભૂતિ નગર બહાર ગયે અને પાછો રાત્રે થાકેલા કાપડીને વેષ લઈ ભાષા ફેરવીને ઘેર આવ્યા. તેણે કમઠ પાસે જઈને કહ્યું કે “ભદ્ર! હું દૂરથી ચાલ્યો આવતો પ્રવાસી છું, માટે મને આજની રાત્રી રહેવાને માટે આશ્રય આપો. કમઠે નિઃશંકપણે તેને રહેવાને માટે પિતાનાજ મકાનને બહારનો ભાગ બતાવ્યું, એટલે તેણે કપટનિદ્રાવડે સુઈ જઈને જાળીએથી તે અતિ કામાં સ્ત્રી પુરૂષનું દુષ્ટિ જોયું. “આજે મરૂભૂતિ ગામ ગયેલ છે” એમ ધારીને તે દુર્મતિ કમઠ અને વસુંધરાએ નિઃશંકપણે ચિરકાળ કામક્રીડા કરી. જે જવાનું હતું તે મરૂભૂતિએ જોઈ લીધું, પણ કાપવાદના ભયથી તેણે તે વખતે કાંઈ પણ વિરૂદ્ધ કાર્ય કર્યું નહીં. પછી તેણે અરવિંદ રાજા પાસે જઈને બધી વાત કહી બતાવી; એટલે અનીતિને નહીં સહન કરનારા રાજાએ આરક્ષકોને આજ્ઞા કરી કે-“પુરહિતપુત્ર કમઠે મહા દુશ્ચરિત કર્યું છે, પણ તે પુરોહિતપુત્ર હોવાથી અવધ્ય છે, માટે તેને ગધેડા ઉપર બેસાડી વિટંબણા સાથે ગામમાં ફેરવીને બહાર કાઢી મૂકે.” રાજાને આ પ્રમાણે આદેશ થતાં આરક્ષકોએ કમઠનું અંગ વિચિત્ર ધાતુવડે રંગી ગધેડા પર બેસાડી, વિરસ વાજિંત્ર વગાડતા આખા નગરમાં ફેરવી તેને નગર બહાર કાઢી મૂકો. નગરના લેકના દેખતાં શરમથી નીચું મુખ કરી રહેલે કમઠ કોઈ પણ પ્રતિકાર કરી શકે તેમ ન હોવાથી જેમ તેમ વનમાં આવ્યું. પછી અત્યંત નિર્વેદ પામીને શિવ તાપસની પાસે જઈ તપસ્વી થશે, અને તે વનમાં જ રહીને તેણે અજ્ઞાન તપ આરંવ્યું.
અહીં મરૂભૂતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “મેં મારા ભાઈનું દુશ્ચરિત રાજાને જણાવ્યું, તે અતિ ધિક્કાર ભરેલું કામ કર્યું, માટે ચાલ, જઈને તે યેષ્ઠ ભ્રાતાને ખમાવું' આવે વિચાર કરીને તેણે રાજાને પૂછયું, રાજાએ ઘણે વાર્યો, તે પણ તે કમઠ પાસે ગયે, અને તેના ચરણમાં પડ્યો. કમઠે પૂર્વે થયેલી પોતાની વિડંબનાને સંભારીને અત્યંત ક્રોધથી એક શિલા ઉપાડીને મરૂભૂતિના મસ્તકપર નાખી, તેના પ્રહારથી પીડિત થયેલા મરૂભૂતિના ઉપર પાછી ફરીવાર ઉપાડીને પિતાના આત્માને નિર્ભયપણે નરકમાં નાખે તેમ તેણે તે શિલા નાખી. તેના પ્રહારની પીડાથી આર્તધ્યાને મૃત્યુ પામીને મરૂભૂતિ વિંધ્ય પર્વતમાં વિંધ્યાચળ જેવો ચૂથપતિ હાથી થયે. પેલી કમઠની સ્ત્રી વરૂણ પણ કે પાંપણે કાળધર્મને પામીને તે યૂથનાથ ગજેદ્રની વહાલી હાથિણ થઈ ચૂથપતિ ગિરિ નદી વિગેરેમાં વેચ્છાએ તેની સાથે અખંડ સંભોગસુખ ભગવતો વિશેષ પ્રકારે ક્રીડા કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org