Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
[૪૫૫ વિટાઈને તે સરોવર પાસે આવ્યા અને સમુદ્રમાંથી મેઘની જેમ તે સરોવરમાંથી જળ પીવા લાગ્યા. પછી સુંઢમાં જળ ભરી ઉછાળી ઉછાળીને હાથિણીઓ સાથે ચિરકાળ ક્રીડા કરીને તે સરોવરની પાળ ઉપર આવ્યા. ત્યાં દિશાઓને અવલોકન કરતાં તે ગજેન્દ્ર સમીપમાં જ મોટા સાર્થને ઉતરેલે જે, એટલે ક્રોધથી મુખ અને નેત્ર રાતાં કરી યમરાજની જેમ તેની ઉપર દેડો. સુંઢને કુંડાળાકાર કરી, શ્રવણને નિષ્કપ રાખી, ગર્જનાથી દિશાઓને પૂરત ગજેન્દ્ર સર્વ સાથિકને મારવા લાગ્યું. તેથી જીવવાને ઈચ્છનારાં સર્વ સ્ત્રી પુરૂષે પિતાપિતાનાં ઊંટ વિગેરે વાહન સાથે જીવ લઈને નાસવા લાગ્યા. તે વખતે અરવિંદ મુનિ અવધિજ્ઞાન વડે તે હાથીને બોધને સમય જાણી તેની સન્મુખ કાર્યોત્સર્ગ કરીને સ્થિર ઊભા રહ્યા. તેમને જોઈને હાથી કેધ કરી તેમના તરફ દેડક્યો, પણ તેમની સમીપે આવતાં તેમના તપના પ્રભાવથી તેને ક્રોધ શાંત થઈ ગયો, તેથી તત્કાળ સંવેગ અને અનુકંપા ઉત્પન્ન થતાં તેમની આગળ નવીન શિક્ષણીય શિષ્યની જેમ દયાપાત્ર થઈને તે ઊભો રહ્યો. તેના ઉપકારને માટે મુનિએ કાત્યાગ પાર્યો અને શાંત તેમજ ગંભીર વાણીથી તેને બંધ આપવાનો આરંભ કર્યો“અરે ભદ્ર! તારા મરૂભૂતિના ભવને તું કેમ સંભારતો નથી? અને આ હું અરવિંદ રાજા છું, તેને કેમ ઓળખતે નથી? તે ભવમાં સ્વીકાર કરેલા આહંત ધર્મને તે કેમ છેડી દિધે? માટે હવે તે સર્વનું સ્મરણ કર અને શ્વાપદ જાતિના મહને છોડી દે.” મુનિની આ પ્રમાણેની વાણી સાંભળતાં તરત જ તે ગજેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે તે મુનિને મસ્તકવડે પ્રણામ કર્યો. મુનિએ ફરીવાર કહ્યું કે “હે ભદ્ર! આ નાટક જેવા સંસારમાં નટની જે પ્રાણુ ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે. તે વખતે તું બ્રહાણપણામાં બુદ્ધિમાન અને તત્ત્વજ્ઞ શ્રાવક હતો તે કયાં અને અત્યારે આ જાતિસ્વભાવથી પણ મૂઢ એ હાથી ક્યાં! માટે હવે પાછો પૂર્વ જન્મમાં અંગીકાર કરેલે શ્રાવકધર્મ તને પ્રાપ્ત થાઓ.” મુનિનું આ વાક્ય ગજેકે સુંઢ વિગેરેની સંજ્ઞાથી કબુલ કર્યું.
તે વખતે હાથિ થયેલી કમઠની પૂર્વ ભવની સ્ત્રી વરૂણ ત્યાં ઊભી હતી, તેને પણ આ બધી હકીક્ત સાંભળવાથી ગજેદ્રની જેમ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અરવિંદ મુનિએ તે હાથીને વિશેષ સ્થિર કરવાને માટે ગૃહીધર્મ પુનઃ સંભળાવ્યું, તેથી તે ગજેન્દ્ર શ્રાવક થઈ મુનિને નમીને સ્વસ્થાને ચાલ્યો ગ. ગજેને બોધ થયેલે જઈ ત્યાં રહેલા ઘણા લેકે આશ્ચર્ય પામીને તરતજ સાધુ થયા, અને ઘણા લેકે શ્રાવક થયા. તે વખતેસા ગરદન સાર્થવાહ જિનધર્મમાં એ દઢ થયે કે તેને દેવતાઓથી પણ ચળવી શકાય નહીં. પછી અરવિંદ મહામુનિએ તેની સાથે અષ્ટાપદ ગિરિ પર જઈ સર્વ અહંતને વંદના કરી, અને ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા.
તે ગજેન્દ્ર શ્રાવક ઈર્યાસમિત્યાદિકમાં તત્પરપણે નિરતિચાર અષ્ટમ વિગેરે તપસ્યા આચરતે ભાવયતિ થઈને રહ્યો. સૂર્યથી તપેલું જળ પીતે અને સૂકાં પાત્રાનું પારણું કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org