Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ પ મ ] લક્ષ્મણ અને મહીધર રાજાની પુત્રી વનમાળાને મેળાપ. [ ૮૭ આશીષ આપીને યક્ષેએ આપેલા આસન ઉપર બેઠે. પછી “તું ક્યાંથી આવે છે?” એમ રામે પૂછ્યું એટલે તે બે-“હું અરૂણ ગામને નિવાસી બ્રાહ્મણ છું, શું તમે મને નથી એળખતા? જ્યારે તમે મારા અતિથિ થયા હતા, ત્યારે મેં તમને દુર્વચને કહીને તમારી ઉપર આક્રોશ કર્યો હતે, તથાપિ તમે દયાળુ થઈને મને આ આર્ય પુરુષથી છેડા હતો.'
પેલી સુશમાં બ્રાહ્મણી પૂર્વનું વૃત્તાંત જણાવી સીતાની પાસે આવી દીન વચને આશીષ આપીને બેઠી. પછી તે બ્રાહ્મણને રામે ઘણું ધન આપી કૃતાર્થ કરીને વિદાય કર્યો, એટલે તે પિતાના ગામમાં ગયે. ત્યાં તે કપિલ બ્રાહ્મણે યથારૂચિ દાન આપી નંદાવર્તસ નામના સૂરિની પાસે દીક્ષા લીધી.
જ્યારે વર્ષાઋતુ વીતી ગઈ ત્યારે રામને ત્યાંથી જવાની ઈચ્છા થઈ, એટલે ગોકર્ણ યક્ષે વિનયથી અંજલિ જોડીને કહ્યું-“હે સ્વામી! તમે અહીંથી જવાને ઈચ્છો છે, તે તમારી ભક્તિ કરતાં મારે કોઈ પણ અપરાધ થયેલ હોય તો ક્ષમા કરજે, અને મારી ઉપર પ્રસન્ન થજે. હે મહાભુજ! તમારી યોગ્યતા પ્રમાણે પૂજા કરવાને કોઈ પણ સમર્થ નથી.” એમ કહી તેણે સ્વયંપ્રભ નામનો એક હાર રામને અર્પણ કર્યો, લક્ષ્મણને દિવ્ય રત્નમય બે કુંડળો આપ્યાં, અને સીતાને ચૂડામણિ તથા ઈચ્છા પ્રમાણે વાગતી એક વણા આપી. પછી રામ તે યક્ષનું સન્માન કરી ત્યાંથી સ્વેચ્છાએ ચાલ્યા, એટલે યક્ષે પિતે રચેલી તે નગરી સંહરી લીધી.
રામ, લક્ષ્મણ અને જાનકી પ્રતિદિન ચાલતાં, કેટલાંક અરનું ઉલ્લંઘન કરીને એકદા સંધ્યાવખતે વિજયપુરની પાસે આવ્યાં, અને તે નગરની બહારના ઉધાનમાં દક્ષિણ દિશાએ એક ગૃહ જેવા મોટા વડના વૃક્ષની નીચે તેઓએ નિવાસ કર્યો. તે નગરને મહીધર નામે રાજા હતો, ઈંદ્રાણી નામે તેને પત્ની હતી, અને તેનાથી વનમાળા નામે એક પુત્રી થઈ હતી. તે વનમાળાએ બાલ્યવયમાંથીજ લક્ષ્મણની ગુણસંપત્તિ અને રૂ૫સંપત્તિ સાંભળી હતી; તેથી તેના સિવાય બીજા કોઈ વરને ઈચ્છતી નહતી. જ્યારે રાજા દશરથે દીક્ષા લીધી અને રામ લક્ષમણ વનમાં નીકળ્યા ત્યારે એ ખબર સાંભળીને મહીધર રાજા બહુ ખેદ પામ્યા. પછી ચંદ્રનગરના રાજા વૃષભના પુત્ર સુરેદ્રરૂપની સાથે તેણે વનમાળાને સંબંધ કર્યો. તે ખબર સાંભળી વનમાળા મરવાનો નિશ્ચય કરી જે રાત્રિએ રામ લક્ષ્મણ ત્યાં આવ્યા તેજ રાત્રિએ એકલી નગર બહાર નીકળી, અને દેવગે તેજ ઉદ્યાનમાં આવી ચડી. પ્રથમ તે ઉદ્યાનમાં રહેલા ચક્ષાયતનમાં પ્રવેશ કરીને તેણે વનદેવતાની પૂજા કરી અને કહ્યું કે-“જન્માંતરમાં પણ લક્ષમણું મારા પતિ થાઓ.” ત્યાર પછી ત્યાંથી નીકળીને પેલા વડની પાસે આવી. તેને સૂઈ ગયેલાં રામ અને સીતાના પહેરેગીર તરીકે જાગતા લક્ષ્મણે દીઠી. તેને જોઈને લક્ષ્મણ વિચારવા લાગ્યા કે-“શું આ વનદેવી હશે? વા આ વડ વૃક્ષની અધિષ્ઠાત્રી હશે કે કોઈ બીજી યક્ષિણી હશે?” તેવામાં તે બોલી કે-“આ ભવમાં લક્ષમણ મારા પતિ થયા નહિ, તે જે મારી તેમના પર ખરી ભક્તિ હોય તે ભવાંતરમાં પણ તેજ મારા પતિ થજે.” આ પ્રમાણે કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org