Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૨ મે ] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ ' [૧૩ અને રૂકમિણી વિગેરે મારી સ્ત્રીઓને ધન્ય છે કે જેઓ સતત સંસારવાસના કારણરૂપ ગૃહવાસને છેડી દઈ દીક્ષા લઈને ચાલી નીકળ્યા અને આ સંસારમાં જ વિડંબના પામનારા એવા મને ધિકાર છે!” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં ભાવતાં કૃષ્ણનું અંગ સર્વ તરફથી ભગ્ન થવા લાગ્યું અને યમરાજના સહેદર જે પ્રબળ વાયુ કપ પામે, તેથી તૃષ્ણ, શેક અને ઘાતકારી વાયુએ પડેલા કૃષ્ણને વિવેક સર્વથા ભ્રષ્ટ થઈ ગયો, જેથી તત્કાળ તે આ પ્રમાણે માઠી વિચારણા કરવા લાગ્યા કે “મને જન્મથી કોઈ પણ મનુષ્ય કે દેવતાઓ પણ પરાભવ કરી શક્યા નહોતા, તેને દ્વૈપાયને કેવી માઠી દશાને પમાડ્યો! આટલું છતાં પણ જે હું તેને દેખું તે અત્યારે પણ ઊઠીને તેને અંત લાવું. મારી પાસે તે કેણ માત્ર છે. અને તેનું રક્ષણ કરવાને પણ કેણ સમર્થ છે.” આ પ્રમાણે ક્ષણમાત્ર રૌદ્રધ્યાન થાતા સતા એક સહસ્ત્ર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને કૃષ્ણ નિકાચિત કર્મથી ઉપાર્જન કરેલી ત્રીજી નરકે ગયા. કૃષ્ણવાસુદેવે સેળ વર્ષ કુમારપણામાં, છપ્પન વર્ષ મંડલિકપણામાં અને નવસો ને અઠયાવીશ વર્ષ અર્ધચકીપણામાં—એમ સર્વ મળીને એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि
द्वारिकादाहकृष्णावसानकीर्तनो नाम एकादशः सर्गः ॥
tet tat સર્ગ ૧૨ મ. twitter
બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ અહીં રામ માર્ગે અપશુકન થવાથી ખલિત થતાં થતાં કમળના પત્રપુટમાં જળ લઈને સત્વર કૃષ્ણની પાસે આવ્યા. તે વખતે આ સુખે સુઈ ગયા છે” એવું ધારી ક્ષણવાર તેઓ બેસી રહ્યા. એટલામાં તે કૃષ્ણવર્ણ મક્ષિકાઓને ત્યાં બણબણની જેઈને તેમણે મુખ ઉપરથી વસ ખેંચી લીધું, એટલે પિતાના પ્રિય બંધુને મૃત્યુ પામેલા જોઈને છેદેલા વૃક્ષની જેમ રામ મૂછ ખાઈ પૃથ્વી પર પડયા. પછી કોઈ પ્રકારે સંજ્ઞા પામીને તેમણે મોટે સિંહનાદ કર્યો કે જેથી શીકારી પ્રાણીઓ પણ ત્રાસ પામી ગયા અને બધું વન કંપાયમાન થયું. પછી તેઓ બેલ્યા કે “જે પાપીએ સુખે સુતેલા મારા આ વિશ્વવીર બંધુને મારી નાખ્યા છે તે પિતાના આત્માને જણાવે, અને જે તે ખરેખર બળવાનું હોય તે મારી સમક્ષ થાઓ, પણ ખરે બળવાન તે સુતેલ, પ્રમાદી, બાળક, મુનિ અને સ્ત્રીને કેમ પ્રહાર કરે?' આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org