________________
સગ ૧ ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર
[૪૪૧ કહેવા લાગ્ય-“હે મિત્ર! તમે સુઈ ગયા પછી દીર્ઘરાજાના સુભટની જેમ ચેર લેકોએ આવીને મને રૂંધી લીધે. વૃક્ષની અંદર રહેલા એક ચેરે મને એક બાણ માર્યું, તેથી હું પૃથ્વી પર પડી ગયે, અને લતાઓના અંતરમાં ઢંકાઈ ગયે. મને ત્યાં જ નહીં એટલે આવેલા બધા ચેરો ચાલ્યા ગયા. પછી જળમાં મર્યની જેમ વૃક્ષમાં સંતાતો સંતાતો હું અનુક્રમે એક ગામમાં આવ્યું. તે ગામના નાયક પાસેથી તમારા ખબર મેળવીને ચાલતો ચાલતે હું અહીં આવ્યું. દેવગે મેઘને મયૂરની જેમ મેં તમને અહીં જોયા.” પછી બ્રહ્મદત્તે કહ્યું કે “હે મિત્ર! નપુંસકની જેમ પુરૂષાર્થ કર્યા વિના આમને આમ કયાં સુધી મારે ભટક્તા રહેવું?”
એ સમયે કામદેવના સામ્રાજ્યભૂત અને મધુની જેમ યુવકજનને મદનો કરનાર વસંતોત્સવ પ્રગટ થયો. એવામાં એક દિવસ જાણે કાળને અનુજ બંધુ હોય તે રાજાનો એક ઉન્મત્ત હાથી ખીલે ભાંગી સાંકળ તોડીને સર્વ જનોને ત્રાસ પમાડતો છુટે થઈ ગયે. તે હાથીએ નિતંબના ભારથી સ્મલિત ગતિએ ચાલતી એક કન્યાને કમલિનીની જેમ ખેંચીને પિતાની સુંઢમાં પકડી લીધી, તેથી શરણથી એવી તે કન્યા દીન નેત્રે પિકાર કરવા લાગી. તે સાંભળી સર્વત્ર દુખબીજના અક્ષર જેવો હાહાકાર થઈ રહ્યો. તે વખતે “અરે માતંગ! તું ખરેખર માતંગ (ચંડાળ) છે, નહીં તે આ સ્ત્રીને પકડતાં કેમ લજજા પામતો નથી?” આ પ્રમાણે કહેતો બ્રહ્મદત્ત તેની પાસે ગયે, એટલે હાથી તે કન્યાને છેડી બ્રહ્મદત્ત સામે દેડયો. બ્રહ્મદત્ત એકદમ ઉછળીને તેના દાંતરૂપ નીસરણી ઉપર પગ મૂકી લીલામાત્રમાં તેની ઉપર ચઢી ગયે, અને આસન વાળીને બેઠે. પછી વાક્યથી, પગથી, અંકુશથી અને વિજ્ઞાનથી કુમારે તે હાથીને ચેગી જેમ ચોગવડે મનને વશ કરે તેમ વશ કરી દીધે, લેકે “ઠીક કર્યું, ઠીક કર્યું.” એમ બોલતાં જય નાદ કર્યો. પછી કુમારે હાથીણિની જેમ તે હાથીને તેના ખીલા પાસે લઈ જઈને બાંધી દીધા તે વખતે ત્યાં રાજા આવ્યો. તે કુમારને જોઈ ઘણે વિસ્મય પામ્યો. કેમકે તેની આકૃતિ અને પરાક્રમ કોને વિસ્મય કરે તેવું નહોતું? પછી રાજા બોલ્યા કે “આ પુરૂષ કેણ છે? શું ગુપ્ત રીતે સૂર્ય કે ઈંદ્ર તો આવ્યા નથી?' આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં રત્નાવતીના કાકાએ તેમની પાસે જઈને બધી હકીકત કહી સંભળાવી, એટલે પિતાના આત્માને પવિત્ર માનનાર. રાજાએ ચંદ્રને દક્ષ પ્રજાપતિએ આપી તેમ ઉત્સવપૂર્વક પોતાની કન્યાઓ બ્રહ્મદત્તને આપી. બ્રહ્મદત્ત તેમને પરણીને ત્યાં સુખે રહેવા લાગ્યો.'
એક વખત એક વૃદ્ધ એ કુમાર પાસે આવી માથે વનો છેડે ફેરવીને કહ્યું કે “હે વત્સ! આ નગરીમાં લક્ષ્મીવડે બીજા કુબેર ભંડારી જેવો વૈશ્રવણ નામે એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહે છે, તેને સમુદ્રને લક્ષમીની જેમ શ્રીમતી નામે એક પુત્રી છે. રાહુ પાસેથી C - 56
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org