________________
સગ ૧ લે ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર
[૪૪૭ અને જળ નીચગામીજ હોય છે.” પણ આ વર્ણ શંકરની મારે ઉપેક્ષા કરવી એગ્ય નથી, કારણ કે “રાજાઓએ પૃથ્વી પર દુષ્ટ જનને શિક્ષા કરીને સન્માર્ગે સ્થાપન કરવા જોઈએ.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તે બંનેને પકડીને તેના પર ચાબુકથી પ્રહાર કર્યો. પછી ક્રોધ શાંત થતાં તેઓને છોડી મૂક્યાં, એટલે તેઓ કયાંક ચાલ્યાં ગયાં. પછી રાજાને વિચાર આવ્યો કે “જરૂર કઈ વ્યંતર ગેનસ નાગનું રૂપ લઈને આ નાગકન્યાની સાથે રમવાને આવતું હશે.” રાજા આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં તેનું બધું સૈન્ય તેના અશ્વને પગલે પગલે ચાલતું ત્યાં આવ્યું, અને સ્વામીનું દર્શન પામીને ખુશી થયું. પછી તે સૈન્યથી પરવરેલે ચકી પિતાના નગરમાં આવ્યું.
પેલી નાગકન્યા રોતી રોતી પિતાના પતિ પાસે ગઈ અને તેને તેણીએ કહ્યું કે “મનુષ્ય લેકમાં એક બ્રહ્મદત્ત નામે વ્યભિચારી રાજા છે. તે ફરતા ફરતે હમણાં ભૂત રમણ અટવીમાં આવ્યું હતું. હું મારી સખીઓની સાથે યક્ષિણીની પાસે જતી હતી, ત્યાં માર્ગમાં સરેવર આવતાં તેમાં સ્નાન કરી બહાર નીકળતાં હું તેના જેવામાં આવી. મને
ઈને કામપીડિત થયેલા તેણે મારી સાથે રમવાની ઈચ્છાથી તેવી યાચના કરી, પણ હું અનિચ્છાથી રોવા લાગી, એટલે તેણે મને ચાબુકવડે મારી. મેં તમારું નામ લીધું, તે પણ ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા તેણે આટલીવાર સુધી મને મારી. પછી મરેલી ધારીને તજી દઈ ચાલ્યા ગયા. “આ પ્રમાણે સાંભળી તે નાગકુમાર અતિ કપ પામ્યો. પછી રાત્રે પોતાના વાસગૃહમાં ગયેલા બ્રહ્મદત્તને મારવાને માટે તે ત્યાં આવ્યું. તે વખતે વાર્તા પ્રસંગે પટ્ટરાણીએ બહાદત્તને પૂછયું કે “જ્યારે તમને અશ્વ હરી ગયે, ત્યારે માર્ગમાં તમે કાંઈ નવીન જોયું?” ત્યારે બ્રહ્મદત્તે પાપકારી નાગકન્યા અને ગોનસ નાગની કથા કહી બતાવી અને પિતે તે દુરાચારીને શિક્ષા આપી તે પણ કહ્યું. આ સર્વ હકીકત પેલા નાગકુમારે અંતહિંતપણે સાંભળી, તેથી તે કાર્યમાં પિતાની પ્રિયાનો જ દેષ જાણીને તેનો કેપ તત્કાળ શાંત થઈ ગયે. તે સમયે બ્રહ્મદત્ત શરીરચિંતાએ જવાને વાસગૃહની બહાર નીકળ્યો, એટલે કાંતિથી આકાશને પ્રકાશિત કરતા તે નાગકુમાર દેવને તેણે અંતરીક્ષમાં રહે છે. નાગકુમાર ગગને રહીને બોલ્યા કે “આ પૃથ્વીમાં દુવિનીતને શિક્ષા કરનારા બ્રહ્મદત્ત રાજા જય પામો. હે રાજન ! જે નાગકન્યાને તમે મારી હતી તે મારી પત્ની થાય છે. તેણીએ તો મને એવું કહ્યું હતું કે બ્રહ્મદત્તે મારી ઉપર લુબ્ધ થઈને મને મારી છે. તે સાંભળી તમારી ઉપર કે પાયમાન થઈને તમને દહન કરવાની ઈચ્છાથી હું અહીં આવ્યું હતું, પણ અદશ્ય રહીને તમારા મુખથી તેનું સર્વ ચેષ્ટિત સાંભળ્યું છે, તેથી ન્યાયવંત એવા તમોએ વ્યભિચારિણીને શિક્ષા કરી તે બહુ
ગ્ય કર્યું છે. તેના કહેવાથી જે મેં તમારૂ અમંગળ ચિંતવ્યું તેને માટે તમે મને ક્ષમા કરજે.” આ પ્રમાણે સાંભળીને બ્રહ્મદત્ત બોલ્યા કે-“હે નાગકુમાર ! તેમાં તમારો કાંઈ દેષ નથી, સ્ત્રીઓ માયાકપટવડે બીજાને દૂષિત કરીને પિતાને દેષ ઢાંકી દે છે. નાગકુમારે કહ્યું “તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org