Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૪૪૯
સગ ૧ લે].
શ્રી બ્રહાદત્ત ચક્રવર્તીનું ચરિત્ર બીજી મેંઢી લાવીશ.” મેંઢી બોલી કે-“જુઓ! આ બ્રહ્મદત્ત ચક્રી પિતાની સ્ત્રીને માટે પોતાનું જીવિતવ્ય ગુમાવે છે. એને જ ખરે સનેહ છે, તમે તો સનેહ વગરના છે.” મેં બે-“એ રાજા અનેક સ્ત્રીઓનો પતિ છે, તે છતાં એક સ્ત્રીની વાણથી મરવાને ઈચ્છે છે, તે તો ખરેખરી તેની મૂર્ખતા છે, હું કાંઈ તેના જે મૂખ નથી. કદિ તે રાણી સાથે મરશે, તો પણ ભવાંતરમાં તે બંનેને યોગ થશે નહીં, કેમકે પ્રાણુઓની ગતિ તો કર્મને આધીન હોવાથી ભિન્ન ભિન્ન માર્ગવાળી છે. આવી મેંઢાની વાણી સાંભળીને ચક્રવત્તી વિચારમાં પડ્યા કે “અહો! આ મેં પણ આવું કહે છે, તો હું એક સ્ત્રીથી માહિતી થઈને શા માટે મરૂં?”
આ પ્રમાણે વિચારી સંતુષ્ટ થઈ ગયેલા ચક્રીએ તે મેંઢા પર પ્રસન્ન થઈને કનકમાળા અને પુષ્પમાળા તે મેંઢાના કંઠમાં પહેરાવી અને “હું તારે માટે મરણ નહીં પામું !” એમ રાણીને કહીને પિતે સ્વધામે ગયા અને અખંડ એવી ચક્રવતી પણાની લક્ષ્મી અને રાજ્ય પાળવા લાગ્યા. એવી રીતે અનેક પ્રકારે ક્રીડા કરતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને જન્મથી માંડીને સોળે ઉણુ સાતસો વર્ષ વ્યતીત થયાં.
એક વખત કઈ પૂર્વના પરિચિત બ્રાહાણે આવીને બ્રહ્મદત્તને કહ્યું કે “હે ચક્રવર્તી રાજન! જે ભજન તું જમે છે તે ભેજન મને આપ.” બ્રહ્મદત્તે કહ્યું, “હે દ્વિજ! મારૂં અન્ન ઘણું દુર્જર છે. કદિ ચિરકાળે કરે છે તે પણ ત્યાં સુધી તે મહા ઉન્માદ કરે છે. બ્રાહ્મણ બો– અરે રાજન! તું અત્તનું દાન આપવામાં પણ કૃપણ છે, માટે તેને ધિક્કાર છે! આવું તે બ્રાહ્મણનું વચન સાંભળી તે બ્રાહ્મણને કુટુંબ સહિત પિતાનું ભેજન ખવરાવ્યું. રાત્રીએ તે બ્રાહ્મણના શરીરમાં તે અન્નરૂપી બીજમાંથી કામદેવના ઉન્માદરૂપી વૃક્ષ સેંકડા શાખાયુક્ત પ્રગટ થયું. તેમજ બીજાઓને પણ કામદેવ ઉત્પન થયે, તેથી તે બ્રાહ્મણ પુત્ર સહિત માતા, બહેન અને પુત્રવધૂને સંબંધ ભૂલી જઈ તેમની સાથે પશુવત્ વિષયસુખ ભેગવવાને પ્રવર્યો. રાત્રી વિત્યા પછી સવાર થઈ એટલે બ્રાહ્મણ અને સર્વ ગૃહજન લજજાથી એક બીજાને મુખ બતાવી શક્યા નહીં, એટલે “આ ક્રૂર રાજાએ મને (કાંઈક માદક પદાર્થ ખવરાવી દઈને) કુટુંબ સાથે હેરાન કર્યો છે.” એમ ચિંતવને તે બ્રાહ્મણ નગરમાંથી નીકળી ગયું. પછી વગડામાં પરિભ્રમણ કરતાં કેઈ એક ભરવાડને કાંકરાના ઘાથી પીપળાના પાનને કાણાં પાડતો જો, તેથી “આ પુરૂષ મારી ધારણાને પૂરી કરે તે છે.” એવું ધારી મૂલ્યની જેમ સત્કાર કરવાવડે તેણે તેને વશ કરી લીધું. પછી બ્રાહ્મણે તેને કહ્યું કે “માથે વેત છત્ર અને ચામરને ધારણ કરી જે પુરૂષ રાજમાર્ગે ગજેન્દ્રપર બેસીને જતું હોય, તેનાં બન્ને નેત્રને કાંકરા મારીને તારે ફેડી નાખવાં.” બ્રાહ્મણની આવી વાણી સાંભળી તેમ કરવાને તે ભરવાડે કબુલ કર્યું, કારણ કે “પશુપાળ લેકે પશુની જેમ અવિચારી કામના કરનારા હોય છે.” પછી ભરવાડે કે 1c - 57
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org