Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૪૮] *
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ મું સત્ય છે. સ્ત્રીઓ ખરેખર માયાવી હોય છે. હવે આવા ન્યાયથી હું તમારી ઉપર સંતુષ્ટ થયે છું; માટે કહો, તમારું શું કામ કરૂં'? બ્રહ્મદરે કહ્યું કે “મારા રાજ્યમાં કદિ પણ વ્યભિચાર, ચેરી કે અપમૃત્યુ થાય નહીં તેવું કરે.” નાગકુમારે કહ્યું કે “તે પ્રમાણે થાઓ, પણ હું તમારી આવી પરાર્થે યાચના સાંભળી વિશેષ સંતુષ્ટ થ છું; માટે હવે તમારા સ્વાર્થને માટે પણ કાંઈક યાચના કરે.” બ્રહ્મદત્ત વિચારીને બે કે “હું બધા પ્રાણીઓની વાણી સારી રીતે સમજી શકું તેમ કરે.” નાગકુમારે કહ્યું કે “એ વરદાન આપવું મુશ્કેલ છે, છતાં હું તમને આપું છું! પરંતુ જો તમે તે વાત બીજાને જણાવશે તો તમારા મસ્તકના સાત ભાગ થઈ જશે.” આ પ્રમાણે કહીને નાગકુમાર સ્વસ્થાનકે ગયે.
એક વખતે બ્રહ્મદત્તકુમાર પિતાની વલ્લભાની સાથે શૃંગારગૃહમાં ગયા. ત્યાં ગૃહગોધાએ ગૃહગંધને કહ્યું કે, “હે પ્રિય! રાજાના અંગરાગમાંથી ડું લાવી આપે, જેથી મારે દેહદ (મનોરથ) પૂરો થાય.” ગૃહગોધે કહ્યું, “શું તારે મારા શરીરનું કામ નથી કે જેથી તું મને તે લાવવા કહે છે? કેમકે તે અગંરાગ લેવા જતાં હું મરણ પામું.” આ પ્રમાણે તેઓની વચ્ચે થતી વાતચીત સાંભળીને રાજા હસી પડ્યા; એટલે રાણીએ રાજાને પૂછ્યું કે
તમે અકસ્માત કેમ હસ્યા?” હવે તે કહેવાથી મૃત્યુ થાય એ ભય હેવાથી રાજાએ કહ્યું કે “એમજ.' રાણી બેલી-“હે નાથ! આ હસવાનું કારણ મને અવશ્ય કહેવું જોઈશે, નહીં તો હું મરણ પામીશ, કેમકે મારાથી ગોપવવાનું શું કારણ છે?” રાજાએ કહ્યું, “તે કારણ તમને ના કહેવાથી તમે તો મરશે કે નહીં, પણ તે કહેવાથી હું તો જરૂર મરી જઈશ.” રાજાનાં આ વચનપર શ્રદ્ધા ન આવવાથી રાણી ફરીથી બોલી કે “તે કારણ તો મને જરૂર કહે. તે કહેવાથી કદિ આપણે બંને સાથે મરી જઈશું, તે આપણી બંનેની સરખી ગતિ થશે, માટે ભલે તેમ થાય.” આ પ્રમાણેના સ્ત્રીના દુરાગ્રહમાં પડેલા રાજાએ સ્મશાનમાં ચિતા રચાવી, અને રાણીને કહ્યું કે “હે રાણી! ચિતાની આગળ જઈ મરવા તત્પર થઈને હું તે વાત તને કહીશ.” પછી બ્રહ્મદત્ત ચકી સ્નાન કરીને પાણી સાથે ગજારૂઢ થઈ ચિતા પાસે આવ્યા તે વખતે નગરજનો દિલગીર થઈને સજળ નેત્રે તેમને જોઈ રહ્યા. એ વખતે ચક્રવતીની કેઈ કુળદેવી એક મેંઢાનું અને એક સગર્ભા મેંઢીનું રૂપ વિકુવીર ચક્રવર્તીને પ્રતિબંધ આપવા માટે ત્યાં આવી. “બ રાજા સર્વ પ્રાણીની ભાષા જાણે છે. એવું જાણીને ગર્ભવંતી મેંઢીએ પિતાની જ ભાષામાં મેંઢાને કહ્યું કે “હે પતિ! આ જવના ઢગલામાંથી એક જવનો પળે તમે લઈ આવે કે જેનું ભક્ષણ કરવાથી મારે દેહદ (મનોરથો પૂર્ણ થાય.” મેં બે -“આ જવનો ઢગલે તો બ્રહ્મદત્ત ચક્રવત્તીના ઘોડાને માટે રાખેલે છે, તેથી તે લેવા જતાં તો મારું મૃત્યુ થાય. મેંઢી બોલી કે- જો તમે એ જવ નહીં લાવે તો હું મરી જઈશ.” એટલે મેં કહ્યું કે-જે તું મરી જઈશ તો હું
૧. ગરોળી.
૨. વિલેપન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org