________________
૪૪૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૯ મું ચંદ્રકળાની જેમ તમે જ્યારથી તે રાજકન્યાને ઉન્મત્ત હાથી પાસેથી છોડાવી છે ત્યારથી એ બાળા તમારો અભિલાષ કરતી તલખ્યા કરે છે, માટે તે રાજકન્યાને જેમ હાથી પાસેથી બચાવી છે તેમ તે બાળાને કામદેવથી પણ બચાવે, અને જેવી રીતે તેનું હૃદય ગ્રહ્યું છે, તેવી રીતે તેના પાણિનું પણ ગ્રહણ કરો.” પછી કુમાર વિવિધ વિવાહ મંગળથી તેને પર, અને મંત્રીપુત્ર વરધનુ પણ સુબુદિ મંત્રીની કન્યા નંદાને પરશે. ત્યાં રહેતા તે બંને વીર શક્તિથી પૃથ્વી પર પ્રખ્યાત થયા.
કેટલાક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યા. બ્રહ્મદત્તને આવેલા સાંભળી વારાણસીનો રાજા કટક બ્રહ્માની જેમ ગીરવતાથી સામે આવીને તેમને પિતાને ઘેર લઈ ગયો અને પોતાની કટકવતી નામની કન્યા તેમજ મૂર્તિમાન્ જયલક્ષ્મી જેવી ચતુરંગ સેના બ્રહ્મદત્તને આપી. તેમને ત્યાં આવેલા જાણી ચંપાનગરીનો રાજા કરણદત્ત, ધન મંત્રી અને બીજા ભગદત્ત વિગેરે રાજાઓ પણ ત્યાં આવ્યા. પછી ભરતચક્રીએ જેમ સુષેણને સેનાપતિ કર્યો હતો તેમ વરધનુને સેનાપતિ કરી બ્રહ્મદત્તકુમારે દીર્ઘરાજાને દીર્ઘ પંથે (મૃત્યુ માગે) મોકલવા પ્રયાણ કર્યું તે વખતે દીર્ઘરાજાના શંખ નામના તે આવીને કટક રાજાને કહ્યું કે “દીર્ઘરાજાની સાથે તમારે બાલ્ય મૈત્રી છે, તે છેડી દેવી યુક્ત નથી.” તે સાંભળીને કટક રાજા બે કે “હે દૂત! પૂર્વે બ્રા રાજા સહિત અમે પાંચે સહેદર જેવા મિત્ર હતા. બ્રા રાજા સ્વર્ગે ગયા પછી તેનો પુત્ર બાળક હેવાથી અમે તેનું બધું રાજય રક્ષણ કરવા માટે દીર્ઘરાજાને સંપ્યું, એટલે તે તો જાણે પિતાનું જ રાજ્ય હોય તેમ તેને ભેગવવા લાગે, માટે એ દીર્ઘને ધિકાર છે. કેમકે “સાચવવા સેપેલા પદાર્થને તે ડાકણ પણ ખાતી નથી.” બ્રહ્મરાજાના પુત્રરૂપ થાપણુના સંબંધમાં દીર્ઘરાજાએ જે અતિ પાપ આચર્યું છે, તેવું પાપ કોઈ ચાંડાળ પણ કરે નહીં, માટે હે શંખ! તું જઈને તારા દીર્ઘ રાજાને કહે કે બ્રહ્મદત્ત લશ્કર લઈને આવે છે, માટે તેની સાથે યુદ્ધ કર અથવા નાસી જા.” આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો.
બ્રાદત્તકુમાર અવિચ્છિન્ન પ્રયાણ કરતે કાંપિલ્યપુર પાસે આવી પહોંચે. આકાશની સહાય વડે સૂર્ય સાથે મેઘની જેમ દીર્ઘરાજાએ તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી, અને મોટે સર્ષ જેમ દંડથી આક્રાંત થઈ બિલમાંથી બહાર નીકળે તેમ રણમાં સારભૂત એવા સર્વ બળથી તે નગરની બહાર નીકળ્યો. તે વખતે બ્રહ્મરાજાની સ્ત્રી ચુલનીને અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી તે પૂર્ણ નામની પ્રવત્તિની પાસે વ્રત લઈને અનુક્રમે મોક્ષે ગઈ. અહીં રણભૂમિમાં મોટા મગર જેમ નદીના નાના મગરને મારે તેમ દીર્ઘરાજાના અગ્ર સુભટને બ્રહ્મદત્તના સુભટોએ મારી નાખ્યા. તે જોઈ ક્રોધવડે ઊંચી બ્રગુટીથી ભયંકર મુખ કરતે દીર્ઘ વરાહની જેમ શત્રુઓ ઉપર દોડયો અને પ્રહારો કરવા લાગ્યા. બહાદત્તનું પાયદળ, રથ, અને સ્વાર પ્રમુખ સૈન્ય નદીના પૂરની જેમ વેગવાળા દીર્ઘરાજાએ વિખેરી નાંખ્યું. તે વખતે ક્રોધથી રતાં નેત્ર કરતે બ્રહ્મકુમાર હાથીની સામે હાથીની જેમ ગર્જના કરતો દીર્ઘરાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org