Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૪૦], શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૯ મું ધર્માક્ષરવડે તેણીએ અમારા શોકને ટાળી દીધો. પછી કહ્યું કે તે તમારા બંને હણનાર બ્રહ્મદત્ત અહીં આવે છે માટે તેજ તમારા બંનેને ભર થાઓ, કારણકે “મુનિની વાણી અન્યથા થતી જ નથી.” અમેએ તે વાતને સ્વીકાર કર્યો. એટલે પુષ્પવતીએ તમને આવવાની સંજ્ઞા કરવા માટે રસવૃત્તિથી ભૂલી જઈને રક્તને બદલે વેત વજા હલાવી, જેથી તમે અમને છોડીને ચાલ્યા ગયા. અમારા વિપરીત ભાગ્યના વેગથી તમે આવ્યા નહીં અને સર્વત્ર આપને શોધવા માટે ભમતાં અમે કેઈ પણ સ્થાનકે આપને જોયા નહીં. તેથી નિર્વેદ પામીને અમે અહીં આવીને રહેલા છીએ. હે સ્વામિન! આજે અમારાં પુણ્યથી તમે અહીં આવ્યા છે. પૂર્વે અમે પુષ્પવતીના કહેવાથી તમને વરેલી છીએ, તેથી અમારી ગતિ તમે એકજ છે, માટે અમારું પાણિગ્રહણ કરે.” આવાં તેમનાં પ્રેમવચન સાંભળીને બ્રહ્મદર ગાંધર્વ વિવાહથી તેમને પર. “સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર છે તેમ સ્ત્રીઓનું પાત્ર ભેગી પુરૂષ છે.”
ગંગા અને પાર્વતીની સાથે મહાદેવની જેમ તે બંને સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા બ્રહ્મદ તે રાત્રી ત્યાં આનંદમાં નિગમન કરી. પછી તે બંનેને કહ્યું કે “જ્યાં સુધી મને રાજ્યનો લાભ ન થાય ત્યાં સુધી તમારે પુષ્પવતીની સાથે રહેવું.” એમ કહી તે સ્ત્રીઓને તેની પાસે જવા આજ્ઞા કરી. તેમણે તેમ કરવાનું કબુલ કર્યું, જેથી તત્કાળ તે લેક અને તે મંદિર વિગેરે સર્વ ગંધર્વનગદની જેમ અદશ્ય થઈ ગયું. પછી બ્રહ્મદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રત્નાવતીને શોધવા ગયે, પરંતુ ત્યાં તે જોવામાં આવી નહીં, પણ ત્યાં એક સુંદર આકૃતિવાળો પુરૂષ હતો, તેને પૂછ્યું કે “હે મહાભાગ! અહીં ગઈ કાલે દિવ્ય અને ધરનારી અને રત્નભૂષણથી શેશિત એવી કોઈ સ્ત્રી તમારા જેવામાં આવી છે” તેણે કહ્યું કે “કાલે “હે નાથ! હે નાથ!” એમ પિકાર કરીને રૂદન કરતી એક સ્ત્રી મારા જેવામાં આવી હતી, અમારી સ્ત્રીઓએ તેને ઓળખી એટલે અહીંથી લઈ જઈને તેને તેના કાકાને સોંપી છે.” પછી તેણે પૂછ્યું કે “શું તમે તેના પતિ થાઓ છે?” બ્રાદને હા પાડી. એટલે તે પુરૂષ બ્રહાદત્તને આગ્રહપૂર્વક રત્નાવતીના કાકાને ઘેર લઈ ગયે. રત્નાવતીન કાકાએ મેટી સમૃદ્ધિથી બ્રાદત્તને રત્નાવતીને વિવાહમહોત્સવ કર્યો. “ધનવાન પુરૂષને સર્વ કામ સહેલું છે.” ત્યાં બ્રહાદત્ત તેની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યા. '
અન્યદા બદતે પિતાના મિત્ર વરધનુનું ઉત્તરકાર્ય કરવાનો આરંભ કર્યો. તેમાં સાક્ષાત તેને ભૂત જેવા બ્રાહ્મણે જમવાને આવ્યા. તે વખતે અકસ્માત્ બ્રાહ્મણનો વેષ લઈને વરધનું પણ ત્યાં આવી પહોંચે, અને બ્રહ્મદત્તને આ પ્રમાણે કહેવા લાગ્યો કે-“જે મને ભેજન આપશો તો તે સાક્ષાત વરધનુને જ મળશે.” આવી શ્રવણને અમૃત જેવી તેની વાણી સાંભળીને બ્રહ્મદત્તે તત્કાળ તેની સામું જોયું, એટલે તેને ઓળખે, તેથી જાણે બે શરીરને એક કરી દેતો હોય તેમ તેણે તેને આલિંગન કર્યું, અને હર્ષાશ્રુથી તેને ન્ડવરાવતો તે અંતગૃહમાં લઈ ગયે. પછી કુમારે તેને તેનો વૃત્તાંત પચે, એટલે તે પોતાને વૃત્તાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org