Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લેા ]
શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર
[૪૨૫
ક્રોધ થાયજ નહી', થાય તે તે લાંબે કાળ રહે નહી. અને જો કદાપિ રહે તેા પણ તે નિષ્ફળ થાય, તેનું ફળ બેસે નહીં. તે વિષે તમને વધારે શું કહેવું? હું તે તમને પ્રાર્થના કરીને કહે છે. હવે કાપ છેાડી દો, કેમકે તમારા જેવા પુરૂષો અપકારીમાં ને ઉપકારીમાં બન્નેમાં સમદૃષ્ટિવાળા હોય છે. ’
એ સમયે આ ખખર જાણીને ચિત્રમુનિ ભદ્રહસ્તીની જેમ મધુર ભાષણવડે શાંત કરવાને માટે સંભૂતમુનિ પાસે આવ્યા. પછી મેઘના જળના પૂરથી જેમ પુતના દાવાનળ શમી જાય તેમ ચિત્રમુનિનાં શાસ્ત્રાનુસારી વચનેથી સંભૂતમુનિનેા કેપ શાંત થઈ ગયા. તીવ્ર કેપ અને તપથી મુક્ત થયેલા તે મહામુનિ ક્ષયથી પીના ચંદ્રની જેમ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. પછી. સ લેાકેા તેમને વંદના કરી ખમાવીને ત્યાંથી પાછા ફર્યાં. એટલે ચિત્રમુનિ સ 'ભૂતમુનિને ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં ગયા પછી તેએ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે માત્ર આહારને માટે ઘેર ઘેર ફરવાથી માટું દુઃખ પ્રાપ્ત થાય છે, આ શરીર આહારવડે પાષણ કર્યાં છતાં પણુ પરિણામે નાશવંત છે, ત્યારે ચેાગીએને શરીરની કે આહારની શી જરૂર છે?' આવે ચિત્તમાં નિશ્ચય કરી સ’લેખનાપૂર્ણાંક અને મુનિએએ ચતુવિધ આહારનાં પચ્ચખ્ખાણુ કર્યાં.
66
અહી' રાજા સનત્કુમારે આજ્ઞા કરી કે ‘હું છતાં તે સાધુને પરાભવ જેણે કર્યાં તેને શેષી લાવા,’ એટલે કેઈ એ આવીને નમુચિ મત્રી વિષે સૂચના કરી દીધી. પૂજ્ય જનની જે પૂજા કરતા નથી પણ ઉલટા હણે છે તે મહાપાપી છે.” એમ કહી રાજાએ નમુચિને ચારની પેઠે બાંધીને મગાગ્યે. પછી ‘હવેથી બીજો કાઈ આવી રીતે સાધુને પરાભવ કરે નહી.’ એમ વિચારી શુદ્ધ બુદ્ધિવાળા સનકુમાર ચક્રી નગરના મધ્યમાં થઈને તેને આંધેલી સ્થિતિમાં મુનિની પાસે લાવ્યા. નમતા મુઢનાં રત્નની ક્રાંતિથી પૃથ્વીને જળમયી કરતા રાજાએ બન્ને મુનિને વંદના કરી, એટલે ડાબા હાથમાં રાખેલી મુખવિઅકાવડે મુખને ઢાંકતા અને દક્ષિણ ભુજાને ઉચા કરતા અને મુનિ ખેલ્યા કે “ જે અપરાધી હાય છે તે પેાતાની મેળે તેના કર્મના ફળનુ ભાજન થાય છે.” પછી સનત્કુમારે તે મુનિને નમુચિ મંત્રીને ખતાવ્યા, એટલે તે ખાંધેલા નમુચિ ગરૂડના સર્પની જેમ સનત્કુમારથી પંચત્વને ચેગ્ય એવી ભૂમિકાને પ્રાપ્ત થયા હતા તેને મુનિએ છેડાવી દીધા, તેથી એ ક`ચંડાળને જાતિચંડાળની જેમ રાજાએ નગર બહાર કાઢી મૂકયે, કેમકે ‘ગુરૂતુ” શાસન માનવા ચેગ્ય છે.' પછી ચેાસઠ હુન્નર સપત્નીઓના પિરવાર લઈને તે ચક્રવત્તીનું રત્ન સુનંદા મુનિને વાંઢવા માટે આવી. ત્યા સંભૂતમુનિના ચરણકમળમાં કેશને લુલિત કરતી અને મુખથી પૃથ્વીને ચંદ્રવાળી રચતી સુનંદા તેમને નમી પડી. તે રાજરમણીના કેશના સ્પર્શ થતાં સંભૂતમુનિ તત્કાળ રામાંચિત થઈ ગયા. કારણ કે “ કામદેવ નિર ંતર છળનેજ શેાધનારા છે.” પછી રાજા સનત્કુમાર મુનિરાજની આજ્ઞા લઈને અંતઃપુર સહિત ત્યાંથી પેાતાને સ્થાનકે ગયા.
તેમના ગયા પછી કામરાગથી પરાભવ પામેલા સંભૂતમુનિએ આ પ્રમાણે નિયાણુ બાંધ્યું
C - 54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org