Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર
[૪૩૩ ત્યાંથી આગળ ચાલતાં આકાશની જેવા દુહ અરશ્યનું ઉલ્લંઘન કરીને સાયંકાળે થાકેલે તે સમુદ્રની જેવા એક મહાનું સરોવરની પાસે આવ્યા. પછી માનસરોવરમાં ઐરાવતની જેમ બ્રહાદને તેમાં પ્રવેશ કરી, વચ્છ સ્નાન કરીને તેના અમૃત જેવા જળનું પાન કર્યું. તેમાંથી નીકળી ભમરીના શબ્દવડે જેમ કળીઓ આવે તેમ તેના સ્નાને ચિત એવા ઉત્તર પશ્ચિમ (વાયવ્ય દિશાના) તીર ઉપર તે આવ્યું. ત્યાં વૃક્ષલતાના કુંજમાં સાક્ષાત્ વનની અધિદેવતા હોય તેવી એક સુંદરી પુષ્પ વતી તેના જેવામાં આવી. તેને જોઈને કુમાર વિચારવા લાગ્યું કે “જન્મથી માંડીને રૂ૫ રચવાને અભ્યાસ કરતાં કરતાં પ્રાંતે બ્રહ્માને આવું રૂપ રચવાનું કૌશલ્ય પ્રાપ્ત થયું હશે એમ જણાય છે.” કુમાર આમ વિચાર કરે છે, તેવામાં દાસીની સાથે બેલતી અને ડોલરનાં પુષ્પ જેવાં કટાક્ષવડે જાણે કુમારના કંઠમાં માળા નાખતી હોય તેમ તે કન્યા કુમારને જોતી જોતી બીજી તરફ ચાલી. તેને જેતે જેતે કુમાર પણ બીજી તરફ ચાલ્ય, તેવામાં વસ્ત્ર, આભૂષણ અને તાંબુલને લઈને એક દાસી કુમાર પાસે આવી. તેણે કુમારને વસ્ત્રાદિક આપીને કહ્યું કે “ભદ્ર! અહીં જે સુંદર કન્યા તમારા જેવામાં આવી છે, તેણીએ સ્વાર્થસિદ્ધના કેલની જેમ આ સર્વ વસ્ત્રાદિક તમારે માટે મેકલાવ્યાં છે, અને તેણે મને આજ્ઞા કરી છે કે એ કુમારને પિતાના મંત્રીને ઘેર લઈ જા, કારણ કે તે સર્વ ગ્યતા જાણે છે.” પછી બ્રહ્મદત્ત તે દાસીની સાથે નાગદેવ મંત્રીને ઘેર ગયો. તેના સદ્ગુણેથી આકર્ષા હોય તેમ મંત્રી તેને જોઈ સામે ઉભે થયે, એટલે “હે મંત્રીરાજ! શ્રીકાંતા રાજપુત્રીએ આ મહાભાગને મોકલ્યા છે.” આ સંદેશે કહીને દાસી ચાલી ગઈ મંત્રીએ સ્વામીની જેમ ઉપાસના કરેલા બ્રહ્મદત્તની ક્ષણની જેમ રાત્રી નિર્ગમન થઈ ગઈ રાત્રી નિર્ગમન થયા પછી મંત્રી તેને રાજકુળમાં લઈ ગયા. રાજાએ બાળસૂર્યની જેમ તેની અધ્યદિકથી પૂજા કરી. પછી વંશ-કુળાદિક પૂછયા વગર ૨ાજાએ કુમારને પોતાની પુત્રી આપી. “ચતુર જને સર્વ વૃત્તાંત આકૃતિ ઉપરથી જ જાણ લે છે.” પાણિગ્રહણ સમયે તેને હાથને પિતાના હાથથી દબાવતે કુમાર જાણે સર્વ બાજુથી અનુરાગને સંક્રમિત કરતે હોય તેમ તે કુમારીને પરણ. એક વખતે બ્રહ્મદત્ત એકાંતમાં ક્રીડા કરતાં તે રાજકુમારીને પૂછ્યું કે “મારું કુળ જાણ્યા વગર તારા પિતાએ તેને મારી સાથે કેમ પરણાવી?” દાંતનાં કિરણેથી અધરને ઉજજવલ કરતી શ્રીકાંતા બેલી.-“હે સ્વામિન્ ! વસંતપુર નગરમાં શબરસેન નામે રાજા હતા. મારા પિતા તેના પુત્ર છે. મારા પિતામહના મૃત્યુ પછી રાજ્ય ઉપર મારા પિતા આવ્યા, પરંતુ ક્રૂર ગોત્રીઓએ તેમને ઘણું હેરાન ક્ય, તેથી તે બળવાહન લઈ આ પલ્લીમાં આશ્રય કરીને રહ્યા છે. અહીં રહ્યા છતાં બરૂના વૃક્ષને જળના વેગની જેમ તેમણે ભિન્ન લેકેને નમાવી દીધા છે, અને ગામ વિગેરે ઘાત કરીને અર્થાત્ ગામ ભાંગીને કે ધાડ પાડીને મારા પિતા પિતાના પરિવારનું પોષણ કરે છે. ચાર ઉપાયોને અંતે જેમ લહમી પ્રાપ્ત થાય છે, તેમ ચાર પુત્રો થયા પછી હું તેમને અતિ વહાલી પુત્રી થઈ છું, મને C - 55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org