Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૩૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
[પર્વ ૯ મું તે નગરીના ઉદ્યાનમાં તે નગરના રહેનારા સાગરદત્ત શેઠના અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી, તેમાં હારજીત ઉપર એક લક્ષ દ્રવ્યનું પણ કરવામાં આવ્યું હતું. તે આ અને કુમારના જોવામાં આવ્યું. અને કુકડા ખેંચવાના સાણસા હોય તેવા તીણ નથી અને ચાંચેથી ઉછળી ઉછળીને યુદ્ધ કરતા હતા. તેમાં સાગરદત્તને કુકડો જાતિવાનું હતું, બુદ્ધિલને કુકડે જાતિવાન નહે. થોડીવાર યુદ્ધ થયા પછી બ્રહ્મદત્તે બુદ્ધિલના કુકડાના પગમાં યમરાજની દૂતી જેવી તીક્ષણ લેઢાની સે જઈ. તેની બુદ્ધિલને ખબર પડતાં તેણે છાની રીતે અર્ધલાખ દ્રવ્ય બ્રહ્મદત્તને આપવાને ઈચ્છયું. તથાપિ તે ન સ્વીકારતાં તે વૃત્તાંત લેકેને જણાવ્યું. પછી બ્રહ્મદત્તે પેલી લેઢાની સોય ખેંચી લઈને બુદ્ધિલના કુકડાને સાગરશ્રેણીના કુકડાની સામે ફરીવાર યુદ્ધ કરવા જેડયો, એટલે સંય વગરના બુદ્ધિલના કુકડાને સાગરશેઠના કુકડાએ ક્ષણવારમાં ભગ્ન કરી નાખ્યું. “કપટીને જય કયાં સુધી થાય?” એ પ્રમાણે થયેલા વિજયથી હર્ષ પામેલે સાગરદત્ત બાદત્ત અને મંત્રીપુત્ર કે જે વિજય અપાવવાથી મિત્રરૂપ થઈ પડ્યા હતા તેમને પિતાના રથમાં બેસાડીને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં તેઓ પિતાના ઘરની જેમ બહુ દિવસ રહ્યા. એક વખતે બુદ્ધિલના સેવકે વરધનુ પાસે આવીને કાંઈક કહ્યું. તેના ગયા પછી વરધનુએ કુમારને કહ્યું કે “જુઓ ! બુદ્ધિલે જે અર્ધલાખ દ્રવ્ય મને આપવાને કહ્યું હતું તે આજે મોકલાવ્યું છે. એમ કહી નિર્મળ, સ્થળ અને વર્તુલાકાર તીવડે શુક્રના તારામંડળને અનુસરતો એક હાર તેણે બતાવ્યો. તે હારની સાથે પિતાના નામથી અંકિત એક લેખ બ્રહ્મદત્તના જોવામાં આવ્યું. તે વખતે મુત્તિમાન સંદેશ હોય તેવી વત્સ! નામની એક તાપસી પણ ત્યાં આવી. તે બન્ને કુમારના મસ્તકપર આશીર્વાદ સાથે અક્ષત નાખી, વરધનુને એક તરફ લઈ જઈ કાંઈક વાર્તા કહીને ચાલી ગઈ. પછી મંત્રીપુત્રે બ્રહ્મદત્તને કહ્યું “આ હારની સાથે જે લેખ છે, તેને પ્રત્યુત્તર લેવાને માટે તે આવી હતી. તેણે જ્યારે કહ્યું કે હારની સાથે બ્રહ્મદત્તને લેખ છે, ત્યારે મેં પૂછ્યું કે
બ્રહાદત્ત કેણુ?” એટલે તે બેલી-“આ નગરમાં એક શેઠની રત્નાવતી નામે પુત્રી છે, પણ તે રૂપાંતર કરી કન્યા૫ણું લઈને જાણે રતિજ પૃથ્વી પર આવી હોય તેવી જ રૂપવંત છે. તે દિવસે સાગરદન અને બુદ્ધિલના કુકડાનું યુદ્ધ થતું હતું, ત્યારે તેણીએ આ બ્રહ્મદત્તને જોયા હતા. ત્યારથી કામાત્ત થઈ તરફડતી તે બાળા શાંતિ પામતી નથી, અને “બ્રહ્મદત્ત મારૂં શરણ હે” એમ તે હમેશાં બેલ્યા કરે છે. એક વખતે તેણે પિતે આ લેખ લખી હારની સાથે મેળવી મને આપે, અને કહ્યું કે આ બ્રહ્મદત્તને મોકલાવો.” પછી મેં દાસીની સાથે તે લેખ મોકલાવ્યું, અને તેને ખબર આપીને તેણીને આશ્વાસન આપ્યું.” આ પ્રમાણે તેની વાત સાંભળ્યા પછી મેં પણ તમારા નામને પ્રતિલેખ આપીને તેને વિદાય કરી છે.
વરધનુનાં આવાં વચન સાંભળી બ્રહ્મદત્ત દુર્વાર કામના તાપથી પીડિત થએ અને મધ્યાહૂન સૂર્યના કિરણેથી તપેલા હાથીની જેમ તે સુખે રહી શક્યો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org