Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર
[૪૩૫ ત્યાંથી નાસી ગયા, અને તમારી માતાને દીર્ઘરાજાએ નરકની જેવા ચાંડાળના પાડામાં નાખ્યા. ગુમડા ઉપર ફેલિ થઈ હોય તેમ તાપસ પાસેથી આ વાર્તા સાંભળીને આર્ત થયેલે હું દુઃખ ઉપર દુઃખ પામીને કાંપિલ્ય નગરે ગયો. અને કપટથી એક કાપાલિકને વેષ લઈને ચંડાળના પાડામાં નિરંતર ઘેરઘેર ફરવા લાગે, બેસવા લાગ્યા, અને જોવા લાગ્યા. તે લેક મને ત્યાં ભમવાનું કારણ પૂછતા ત્યારે હું કહેતે કે “માતંગી (ચાંડાલી) વિદ્યા સાધુ છું, તેનો એ કલ્પ છે. ત્યાં ભમતાં ભમતાં ત્યાંના રક્ષકની સાથે મારે વિશ્વાસપાત્ર મૈત્રી થઈ. “માયાથી શું સાધ્ય થતું નથી?”
એક દિવસે મેં તે રક્ષકની પાસે મારી માતાને કહેવરાવ્યું કે “તમારા પુત્રનો મિત્ર કડિય મહાવ્રતધારી થયે છે, તે તમને અભિનંદન કરે છે. બીજે દિવસે હું જાતે માતાની પાસે ગયે, તેમને પેલી ગુટિકા સહિત બીરાનું ફળ આપ્યું. તે ફળ ખાધાથી મારી માતા સંજ્ઞા રહિત થઈ ગયાં, એટલે કેટવાળે તેમને મરેલા ધારીને રાજાને જણાવ્યું. રાજાએ તેના શરીરના સંસ્કારને માટે પિતાના સેવકેને આજ્ઞા કરી. તે વખતે તેમની પાસે જઈને મેં કહ્યું કે “અરે રાજપુરૂ! જે આ વખતે આ સ્ત્રીને મૃતસંસ્કાર કરશે તે રાજાની ઉપર માટે અનર્થ થશે.” તે સાંભળી તેઓ ચાલ્યા ગયા. પછી મેં પેલા પુરરક્ષકને કહ્યું કે “જે તું સહાય આપે તે સર્વ લક્ષણવાળી આ સ્ત્રીના શબવડે હું એક મંત્ર સાધું. પુરરક્ષકે તેમ કરવાની હા પાડી એટલે તેની સાથે સાયંકાળે માતાને દૂર સ્મશાનમાં લઈ ગયે. ત્યાં માયા-ક પરવડે શુદ્ધ થંડિલ (જમીન) ઉપર મેં મંડળ વિગેરે કર્યા. પછી નગરદેવીઓને બળિદાન આપવા માટે તે લેવા સારૂં મેં તે આરક્ષકને મોકલ્યો. તેના ગયા પછી મેં મારી માતાને બીજી ગુટિકા આપી, એટલે તત્કાળ નિદ્રાને છેદ થયો હોય તેમ તે બગાસાં ખાતી ખાતી સચેત થઈ. પ્રથમ તે તે રૂદન કરવા લાગ્યાં, એટલે મેં મારી ઓળખાણ આપીને તેમને શાંત કર્યા. પછી હું કચ્છ ગ્રામમાં રહેતા મારા પિતાના મિત્ર દેવશર્માને ઘેર તેમને લઈ ગયે. ત્યાંથી નીકળીને અનેક સ્થાનકે પરિભ્રમણ કરતો અને તમને શોધતો શોધતો અહીં આવ્યું. સારા ભાગ્યે મારા પુણના રાશિ જેવા તમે અહીં મારા જેવામાં આવ્યા.” આ પ્રમાણે પિતાને સર્વ વૃત્તાંત કહીને પછી વરધનુએ પૂછ્યું “હે બંધુ! મારાથી જુદા પડયા પછી તમે ક્યાં ગયા અને શી રીતે રહ્યા તે કહે.” એટલે બ્રહ્મદને પિતાને સર્વ વૃત્તાંત તેને નિવેદન કર્યો. અને મિત્રો આ પ્રમાણે વાત કરે છે તેવામાં કેઈએ આવીને તેમને કહ્યું કે
આ ગામમાં દીર્ઘરાજાના સુભટે આવ્યા છે. તેઓ તમારા બનેની જેવા રૂપની આકૃતિઓ બતાવી ગામના લોકોને પૂછે છે કે આવી આકૃતિવાળા કઈ બે પુરૂષ અહીં આવ્યા છે? તે વાણી સાંભળીને હું અહીં આવ્યું, ત્યાં તે તમને બંનેને તેવી જ આકૃતિવાળા મેં અહીં જેયા, માટે હવે તમને જેમ રૂચે તેમ કરો. આ પ્રમાણે કહીને તે પુરુષ ચાલ્યા ગયે. પછી બ્રહ્મદત્ત અને મંત્રીપુત્ર બંને હાથીના બચ્ચાની જેમ તત્કાળ અરણ્યમાં નાસી ગયા. અનુક્રમે તેઓ કૌશાંબી પુરી પાસે આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org