________________
૪૩૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પોવનવતી જોઈને મારા પિતાએ મને કહ્યું કે “જે સર્વ રાજાઓ તારી અપેક્ષા કરે છે તેઓને તારે દષ્ટિએ જેવા, અને તેમાંથી જે તને ચોગ્ય લાગે તેના તારે મને ખબર આપવા.” પિતાનાં આવાં વચનથી ત્યાર પછી ચક્રવાકીની જેમ હું તે સરેવર ઉપર રહી સર્વ પાંચજનેને જેતી હતી, તેવામાં જ્યાં મને રથની પણ ગતિ થાય નહીં એવા અને અતિ દુર્લભ એવા તમે મારા ભાગ્યની વૃદ્ધિથી અહીં આવી ચડ્યા, અને મારું પાણિગ્રહણ કરીને મને કૃતાર્થ કરી.”
એક વખતે તે પલિપતિ કેઈ ગામ મારવાનું ચાલ્યું, એટલે બ્રહ્મદત્તકુમાર પણ તેની સાથે ગયે, કેમકે “ક્ષત્રિયને એ ક્રમ છે.” પછી ભિલેએ ગામ લુંટવા માંડયું, તેવામાં મંત્રીપુત્ર વરધનું સરોવર તીરે આવી હંસની જેમ કુમારના ચરણકમળમાં પડ્યો. પછી કુમારને કંઠે વળગીને તે મુક્તકંઠે રોઈ પડ્યો, કેમકે “ઈષ્ટ જનનાં દર્શન વખતે પૂર્વ દુઃખ પણ તાજાં થાય છે.” કુમારે અમૃતના ગંડૂષ જેવા કોમળ આલાપથી તેને આશ્વાસન આપીને પૂછયું, એટલે મંત્રીકુમારે પિતાને વૃત્તાંત કહેવા માંડ્યો, “હે નાથ! તમને વડના વૃક્ષ નીચે મૂકીને હું જળ લેવા ગયે હતું, ત્યાં આગળ ચાલતાં એક અમૃતના કુંડ જેવું મોટું સરોવર મેં જોયું. તેમાંથી તમારે માટે કમળના પત્રમાં જળ લઈને હું પાછો આવતું હતું, તેવામાં જાણે યમદૂત હોય તેવા અનેક કવચધારી સુભટેએ મને અટકાવ્યા. તેઓ મને પૂછવા લાગ્યા કે “હે વરધનુ! કહે, બ્રહ્મદર કયાં છે!” મેં કહ્યું કે “હું જાણતો નથી. એટલે તેઓએ ચેરની પેઠે મને મારવા માંડ્યો. તેથી મેં કહ્યું કે “બ્રહ્મદત્તને કઈ વાઘ ખાઈ ગયે છે.' તેઓ બેલ્યા કે “તે સ્થાન બતાવ. એટલે આમતેમ ભમતે હું તમારા દર્શનમાર્ગમાં આવ્યું, અને મેં તમને નાસી જવાની સંજ્ઞા કરી. પછી કોઈ તાપસે મને ગુટિકા આપી હતી, તે મેં મુખમાં નાખી. તે ગુટિકાના પ્રભાવથી હું સંજ્ઞા રહિત થઈને પડી ગયે, એટલે “આ તે મરી ગયે” એમ ધારી તેઓ મને છોડીને ચાલ્યા ગયા. તેઓના ગયા પછી ઘણીવારે મેં તે ગુટિકા મુખમાંથી કાઢી. પછી નષ્ટ થયેલા અર્થની જેમ તમને શોધવાને માટે ભમતે હું કઈ એક ગામમાં આવ્યું. ત્યાં કેઈ ઉત્તમ તાપસ મારા જોવામાં આવ્યા. જાણે તપને રાશિ હોય તેવા તે તાપસને મેં પ્રણામ કર્યા. મને જોઈને તે તાપસે કહ્યું–‘વરધનું! હું તારા પિતા ધનુને મિત્ર છું. હે મહાભાગ! તારી સાથે ભાગે બ્રહ્મદર કયાં છે?” મેં કહ્યું, બધું વિશ્વ જોયું, પણ તેને પત્તો નથી. મારી આવી દુષ્કથારૂપ ધુમાડાથી જેનું મુખ મ્યાન થયેલું છે એવા તે તાપસે કહ્યું કે “જ્યારે તે લાક્ષાગૃહ દગ્ધ થયું, ત્યારે પ્રાત:કાળે દીર્ઘરાજાએ જોયું તે તેમાંથી એકજ બળી ગયેલું મુડદું નીકળ્યું, ત્રણ મુડદાં નીકળ્યાં નહી. અંદર તપાસ કરતાં સુરંગ જોવામાં આવી, અને તેને છેડે અશ્વનાં પગલાં દીઠાં, એટલે “તમે બને ધનુમંત્રીની બુદ્ધિથીજ નાસી ગયા છે” એમ માનીને દીર્ઘરાજા ધનુમંત્રી ઉપર ઘણે ગુસ્સે થયા. પછી તમે બન્નેને બાંધી લાવવાને માટે દીર્ઘરાજાએ પ્રત્યેક દિશાએ સૂર્યના તેજની જેવા અખલિત ગતિવાળા ઘોડેસ્વારેને મોકલવાની આજ્ઞા કરી. ધનુમંત્રી તરતજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org