________________
૪૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૯ મું દેશના બ્રહ્મરાજાનો હું બ્રહ્મદત્ત નામે કુમાર છું.' આવાં તેનાં વચન સાંભળતાં જ તે રમણી હર્ષથી ઊભી થઈ. તેનાં લેકચનરૂપ અંજલિમાંથી ખરતાં આનંદાશ્રના જળથી તેણે કુમારના ચરણમાં પાઘ (ચરણદક) આપ્યું. પછી “હે કુમાર! સમુદ્રમાં ડુબતાને વહાણની જેમ આ હું અશરણ બાળાને તમે શરણ રૂપ અહીં આવ્યા છે.” એમ કહેતી તે બાળા રૂદન કરવા લાગી. કુમારે પૂછયું “તું કેમ રૂવે છે?” બાળા બેલી–હું તમારા મામા પુ૫ચૂલની રૂપવતી નામે પુત્રી છું, હજુ હું કન્યા છું, મારા પિતાએ તમને સંબંધ કરીને આપેલી છે. અન્યદા વિવાહને ઉન્મુખ થયેલી હું હંસીની જેમ ઉધાનની વાપિકાના તીર ઉપર રમવા ગઈ હતી, તેવામાં જાનકીને રાવણની જેમ નાટચોન્મત્ત નામને એક દુષ્ટ વિદ્યાધર મને હરીને અહીં લાવ્યું છે, તે મારી દષ્ટિને સહન કરી શક્યો નહીં, તેથી સૂર્પણખાના પુત્રની જેમ વિદ્યાસાધનને માટે અહીંથી જઈને એક વંશજાલિકામાં ધુમ્રપાન કરતે ઉર્વ પગે રહેલે છે. તે વિદ્યાધરને આજે વિઘા સિદ્ધ થવાની છે, વિદ્યા સિદ્ધ થયા પછી શક્તિમાન થયેલે તે મને પરણવા પ્રયત્ન કરશે.” તે સાંભળી કુમારે તેને પોતે વધ કર્યાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે રમણીને હર્ષ ઉપર હર્ષ થયો. પછી પરસ્પર અનુરક્ત થયેલા તે દંપતીએ ત્યાં ગાંધર્વ વિવાહ કર્યો. “એ વિવાહ મંત્ર રહિત છે, તે છતાં સકામ દંપતીને માટે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ ગણાય છે.” પછી વિચિત્ર વાર્તાલાપવડે તેની સાથે ક્રીડા કરતાં બ્રહ્મદત્તે તે ત્રિયામા (રાત્રી) એક યામા (પ્રડર)ની જેમ નિર્ગમન કરી.
- પ્રાતઃકાળે આકાશમાં મૃગલીઓની જે ખેચરસ્ત્રીઓને શબ્દ બ્રહ્મદત્તના સાંભળવામાં આવ્યું, એટલે “અશ્વ વગરની વૃષ્ટિ જે આ અકસ્માત કેને શબ્દ હશે?” એમ બ્રાદને પુષ્પવતીને પૂછ્યું. પુષ્પવતી સંજમવડે બેલી કે “હે પ્રિય! તમારા શત્રુ નાદોન્મત્ત વિદ્યાધરને ખંડા અને વિશાખા નામે બે બહેને છે. તે વિદ્યાધરકુમારિકાઓને આ શબ્દ છે. તેઓ પિતાના ભાઈને માટે વિવાહની સામગ્રી હાથમાં લઈને અહીં આવે છે, પરંતુ “મનુષ્ય અન્યથા ચિંતવેલા કાર્યને દૈવ અન્યથા કરી દે છે! હે સ્વામિન્ ! હમણાં તમે ક્ષણવાર દર ખસી જાઓ, એટલે હું તમારા ગુણનું કીર્તન કરીને તેમને તમારી ઉપરના રાગ વિરાગને ભાવ જાણી લઉં. હે પતિ! જે તેમને તમારા પર રાગ થશે તે હું તમને રાતી દવા બતાવીશ અને વિરાગ થશે તો શ્વેત દવા બતાવી. જે શ્વેત દવા બતાવું તે તમારે બીજી તરફ ચાલ્યા જવું, અને રાતી દવા બતાવું તે અહીં આવવું.” બ્રહ્મદત્ત બે-“હે ભીરૂ! તમે બી નહી, હું બ્રહ્મરાજાને કુમાર છું, તેથી એ સ્ત્રીએ તેષ કે રેષ પામવાથી મને શું કરી શકવાની છે?” પુષ્પવતી બલી-“હું તે વિદ્યાધરીને માટે કહેતી નથી, પણ તેમના સંબંધી ખેચરે તમારી સાથે વિરોધ કરે નહીં તે માટે કહું છું.” પછી બ્રાદત્ત તેણીના ચિત્તની અનુવૃત્તિથી એક બાજુ છુપાઈ રહ્યો. થોડીકવારમાં પુષ્પવતીએ શ્વેત વિજા ચલાવી એટલે કુમાર તે જોઈને પ્રિયાને તેને આગ્રહ હોવાથી હળવે હળવે તે પ્રદેશમાંથી બીજે ચાલ્યો ગ, નહીં તે “તેવા નરેને ભય હેતે નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org