________________
૪૩૦
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિરત્ર.
[ પ ૯ મું.
'
ગુણવતી મધુમતી નામે કન્યા છે, તેને આ પુરૂષ સિવાય બીજો કેાઈ વર નથી, કારણ કે નિમિત્તિઆએ મને કહ્યું છે કે આ કન્યાને પતિ ષટ્કંડ પૃથ્વીને પાલક થશે ' તે નિશ્ચયથી આજ પુરૂષ છે. વળી તેણેજ મને જણાવ્યું હતુ` કે વસ્ત્રથી જેણે પેાતાનું શ્રીવત્સ લાંછન ઢાંકેલુ હાય એવા જે પુરૂષ તારે ઘેર ભેાજન કરવા આવે તેને તારે આ કન્યા આપવી. ” પછી તે અંધુમતી કન્યા સાથે બ્રહ્મદત્તના વિવાહ થયા. “ ભાગીઓને અણુચિતવ્યા મનેાવાંછિત ભાગ આવી મળે છે.” તે રાત્રી બધુમતીની સાથે રહી તેને આશ્વાસન આપીને ખીજે દિવસે કુમાર ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યે. કારણ કે “ શત્રુવાળા પુરૂષ એક સ્થાને શી રીતે રહી શકે ? ’ પ્રાતઃકાળે તે એક ગામે પહેાંચ્યા. ત્યાં તેએએ સાંભળ્યું કે દીઘ રાજાએ બ્રહ્મદત્તના બધા માર્ગ રૂંધી લીધા છે.’ તે સાંભળીને ઉન્માગે ચાલતાં તેઓ એક મહાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં જાણે દીઘ રાજાના પુરૂષ! હાય તેમ અનેક ભયંકર શિકારી પ્રાણીએએ તે અટવીને રૂ'ધી લીધી હતી. તૃષા લાગેલા બ્રહ્મદત્તને ત્યાં એક વડના વૃક્ષ નીચે બેસીને મ`ત્રીકુમાર મન જેવા વેગથી જળ લેવા ચાલ્યે. ત્યાં દીરાજાના પુરૂષાએ ડુક્કરના બચ્ચાંને જેમ શ્વાન રૂપે તેમ રાષથી વરધનુને એળખવાથી રૂંધી લીધેા. પછી · પકડા, પકડા, મારા, મારા' એમ ભયકર શબ્દે ખેલતા તેઓએ તે વરધનુને પકડીને બાંધી લીધા. તેણે સજ્ઞાથી બ્રહ્મદત્તને જણાવી દીધું કે ‘ પલાયન કરા.' તેથી તત્કાળ કુમારે ત્યાંથી પલાયન કર્યું, કેમકે “ સમય આવે ત્યારેજ પરાક્રમ બતાવી શકાય છે. ” જેમ આશ્રમી પુરૂષ એક આશ્રમથી બીજે આશ્રમે જાય તેમ બ્રહ્મદત્ત વેગથી તે અટવીમાંથી બીજી અટવીમાં જતા રહ્યો. ત્યાં વરસ અને નીરસ ફળને આહાર કરતાં એ દિવસ વ્યતિક્રમાવ્યા, ત્રીજે દિવસે એક તાપસ તેના જોવામાં આન્યા. કુમારે પૂછ્યું', • ભગવન્! તમારે। આશ્રમ કચાં છે?' એટલે તે તપસ્વી તેને પેાતાના આશ્રમમાં લઈ ગયેા. “ તાપસેાને અતિથિ પ્રિય હોય છે. ” ત્યાં તેણે કુળપતિને દીઠા, એટલે પિતાની જેમ તેણે હર્ષોંથી તેને નમસ્કાર કર્યાં. અજાણી વસ્તુમાં પણ અંતઃકરણ સત્ય કલ્પના કરે છે. ” કુળપતિએ તેને પૂછ્યું કે ‘વત્સ ! તમારી આકૃતિ અત્યંત મધુર જણાય છે, તે મરૂદેશમાં કલ્પવૃક્ષ જેમ તમારૂં અહી આગમન કેમ થયું છે?' બ્રહ્મકુમારે તે મહાત્માને વિશ્વાસ લાવીને પેાતાના સર્વ વૃત્તાંત કહી ખતાબ્યા, કારણ કે પ્રાયઃ તેવા પુરૂષાની પાસે કાંઈ પણ ગાપ્ય હેતુ નથી. ’
,,
"
બ્રહ્મદત્તનો વૃત્તાંત સાંભળી કુળપતિ ખુશી થયા. તેણે હર્ષોંથી ગદ્ગદ્ અક્ષરે કહ્યું કે વત્સ ! એક આત્માના બે રૂપા થયેલ હાય તેમ હુ. તમારા પિતાનો લઘુ અંધુ છું, માટે હવે તમે તમારે ઘેરજ આવ્યા છે તેમ સમજી અહી' સુખે રહે! અને અમારા તપ વડે અમારા મનેરથની સાથે વૃદ્ધિ પામે.' પછી લેાકેાની દૃષ્ટિને આન આપનાર અને અત્યંત વિશ્વવલ્લભ કુમાર તે તાપસના આશ્રમમાં રહ્યો. અનુક્રમે વર્ષાકાળ પ્રાપ્ત થયા. ત્યાં રહીને
૧. ખામ રસવાળા.
૨. રસ વિનાના.
૩. ગેપવવા યેાગ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org