Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર
' [૪૩૧ બળદેવ પાસેથી કૃષ્ણની જેમ તે સર્વ શાસ્ત્ર શસ્ત્ર અને અસ્ત્રવિદ્યા શીખે. વર્ષાઋતુ વીત્યા પછી બંધુ જેવી શરઋતુ પ્રાપ્ત થઈ, એટલે તાપસે ફળાદિકને માટે વનમાં ગયા. તે વખતે કળપતિએ આદરથી વાર્યો તે પણ બ્રહ્મદત્ત હાથીનાં બચ્ચાઓની સાથે જેમ નાનું બચ્ચું જાય તેમ તે તેઓની સાથે વનમાં જવા ચાલી નીકળ્યો. આમ તેમ ફરતાં બ્રહ્મદત્તે કઈ હાથીનાં મૂત્ર વિષ્ટા જોયાં, એટલે કુશાગ્ર મતિવાળા તેણે જાણયું કે “અહીં નજીકમાં જ કેઈ હસ્તી રહેલે હે જઈએ.” પછી તાપસોએ તેને ઘણે વાર્યો, તથાપિ તે હાથીને પગલે પગલે પાંચ જન સુધી ગયે, ત્યાં એક પર્વત જે હાથી તેના જેવામાં આવ્યું, એટલે મલ્લ જેમ મલ્લને બોલાવે તેમ તે નરહસ્તી કુમારે પર્યકબદ્ધ થઈ ઉગ્ર ગર્જના કરી તે ઉન્મત્ત હાથીને નિઃશંકપણે બોલાવ્ય, તેથી ક્રોધથી સર્વ અંગને ઘુમાવતે, સુંઢને સંકેચતે, કર્ણને નિશ્ચળ રાખો અને તામ્રમુખ કરતે તે હસ્તી કુમાર ઉપર દેડી આવ્યું. તે નજીક આ એટલે કુમારે તેને બાળકની જેમ છેતરવાને માટે વચમાં પિતાનું ઉત્તરીય વસ નાંખ્યું. જાણે આકાશમાંથી વાદળાને ખંડ પડયો હોય તેમ તે પડતા વસ્ત્રને ક્રોધી ગજેકે દંતશળથી પ્રહાર કરવા માંડયા. પછી વાદી જેમ સ૫ને ખેલાવે તેમ રાજકુમારે અનેક પ્રકારની ચેષ્ટાથી તે હાથીને લીલાએ કરીને ખેલા. તે સમયે જાણે બ્રહ્મદત્તને મિત્ર હેય તેમ અટવીમાં અંધકાર સહિત વરસાદે આવીને જળની ધારાઓથી તે હાથીને ઉપદ્રવ કરવા માંડ્યો, તેથી તત્કાળ તે ગજેન્દ્ર વિરસ શબ્દ કરીને મૃગની જેમ નાસી ગયે. બ્રહ્મદત્ત કુમાર આખો દિવસ દિમૂઢ થઈને તેની પાછળ ભમતે ભમતે એક નદીમાં પડ્યો, પરંતુ જાણે મૂત્તિમાન આપત્તિ હેય તેવી તે નદીને કુમાર સહજમાં ઉતરી ગયો. તેને તીર ઉપર એક પુરાણું ઉજજડ થયેલું નગર તેના જેવામાં આવ્યું. તેમાં પ્રવેશ કરતા કુમારે એક વંશજાલિકા જઈ તેમાં ઉત્પાતના કેતુ અને ચંદ્ર હોય તેવા એક પગ ને મ્યાન તેના જેવામાં આવ્યાં. શયાના કૌતુકી કુમારે તે બંને વાનાં લઈને ખડગ વડે કદલીની જેમ તે વંશજાલિકાને છેદી નાખી. તેવામાં વંશજાળની અંદર જેના ઓષ્ટદલ ફરકે છે એવું એક મસ્તક સ્થળકમળની જેમ છેદાઈને પૃથ્વી પર પડેલું તેનાં જોવામાં આવ્યું, તેથી કુમારે વધારે તપાસ કરી તે “તે વંશજાળમાં રહેલા અને ધુમ્રપાન કરનારા કેઈ નિરપરાધી માણસને મેં મારી નાંખે ! મને ધિક્કાર છે!” એમ તે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યું. ત્યાંથી આગળ ચાલતાં કુમારે દેવલેકમાંથી પૃથ્વી ઉપર ઉતરેલું નંદન વન હોય એવું એક રમણિક ઉદ્યાન જોયું. તેમાં પ્રવેશ કરતાં સાતલાકની લક્ષ્મીનું રહસ્ય એકઠું થયું હોય તેવો એક સાત ભૂમિકાવાળે પ્રાસાદ તેના જેવામાં આવ્યો. બ્રહ્મદત્ત તે આકાશ સુધી ઊંચા મહેલપર ચડ્યો, એટલે તેમાં હાથ પર વદન રાખીને બેઠેલી એક ખેચરી જેવી સુંદર સ્ત્રી તેના જેવામાં આવી. કુમાર તેની પાસે આવી વિમળ વાણીએ બેલ્યો કે “તું કેણ છે? અહીં એકલી કેમ રહેલી છે? અને તારે શેક કરવાનું કારણ શું છે?” ભયભીત થયેલી તે બાળા ગદ્ગદ્ અક્ષરે બોલી કે “મારો વૃત્તાંત ઘણું મટે છે, માટે પ્રથમ તમે કહો કે તમે કોણ છે ? અને અહીં કેમ આવ્યા છે ? બ્રહ્મદત્ત બેલ્યા–પંચાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org