________________
૪ર૬]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૯ મું કે “જે આ મારા કરેલા દુષ્કર તપનું ફળ હોય તે હું ભાવી જન્મમાં આવા સ્ત્રીરત્નને પતિ થાઉં.' ચિત્રમુનિ બેલ્યા કે “અરે ભદ્ર! આ મોક્ષદાયક તપનું ફળ આવું કેમ ઈચછે છે? મુકુટને યોગ્ય એવા રત્ન કરીને ચરણપીઠ કેમ બનાવે છે? મોહથી કરેલું આ નિયાણું હજુ પણ તમે છેડી છે અને તમારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ, કેમકે તમારા જેવા મનુષ્ય માહથી મુંઝાઈ જતા નથી.” આ પ્રમાણે ચિત્ર સાધુએ તેમને ઘણું વાર્યા, તે પણ સંભૂતમુનિએ પિતાનું નિયાણું છેડયું નહીં. “અહો ! વિષયેચ્છા મહા બળવાન છે!” પછી બને મુનિ પરિપૂર્ણ અનશનને પાળી આયુકમને ક્ષય થતાં મૃત્યુ પામીને મૌધર્મદેવલેકના સુંદર નામના વિમાનમાં દેવતા થયા.
ચિત્રને જીવ પહેલા દેવલોકમાંથી ઍવી પુરીમતાલ નગરમાં એક ધનાઢ્ય વણિકને પુત્ર થશે. અને સંભૂતને જીવ ત્યાંથી ચ્યવી કાંપિલ્ય નગરના બ્રહ્મરાજાની સ્ત્રી ચુલની દેવીના ઉદરમાં અવતર્યો. ચૌદ મહાસ્વએ જેને ચક્રવર્તીને વૈભવ સૂચવે છે એ તે સુવર્ણના જેવા વર્ણવાળે અને સાત ધનુષ્ય ઊંચી કાયાવાળે છે. બ્રહ્મના જેવા આનંદથી બ્રહ્મરાજાએ બ્રહ્માંડમાં બ્રહ્મદર એવું તેનું નામ પાડ્યું. જગતના નેત્રરૂપી કુમુદને હર્ષ આપતે અને કળાના કલાપથી પોષણ થતે તે નિર્મળ ચંદ્રની જેમ વધવા લાગે.
બ્રહ્માને જેમ ચાર મુખ હોય છે તેમ તે બ્રહ્મરાજાને ચાર પ્રિય મિત્રો હતા. તેમાં પહેલે કાશી દેશનો રાજા કટક, બીજે હસ્તિનાપુરને રાજા કર્ણરૂદત્ત, ત્રીજે કેશલ દેશનો રાજા દીર્ઘ અને એથે ચંપા નગરીને રાજા પુ૫ચૂલ હતે. તે પાંચે મિત્રો નેહથી નંદનવનમાં કલ્પવૃક્ષેની જેમ પોતાના અંતઃપુર સાથે એક એકના નગરમાં એક એક વર્ષ રહેતા હતા. અન્યદા તેઓ વારા પ્રમાણે બ્રહ્મરાજાના નગરમાં એકઠા થયા. ત્યાં કીડા કરતાં તેમને કેટલેક કાળ ચાલ્યા ગયે. બ્રહ્મદત્તને બાર વર્ષ પૂર્ણ થયાં તે સમયમાં બ્રહ્મરાજા મસ્તકની વેદનાથી પરલેકને પ્રાપ્ત થયે. બ્રહારાજાની ઉત્તરક્રિયા કરીને મૂર્તિમાન ચાર ઉપાય જેવા તે કટક વિગેરે ચાર મિત્રો આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, “આપણા મિત્ર બ્રહ્મરાજા કુમાર આ બ્રહ્મદત્ત જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી આપણે એક એક જણાએ એક એક વર્ષ પહેરેગીરની જેમ તેના અને રાજયના રક્ષક થઈને અહીં રહેવું એગ્ય છે. આ નિર્ણય થવાથી પ્રથમ દીર્ધ રાજા તે મિત્રના રાજ્યની રક્ષા કરવાને રહ્યો અને બીજા ત્રણે રાજાઓ પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. પછી બુદ્ધિભ્રષ્ટ થયેલો દીઘરાજા રક્ષક વગરના ક્ષેત્રને સાંઢ ભેગવે તેમ બદ્ધરાજાના રાજ્યની સમૃદ્ધિને સ્વછંદપણે ભેગવવા લાગે. તે મૂઢ બુદ્ધિ બીજાના મર્મને જેમ દુર્જન શોધે તેમ લાંબા કાળથી ગુપ્ત રાખેલા કેશ (ભંડાર)ને શોધવા લાગ્યો. તેમજ પૂર્વના પરિચયથી તે બ્રહ્મરાજાના અંતઃપુરમાં પણ ઉશૃંખલપણે વિચારવા લાગ્યું. “મનુષ્યને આધિપત્યજ અધર્મકારક છે.”
એક વખતે કામદેવના બાણથી વિંધાયેલા દીર્ઘરાજાએ ચુલનીદેવીની સાથે એકાંતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org