________________
૪૨૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ઉભું મુનિએ ધ્યાનને સમાપ્ત કરીને તેમને કહ્યું કે “તમે બે કેણ છે? અને અહીં કેમ આવ્યા છે?” તેઓએ પોતાને સર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યું. મુનિ બેલ્યા કે “ભૃગુપત કરવાથી તમારા શરીરને નાશ થશે, પણ સેંકડો જન્મથી ઉપાર્જન કરેલા તમારા અશુભ કર્મને કાંઈ નાશ થશે નહીં. જે તમારે આ શરીરને ત્યાગજ કરવો હોય તે સ્વર્ગ અને મોક્ષાદિના કારણરૂપ પરમ તપ તપીને એ શરીરનું ફળ ગ્રહણ કરે.” ઈત્યાદિક દેશનાવાકયરૂપ અમૃતથી જેમનાં મન ધોવાઈને નિર્મળ થયાં છે એવા તે બંનેએ તત્કાળ તે મુનિ પાસે યતિધર્મ ગ્રહણ કર્યો. અનુક્રમે શાસ્ત્રોનું અધ્યયન કરીને તેઓ ગીતાર્થ થયા. “મનસ્વી જેને જેને ગ્રહણ કરવામાં આદર કરે તેમનું ગ્રહણ કેમ ન થાય?” છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે અતિ દુસ્તપ તપીને તેમણે પૂર્વ કર્મની સાથે પિતાના શરીરને શોષવી નાખ્યું. પછી શહેરે શહેર અને ગામે ગામ વિહાર કરતા તેઓ અન્યદા હસ્તિનાપુર સમીપે આવ્યા. ત્યાં નગર બહાર ઉદ્યાનમાં રહીને તેઓએ દુસ્તપ તપ કરવા માંડ્યું. “શાંત ચિત્તવાળા મનુષ્યને સંભેગની ભૂમિ પણ તપસ્યાને માટે થાય છે.”
એક વખતે જાણે શરીરધારી યતિધર્મ હોય તેવા સંભૂત મુનિએ માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માગવાને માટે પ્રવેશ કર્યો. ઈસમિતિપૂર્વક ઘેરઘેર ભમતા તે મુનિ માર્ગમાં નમુચિ મંત્રીના જોવામાં આવ્યા, એટલે “આ ચંડાળને પુત્ર મારે વૃત્તાંત જાહેર કરશે' એમ મંત્રીના ચિત્તમાં ચિંતા ઉત્પન્ન થઈ, કારણ કે પાપી જને સર્વ ઠેકાણે શક્તિ હોય છે.” પછી “જ્યાં સુધી આ મારા મર્મને પ્રકાશિત ન કરે ત્યાં સુધીમાં તેને હું નગર બહાર કાઢી મૂકાવું” એવો વિચાર કરીને પોતાના સેવકને તેને નગરની બહાર કાઢી મૂકવાની આજ્ઞા કરી, એટલે તે સેવકેએ મંત્રીના તે પૂર્વોપકારીને મારવાનો આરંભ કર્યો. “દુર્જન ઉપર ઉપકાર કરે તે સપને દુધ પાવા જેવું છે.” જેમ ધાન્યના પુંજને કુટે તેમ તે સેવકેએ મુનિને કુટયા, એટલે તે ત્યાંથી ઉપવનમાં જવા માટે ઉતાવળે ચાલ્યા, તથાપિ તેઓએ તેમને છોડ્યા નહીં, એટલે નિરૂપાય એવા મુનિને શાંત છતાં પણ કપ ચડ્યો, કેમકે “અગ્નિના તાપથી શીતળ જળ પણ ઉષ્ણ થાય છે.” તત્કાળ મુનિનાં મુખમાંથી અકાળે ઉત્પન્ન થયેલા મેઘમાંથી વિજળીની જેમ તે જેલેશ્યા ઉત્પન્ન થઈ. તે વીજળીના મંડળની જેમ આકાશને પ્રકાશની મોટી મોટી જવાળાએથી ઉલ્લાસ પામવા લાગી. આ પ્રમાણે કેપથી તેજલેશ્યાને ધારણ કરતા મુનિને પ્રસન્ન કરવાને માટે નગરજને ભયથી અને કૌતુકથી ત્યાં આવ્યા. રાજા સનસ્કુમાર પણ તે વાત સાંભળીને તત્કાળ ત્યાં આવ્યા, કેમકે “સદ્દબુદ્ધિવાળા પુરૂષે જ્યાંથી અગ્નિ ઉઠે ત્યાંથી જ બુઝાવી દેવો જોઈએ.” રાજા સંભૂતમુનિને નમસ્કાર કરી બોલ્યા કે “હે ભગવન્! તમને આમ કરવું શું ઘટિત છે? “ચંદ્રકાંત મણિ સૂર્યનાં કિરણોથી તપે તો પણ તે પિતાની શીતળ કાંતિને છોડતું નથી.” આ સેવકોએ તમારો જે અપરાધ કર્યો, તેથી તમને કોપ થવાનો સંભવ છે, કેમકે ક્ષીરસાગરનું મથન કરતાં પણ શું કાલકૂટ વિષ ઉત્પન્ન નથી થયું પરંતુ પુરૂષને ક્રોધ દુર્જનના સનેહ જેવો હોય છે, એટલે કે પુરૂષોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org