Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૪ર૭
સગ ૧ લો ]
શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર કેટલીક બ્રહ્મદત્તના વિવાહને મિષે અતિમાત્ર મસલત કરી. તેમાં બ્રહારાજાના સુકૃત આચારની અને લેકોની અવગણના કરી. મેહ પામેલી ચુલનીદેવીએ તેને સ્વીકાર કર્યો, કેમકે “ઇદ્રિ અતિ દુર્વાર હોય છે.” બ્રહ્મરાજાના રાજ્યમાં રહીને ચુલનીએ પતિને પ્રેમ અને દીર્થે મિત્રને નેહ છોડી દીધું. “અહો! કામદેવ સર્વકષ છે.” કાગડા અને માછલાની જેમ ઈચ્છા પ્રમાણે સુખે વિલાસ કરતા તે બન્નેને મુહૂર્તની જેમ ઘણું દિવસે ચાલ્યા ગયા.
અન્યદા જાણે બ્રહ્મરાજાનું બીજું હૃદય હોય તેવા ધનુ નામના મંત્રીએ તેમનું આ દુચેષ્ટિત સ્પષ્ટ રીતે જાણી લીધું. મંત્રીએ વિચાર્યું કે “કદિ ચુલની સ્વભાવને લીધે આવું અકાર્ય આચરે, કારણ કે સતી સ્ત્રીઓ વિરલ હોય છે, પણ જે દીર્ઘરાજાને કોશ અને અંતઃપુર સહિત બધું રાજય વિશ્વાસથી થાપણુરૂપે અર્પણ કરેલું છે, તે જ્યારે વિકાર પામીને આવું અકાર્ય કરે છે ત્યારે ચુલનીનું અકાર્ય કાંઈ ગણત્રીમાં નથી. હવે તેઓ આ બ્રહ્મદત્ત કુમારનું રખે કાંઈ વિપ્રિય કરે નહીં તે વિચારવાનું છે, કેમકે પોષણ કર્યા છતાં પણ દુર્જન માજરની જેમ કદિ પણ પિતાને થતું નથી.” આવો વિચાર કરીને મંત્રીએ પોતાના વરધનુ નામના પુત્રને આ વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવવાની અને નિરંતર તેની સેવા કરવાની આજ્ઞા કરી. મંત્રીપુત્રે તે વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવ્યું એટલે તેણે નવા મદધારી હસ્તીની જેમ હળવે હળવે પિતાને કો૫ પ્રગટ કર્યો. પિતાની માતાના આવા દુશ્ચરિતને નહી સહન કરતે બ્રહ્મદત્ત એક દિવસ હાથમાં એક કાગડો અને એક કેકિલા લઈને અંતઃપુરમાં ગયે. પછી
આ પક્ષીની જેમ જે વર્ણશંકરપણું કરશે તેને હું જરૂર નિગ્રહ કરીશ.” આ પ્રમાણે કુમાર ત્યાં ઊંચે સ્વરે છે. તે સાંભળીને એકાંતમાં ચુલનીને દીર્ઘરાજાએ કહ્યું કે “હું કાગડો અને તું કે કિલા છો એમ સમજજે, તેથી આ કુમાર આપણ બનેને જરૂર નિગ્રહ કરશે.” દેવી બેલી કે “એ બાળકના બેલ ઉપરથી ભય પામશે નહીં.?
અન્યદા વળી બ્રહ્મદત્ત એક ભદ્ર જાતિની હાથિણીની સાથે હલકી જાતિના હાથીને લાવી પૂર્વ પ્રમાણે જ તેના મૃત્યુ સૂચક વચન બોલ્યા. તે સાંભળી દીર્ઘ ચુલનીને કહ્યું કે “આ બાળકનું ભાષણ સાભિપ્રાય છે.” ચુલનીએ કહ્યું કે “કદિ એમ હોય તે પણ તેથી શું?' એક વખતે હંસીને સાથે બગલાને બાંધી અંતઃપુરમાં લઈ જઈને બ્રહ્મદત્ત કહેવા લાગ્યો કે “આની પેઠે કઈ રમશે તેને હું સહન કરીશ નહીં.' તે સાંભળીને દીર્ઘરાજા બે -“હે દેવી! અંદર ઉત્પન્ન થયેલા રેષાગ્નિથી બહાર નીકળતા ધુમાડાના ઉદગાર જેવી આ તારા બાળપુત્રની વાણું સાંભળ. આ કુમાર માટે થવાથી હાથી અને હાથિણીને કેશરીસિંહની જેમ આપણને અવશ્ય વિઘકર્તા થશે, માટે જ્યાં સુધી આ કુમાર કવચધારી ન થાય ત્યાં સુધીમાં વિશ્વના બાળવૃક્ષની જેમ તેને ઉકેલી નાખ યેાગ્ય છે.” ચુલની બેલીઆવા રાજ્યધર પુત્રને કેમ મારી નખાય! કેમકે તિર્યંચ પણ પિતાના પ્રાણની જેમ પુત્રોની રક્ષા કરે છે.” દીઈ બેલ્યો કે-“અરે રાણી ! આ પુત્ર મૂર્તિમાન તારે કાળજ આવે છે, તેથી તેની ઉપર તું માહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org