________________
૪૨૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૯ મું તેવા કૃષ્ણ સર્પે તે બંનેમાંથી એકને દંશ કર્યો. પછી તે સર્ષની બીજો ભાઈ શોધ કરવા લાગે, એટલે જાણે પૂર્વનું વૈર હોય તેમ તે દુષ્ટ સર્ષે તેને પણ દંશ કર્યો. તેના દંશને પ્રતીકાર ન થવાથી તે બિચારા મૃત્યુ પામી ગયા, અને મનુષ્યપણુમાં જેમ આવ્યા હતા તેમજ પાછા ચાલ્યા ગયા. તેમના નિષ્ફળ જન્મને ધિક્કાર છે! ત્યાંથી મૃત્યુ પામીને કાલિંજર ગિરિના શિખર ઉપર એક મૃગલીના ઉદરથી તેઓ બે મૃગરૂપે ઉત્પન્ન થયા. તે બને પ્રીતિથી સાથે ફરતા હતા, તેવામાં એક શીકારીએ એકજ બાવડે સમકાળે તેમને મારી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને ગંગાનદીના કિનારે એક રાજહંસીના ઉદરથી પૂર્વની જેમ જુગળીઆરૂપે ઉત્પન્ન થયા. એક વખતે તેઓ સાથે ક્રીડા કરતા હતા, તેવામાં કોઈ ઢીમરે જાળ પાથરી તેમાં પકડી લઈ ગ્રીવા ભાંગીને તેમને મારી નાખ્યા. “ધર્મહીનની પ્રાયે એવીજ ગતિ હોય છે.” ત્યાંથી મૃત્યુ પામીને કાશીપુરીમાં ભૂતદત્ત નામના સમૃદ્ધિમાન ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂત નામે બે પુત્રપણે ઉત્પન્ન થયા. તેઓને પરસ્પર અત્યંત સનેહ હોવાથી તેઓ કદિ પણ જુદા પડતા નહીં. નખ અને માંસ જે દઢ તેમને સંબંધ હતો. તે સમયે તે વારાણસી નગરીમાં શંખ નામે રાજા હતા. અને તેનો નમુચિ નામે પ્રધાન હતું. એક વખતે તે નમુચિ પ્રધાન મોટા અપરાધમાં આવ્યો, તેથી રાજાએ તેને ગુપ્ત રીતે મારી નાખવા સારૂ ભૂતદત્ત ચંડાળને સોંપી દીધે. તેણે નમુચિને કહ્યું કે “જો તું મારા પુત્રોને ભૂમિગૃહ (સેંથરા )માં રહીને ગુપ્ત રીતે ભણાવ તે હું મારા આત્માની જેમ તારી ગુપ્તપણે રક્ષા કરૂં”. નમુચિએ માતંગપતિનું તે વચન કબુલ કર્યું, કેમકે “માણસ જીવિતને માટે ન કરે તેવું કાંઈ નથી.” પછી નમુચિ ચિત્ર અને સંભૂતને વિચિત્ર કળાઓને અભ્યાસ કરાવવા લાગે. કેટલેક દિવસે અનુરાગી થયેલી તે ચંડાળની સ્ત્રીની સાથે રમવા લાગ્યા. તે વાત જાણવામાં આવતાં ભૂતદત્તે તેને મારવાને નિશ્ચય કર્યો. પિતાની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા વ્યભિચારીને દેષ કોણ સહન કરે?” તે વાતની ચિત્ર સંભૂતને ખબર પડવાથી તે ચંડાળના પુત્રોએ ભય બતાવી નમુચિને નસાડી મૂક્યો. તેના પ્રાણરક્ષણરૂપ વિદ્યાભ્યાસની દક્ષિણ તેઓએ આપી. ત્યાંથી નાસીને તે નમુચિ હસ્તિનાપુરમાં આવ્યું. ત્યાં સનસ્કુમાર ચક્રીએ પિતાને પ્રધાન કર્યો.
અહીં ચિત્ર અને સંભૂત નવયૌવન વયને પ્રાપ્ત થયા, એટલે તેઓ જાણે અશ્વિનીકુમાર કોઈ હેતુથી પૃથ્વી પર આવ્યા હોય તેવા દેખાવા લાગ્યા. હહ અને હૂહૂ ગંધર્વને પણ ઉપહાસ્ય કરે તેવું અતિ મધુર ગીત તેઓ ગાવા લાગ્યા, અને નારદ તથા તુંબરૂને પણ તિરસ્કાર કરે એવી વીણા વગાડવા લાગ્યા, જ્યારે તેઓ ગીતપ્રબંધને અનુસરીને અતિ સ્પષ્ટ એવા સાત સ્વરોની વીણુ વગાડતા હતા, ત્યારે કિનારે પણ તેમના કિંકર થઈ જતા હતા. ધીર શેષણથી મૃદંગને વગાડતા ત્યારે મુરલીને નાદ કરનારા કૃષ્ણની પણ વિડંબના કરતા હતા. શંકર, પાર્વતી, ઉર્વશી, રંભા, મુંજકેશી અને તિત્તમાં પણ જે નાટ્યને જાણતી ન હતી, તે નાટયનો તેઓ અભિનય કરતા હતા. સર્વ ગાંધર્વનું સર્વસ્વ અને વિશ્વને કામણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org