Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
మాయనయందు
पर्व नवमुं
સર્ગ ૧ લો
2222222222222
શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર 1 શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને તેમના તીર્થમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર હવે કહેવામાં આવશે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સાકેતપુર નામે નગર છે. તેમાં પૂર્વે ચંદ્રાવતંસ નામે રાજાને મુનિચંદ્ર નામે એક પુત્ર હતું. તેણે કામગથી નિવેદ પામીને ભારવાહી માણસ જેમ ભારને ત્યજી દે તેમ સંસારને ત્યજીને સાગરચંદ્ર નામના મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. એક વખત જગતને પૂજવા ગ્ય એવી દીક્ષાને પાલન કરતા તે મુનિ ગુરૂની સાથે દેશાંતરમાં વિહાર કરવા ચાલ્યા. માર્ગમાં ભિક્ષાને માટે તે એક ગામમાં ગયા. ત્યાં તે શેકાવાથી અને સાર્થના ચાલ્યા જવાથી યુથમાંથી જુદા પડેલા મૃગલાની જેમ તે સાર્થભ્રષ્ટ થઈને અટવીમાં ભટકવા લાગ્યા. ત્યાં ક્ષુધા અને તુષાથી આક્રાંત થઈને તે ગ્લાનિ પામી ગયા. તેવામાં તેમને ચાર ગોવાળે મળ્યા, તેમણે બાંધવની જેમ તેમની સેવા કરી. મુનિએ તેમના ઉપકારને માટે ધર્મ દેશના આપી, કેમકે “સતપુરૂષ અપકારી ઉપર પણ કૃપા કરે છે, તે ઉપકારી ઉપર તે શા માટે ન કરે?” જાણે ચતુર્વિધ ધર્મની ચારે મૂર્તિ હોય તેવા સમતાવાળા તે ચારે જણાએ તેમની દેશના સાંભળીને તેમની પાસે દીક્ષા લીધી. તે ચારે મુનિઓએ સમ્યક્ પ્રકારે વ્રત પાલન કર્યુંપરંતુ તેમાંથી બે જણે ધર્મની જુગુપ્સા કરી. “પ્રાણીઓની મનોવૃત્તિ વિચિત્ર છે.” તેઓએ જે કે ધર્મની જુગુપ્સા કરી તથાપિ તે પણ તપસ્યાના પ્રભાવથી દેવલેકમાં ગયા, કારણ કે “એક દિવસનું તપ પણ સ્વર્ગને માટે થાય છે.”
- દેવલોકમાંથી ચ્યવને તે બંને જણ દશપુર નગરમાં શાંડિલ્ય નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીથી યુગલપુત્રપણે ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા, એટલે પિતાની આજ્ઞાથી તેઓ ક્ષેત્રની રક્ષા કરવાને ગયા. “દાસીપુત્રોનું એ કામ જ છે.” રાત્રે તેઓ ક્ષેત્રમાં સુઈ ગયા હતા, તેવામાં વડના કેટરમાંથી નીકળીને યમરાજને બંધ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org