Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર
[૪૨૩ રૂપ અપૂર્વ સંગીત પ્રકાશ કરતાં તેઓએ સર્વના મનનું હરણ કર્યું. એક વખતે તે નગરીમાં મદનેત્સવ પ્રવર્યો, એટલે નગરજનો સંગીતના રસિક થઈને નગર બહાર નીકળ્યા. તે વખતે ચિત્ર અને સંભૂત પણ ગાતા ગાતા તે તરફ નીકળ્યા. તેમના ગીતથી આકર્ષાઈને મૃગલાની જેમ પુરજને એકઠા થયા. તે વખતે કેઈએ રાજા પાસે આવીને કહ્યું કે “બે ચંડાળાએ આપણું નગરજનેને ગીતથી આકર્ષાને પોતાની જેવા મલિન કરી નાખ્યા છે.” તત્કાળ રાજાએ કેટવાળને બોલાવીને આક્ષેપપૂર્વક હુકમ કર્યો કે “એ બે ચંડાળને નગરીના કોઈ પણ પ્રદેશમાં પેસવા દેવા નહીં.” કેટવાળે તેમને ખબર આપવાથી તેઓ તે દિવસથી વારાણસીથી દૂર જ રહેવા લાગ્યા. એક વખતે વારાણસીમાં કૌમુદી ઉત્સવ પ્રવર્યો, એટલે ઇંદ્રિયની ચપળતાથી તેઓએ રાજાના શાસનનું ઉલ્લંઘન કરીને ભમરા જેમ હાથીના ગંડસ્થળ પર પ્રવેશ કરે તેમ તે નગરીમાં પ્રવેશ કર્યો. સર્વ અંગ પર બુર નાંખીને ઉત્સવને જોતાં ચેરની જેમ આખી નગરીમાં તેઓ છાની રીતે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં જેમ શિયાળ બીજા શિયાળના શબ્દ સાથે મેળવીને બેલે તેમ નગરજનેનાં ગીત સાથે પિતાના સ્વરને મેળવીને તેઓ તારસ્વરે ગાવા લાગ્યા, કેમકે “ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરવું અશક્ય છે.” કાનને અત્યંત મધુર લાગે એવું તેમનું ગીત સાંભળીને મધ પર માખીઓની જેમ યુવાન નગરજને તેમની ફરતા ફરી વળ્યા. પછી “આ બે જણું કોણ છે? તે જાણવાને માટે લોકોએ તેમના શરીર પરથી બુરખા ખેંચી લીધા, એટલે “અરે આ તો પેલા ચંડાળ છે” એમ આક્ષેપ પૂર્વક તેઓ બેલી ઊડ્યા. પછી નગરજને એ લાકડી અને ઢેખાળાથી તેમને કુટવા માંડયા; એટલે ઘરમાંથી શ્વાનની જેમ તેઓ ડોક નીચી કરીને નગરમાંથી નીકળી ગયા. લોકેએ તેમજ બાળકના સમૂહે મારેલા તેઓ પગલે પગલે
ખલિત થતાં માંડમાંડ ગંભીર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં સ્થિત થઈને તેઓ વિચાર કરવા લાગ્યા કે “સર્ષે સુંઘેલા દુધની જેમ હીન જાતિથી દુષિત એવાં આપણાં કળા, કૌશલ્ય અને રૂપ વિગેરેને ધિક્કાર છે! આપણે યાયન વિગેરે ગુણથી કરેલો ઉપકાર આપણને અપકારરૂપ થઈ પડશે. શાંતિકાર્ય કરતાં ઉલટે વેતાળ ઉત્પન્ન થયે; પરંતુ આપણામાં રહેલ કળા, લાવણ્ય અને રૂપ આપણુ આ શરીર સાથે એકરૂપ થઈ ગયાં છે, અને સર્વ અનર્થનું કારણ આ શરીર જ છે, માટે તેને કોઈ પણ રીતે તૃણની જેમ ત્યજી દઈએ.” આવો નિશ્ચય કરી પ્રાણ છેડવામાં તત્પર થયેલા તેઓ જાણે સાક્ષાત્ મૃત્યુને જેવા જતા હોય તેમ દક્ષિણ દિશા તરફ ચાલ્યા.
ઘણે દૂર જતાં એક મોટો ગિરિ તેમના જેવામાં આવ્યું. તે એટલે ઊંચે હતું કે જેના ઉપર ચઢવાથી પૃથ્વી પર રહેલા મોટા હાથીઓ પણ બચ્ચાં જેવા દેખાતા હતા. પછી ભૂગુપાત (ભેરવજવ) કરવાની ઈચ્છાએ તેઓ તેની ઉપર ચઢયા, ત્યાં ગુણના જંગમગિરિરૂપ એક મહામુનિ તેમના જોવામાં આવ્યા. વર્ષાકાળના મેઘની જેમ ગિરિશિખર પર રહેલા તે મુનિને જોઈને તેમના સંતાપને પ્રસાર નાશ પામી ગયે. પછી આનંદાશ્રુના મિષથી જાણે પૂર્વના દુઃખને છોડી દેતા હોય તેમ તેઓ ભ્રમરની જેમ સદ્ય તેમના ચરણકમળમાં પડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org