Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પર મ ] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ [૪૧૯ પરિવાર થયો. એટલા પરિવારથી પરવારેલા, અનેક સુર, અસુર અને રાજાઓએ યુક્ત થયેલા પ્રભુ પિતાને નિર્વાણ સમય નજીક જાણીને રેવતગિરિ ઉપર પધાર્યા. ત્યાં ઈદ્રોએ રચેલા સમવસરણમાં બેસીને પ્રભુએ સર્વ જીવોના અનુગ્રહની ઈચ્છાથી છેલ્લી દેશના આપી. તે દેશનાથી પ્રતિબધ પામીને કેટલાકે દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા અને કેટલાક ભદ્રિકભાવી થયા. પછી પાંચસો ને છત્રીશ મુનિઓની સાથે પ્રભુએ એક મહીનાનું પાદપેપગમ અનશન કર્યું, અને આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં સાયંકાળે શૈલેશીધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુ તે મુનિઓની સાથે નિર્વાણપદને પ્રાપ્ત થયા.
પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે કુમાર, કૃષ્ણની આઠે પટ્ટરાણીઓ, ભગવંતના બંધુઓ, બીજા પણ ઘણું વ્રતધારી મુનિઓ અને રાજમતી વિગેરે સાધ્વીઓ અવ્યયપદને પ્રાપ્ત થયાં. રથનેમિએ ચારસો વર્ષ ગૃહસ્થપણુમાં, એક વર્ષ છદ્મસ્થપણામાં અને પાંચ વર્ષ કેવળપણમાં એમ સર્વ મળીને નવસે ને એક વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કર્યું. એ જ પ્રમાણે કૌમારાવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવળીઅવસ્થાના વિભાગે કરીને રાજીમતીએ પણ એટલું જ આયુષ્ય ભેગવ્યું. શિવાદેવી અને સમુદ્રવિજય રાજા માહેંદ્ર દેવલેકમાં ગયા, અને બીજા દશાહ મહદ્ધિક દેવપણાને પ્રાપ્ત થયા. કૌમારપણામાં ત્રણ વર્ષ અને છઘસ્થ તથા કેવળીપણામાં સાત વર્ષ-એમ એક હજાર વર્ષનું આયુષ્ય શ્રી નેમિનાથ ભગવંતે ભગવ્યું. શ્રી નમિનાથ પ્રભુના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ થયું.
ભગવંત નિર્વાણ પામ્યા એટલે શકઈકની આજ્ઞાથી કુબેરે એક શિબિકા વિકવી, અને શકઇ વિધિપૂર્વક પ્રભુના અંગની પૂજા કરીને પિતે જ તે શિબિકામાં પ્રભુને પધરાવ્યા. દેવતાઓએ નૈહત્ય દિશામાં રત્નશિલા ઉપર ગોશીષચંદનનાં કાષ્ટની ચિતા રચી. ઇંદ્રો પ્રભુની શિબિકાને ઉપાડીને ત્યાં લાવ્યા, અને શ્રી નેમિપ્રભુના શરીરને ચિતામાં પધરાવ્યું. ઇંદ્રની આજ્ઞાથી અગ્નિકુમારોએ તે ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યો, અને વાયુકુમારોએ સત્વર તે અગ્નિને પ્રજવલિત કર્યો. તેમને દેહ દગ્ધ થયા પછી ક્ષીરસાગરના જળથી દેએ અગ્નિને બુઝાવી દીધે, એટલે શક અને ઈશાન વિગેરે ઇદ્રોએ પ્રભુની દાઢાએ ગ્રહણ કરી. બાકીનાં અસ્થિ દેવતાઓએ લીધાં, દેવીઓએ તેમનાં પુષ્પ લીધાં, રાજાઓએ વસ્ત્રો લીધાં અને લેકેએ ભસમ ગ્રહણ કરી. પ્રભુના સંસ્કારવાળી વૈર્યમણિની શિલા ઉપર ઇંદ્ર પોતાના વજથી પ્રભુનાં લક્ષણ અને નામ લખ્યા પછી તે શિલા ઉપર શ્રી નેમિનાથની પ્રતિમા સહિત એક પવિત્ર ચિત્ય કરાવ્યું. આ પ્રમાણે સર્વ ક્રિયા કરીને શક્રાદિક દેવતાઓ પિતપતાને સ્થાનકે ગયા.
અહીં પાંડ વિહાર કરતાં કરતાં હસ્તીક૫ નગરે આવ્યા, ત્યાં તેઓ પરસ્પર પ્રીતિથી કહેવા લાગ્યા કે “હવે અહીંથી રૈવતાચલ ગિરિ માત્ર બાર યોજન દૂર છે, તેથી કાલે પ્રાતઃકાળે શ્રી નેમિનાથના દર્શન કરીને જ આપણે માસિક તપનું પારણું કરશું.” એવામાં તે લેકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org