Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [[પવું ૮ મું ઉદ્ઘોષણા કરી કે હે લેકો! તમે અમારી ભીતી પ્રતિમા કરીને ઉત્કૃષ્ટ દેવતાની બુદ્ધિઓ આદરપૂર્વક તેની પૂજા કરો. અમેજ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કરનારા છીએ. અમે દેવલોકમાંથી અહીં આવીએ છીએ અને વેચ્છાથી પાછા દેવલેકમાં જઈએ છીએ. અમેજ દ્વારકા રચી હતી અને સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાછી અમેજ સંહરી લીધી છે. અમારા સિવાય બીજે કઈ કર્તા હર્તા નથી, અમેજ સ્વર્ગલેકના આપનારા છીએ. આ પ્રમાણેની તેમની વાણીથી સર્વ લેકે શહેરે શહેરમાં અને ગામે ગામમાં રામ કૃષ્ણની પ્રતિમા કરીને પૂજવા લાગ્યા. બળરામ દેવતા જેઓ તેમની પ્રતિમાની પૂજા કરે તેમને માટે ઉદય આપવા લાગ્યા, તેથી સર્વ કે તેના વિશેષ પ્રકારે ભક્ત થયા. આ પ્રમાણે રામે પિતાના ભાઈ કૃષ્ણનાં વચન પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પિતાની કીર્તિ અને પૂજા ફેલાવી. પછી તે નાના ભાઈના દુખે કચવાતા મને બ્રહ્મદેવલોકમાં ગયા.
અહીં જરાકુમાર પાંડવોની પાસે આવ્યું અને કૃષ્ણનું કૌસ્તુભ રત્ન આપીને દ્વારકા નગરીના દાહ વિગેરેની સર્વ વાર્તા કહી સંભળાવી. તેઓ તે વાત સાંભળીને સઘ શેકમગ્ન થઈ ગયા, અને સહેદર બંધુની જેમ તેઓએ એક વર્ષ સુધી કૃષ્ણની પ્રતિક્રિયા કરી. પછી તેઓને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને શ્રી નેમિનાથ ચતુર્ગાની એવા ધર્મશેષ નામના મુનિને પાંચ મુનિએની સાથે ત્યાં મોકલ્યા. તેમના આવવાથી જરાકુમારને રાજ્ય ઉપર બેસાડી પાંડેએ દ્રૌપદી સહિત તે મુનિની પાસે દીક્ષા લીધી, અને તેમણે અભિગ્રહ સહિત તપ આરંહ્યું. ભીમે એ અભિગ્રહ કર્યો કે “જે કઈ ભાલાના અગ્ર ભાગથી ઉંછ (ભિક્ષા) આપશે, તેજ હું ગ્રહણ કરીશ.” એ અભિગ્રહ છ માસે પૂરે થ, દ્વાદશાંગધારી તે પાંડવો અનુક્રમે પૃથ્વી પર વિહાર કરતા કરતા શ્રી નેમિનાથ પ્રભુને વાંદવાની ઉત્કંઠાએ ચાલ્યા.
શ્રી નેમિનાથ પ્રભુએ મધ્ય દેશ વિગેરેમાં વિહાર કરી, ઉત્તર દિશામાં રાજપુર વિગેરે શહેરમાં વિહાર કરી, ત્યાંથી હીમાન્ ગિરિ ઉપર જઈ આવી, તેમજ અનેક મ્લેચ્છ દેશમાં પણ વિહાર કરીને ઘણા રાજાઓ અને મંત્રીઓને પ્રતિબંધ કર્યો. વિશ્વના મહને હરનાર પ્રભુ આર્ય અનાર્ય દેશમાં વિહાર કરી પાછા ડ્રીમાન ગિરિ ઉપર આવ્યા, અને ત્યાંથી પાછા કિરાત દેશમાં વિચર્યા. હીમાન ગિરિ પરથી ઉતરી દક્ષિણાપથ દેશમાં આવ્યા, અને ત્યાં સૂર્યની જેમ ભવ્ય પ્રાણીરૂપ કમળવનને બોધ કર્યો
કેવળજ્ઞાનથી માંડીને વિહાર કરતા પ્રભુને અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાળીશ હજાર બુદ્ધિમાન સાવીએ, ચારસો ચૌદપૂર્વ ધારી, પંદરસો અવધિજ્ઞાની, તેટલાજ વૈક્રિય લબ્ધિવાળા, તેટલાજ કેવળજ્ઞાની, એક હજાર મન:પર્યવજ્ઞાની, આઠસો વાદલબ્ધિવાળા, એક લાખ ને એગણેતેર હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને ઓગણચાળીશ હજાર શ્રાવિકાઓ–એટલે
૧ ભિક્ષા વિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org