Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૧૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮ મું ઊંચે શબે આક્રોશ કરતા રામ તે વનમાં ભમવા લાગ્યા, પણ કઈ મનુષ્ય ન જણાવાથી પાછા કૃષ્ણની પાસે આવી આલિંગન કરીને રૂદન કરવા લાગ્યા કે-“હે ભ્રાત! હા પૃથ્વીમાં અદ્વિતીય વીર! હા મારા ઉત્સંગમાં લાલિત થયેલા! હા કનિષ્ઠ છતાં પણ ગુણવડે ! અને હા વિશ્વશ્રેષ્ઠ! તમે ક્યાં છે? અરે વાસુદેવ! તમે પ્રથમ કહેતા હતા કે “તમારા વિના હું રહી શકતા નથી અને આ વખતે તે સામે ઉત્તર પણ આપતા નથી, તો તે પ્રીતિ કયાં ગઈ? તમને કાંઈ રોષ થયો હોય અને તેથી રીસાણ છે તેમ લાગે છે, પણ મારે કાંઈ પણ અપરાધ મને યાદ આવતો નથી. અથવા શું મને જળ લાવતાં વિલંબ થયો તે તમને રેષ થવાનું કારણ છે? હે ભ્રાતા! તે કારણથી તમે ફેષ કર્યો હોય તે ઘટિત છે, તથાપિ હમણાં તે બેઠા થાઓ, કેમકે સૂર્ય અસ્ત પામે છે, તેથી આ સમય મહાત્માઓને સુવાને નથી.” આ પ્રમાણે પ્રલાપ કરતાં કરતાં રામે તે રાત્રી નિર્ગમન કરી. પાછા પ્રાતઃકાળે કહેવા લાગ્યા કે “ભાઈ! બેઠા થાઓ, બેઠા થાઓ.” એમ વારંવાર કહેતાં છતાં પણ જ્યારે કૃષ્ણ બેઠા થયા નહીં ત્યારે રામ સનેહથી મેહિત થઈ તેને સકંધ ઉપર ચઢાવીને ગિરિ વન વિગેરેમાં ભમવા લાગ્યા. એ પ્રમાણે સ્નેહથી મહિત થયા સતા કૃષ્ણની મૃત કાયાને પ્રતિદિન પુષ્પાદિકથી અર્ચન પૂજન કરતા સતા બળરામે છ માસ નિગમન કર્યા.
તેવી રીતે અટન કરતાં કરતાં અનુક્રમે વર્ષાકાળ આવ્યો, એટલે પેલે સિદ્ધાર્થ જે દેવ થયે હતું, તેણે અવધિજ્ઞાનથી જાણયું કે “મારો બ્રાતૃવત્સલ ભાઈ બળરામ કૃષ્ણના મૃત શરીરને વહન કરીને ભમે છે, માટે હું ત્યાં જઈને તેને બંધ આપું, કેમકે તેણે પૂર્વે મારી પાસેથી માગી લીધું છે કે, જ્યારે મને વિપત્તિ આવે ત્યારે તું દેવ થાય તે આવીને મને બંધ કરજે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પર્વત ઉપરથી ઉતરતો એક પાષાણમય રથ વિકુળે, અને પોતે તેનો કૌટુંબિક બનીને વિષમ એવા પર્વત ઉપરથી ઉતરતા તે રથને ભાંગી નાખે. પછી પિતે તેને સાંધવાની મહેનત કરવા લાગ્યો. તેને પાષાણને રથ સાંધત જોઈ બળભદ્ર બેલ્યા-અરે મૂર્ખ! વિષમ ગિરિ ઉપરથી ઉતરતા જેના ખંડેખંડ થઈ ગયા છે એવા આ પાષાણના રથને સાંધવાને કેમ ઈચ્છે છે?” તે દેવે કહ્યું, “હજારો યુદ્ધમાં નહીં હણાયેલે પુરૂષ યુદ્ધ વિના મરી જાય, અને તે જે પાછો જીવે તે આ મારો રથ પણ પાછો સજ થાય.” પછી તે દેવે આગળ જઈને પાષાણ ઉપર કમળ રોપવા માંડયા. બળદેવે પૂછયું કે “શું પાષાણભૂમિ ઉપર કમળવન ઉગે?” દેવતાએ કહ્યું, “જે આ તમારે અનુજ બંધ પાછે જીવશે તે આ કમળ પણ પાષાણ ઉપર ઉગશે.” વળી તેની આગળ જઈને તે દેવ એક બળી ગયેલા વૃક્ષને જળવડે સિંચવા લાગ્યું. તે જોઈ બળદેવે કહ્યું કે “શું દશ્ય થયેલું વૃક્ષ પાણી સિંચવાથી પણ ફરીવાર ઉગે ?” ત્યારે દેવે પ્રત્યુત્તર આપ્યો કે જે તમારા સ્કંધ ઉપર રહેલું આ શબ જીવશે તે આ વૃક્ષ પણ પુનઃ ઉગશે.' વળી તે દેવ આગળના ભાગમાં ગોવાળ થઈ ગાયનાં શબનાં મુખમાં જીવતી ગાયની જેમ નવીન દુર્વા નાખવા લાગ્યા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org