________________
સગપર મે] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ [૪૧૫ તે જોઈ બળદેવે કહ્યું કે “અરે મૂઠ હદયવાળા! આ અસ્થિપ્રાય થયેલી ગાયે શું તારી આપેલી દુર્વાને કયારે પણ ચરશે?” દેવ બે કે “જે આ તમારી અનુજ બંધુ જીવશે તે આ મૃત ગાય દુર્વાને ચરશે.” તે સાંભળી રામે વિચાર્યું કે શું આ મારો અનુજ બંધુ ખરેખર મૃત્યુ પામેલ હશે કે જેથી આ જુદા જુદા માણસે એક સરખેજ જવાબ આપે છે.” બળદેવને વિચાર આ પ્રમાણે સુધરેલે જાણીને તત્કાળ તે દેવતાએ સિદ્ધાર્થનું રૂપ કર્યું અને બળરામની આગળ આવીને કહ્યું કે “હું તમારો સારથિ સિદ્ધાર્થ છું” અને દીક્ષા લઈ મૃત્યુ પામીને દેવપણાને પ્રાપ્ત થયે છું. તમે પૂર્વે મારી પાસે માગણી કરી હતી, તેથી તમને બધ આપવાને માટે હું અહીં આવ્યો છું. નેમિપ્રભુએ કહ્યું હતું કે “જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ થશે.” તે પ્રમાણેજ થયું છે, કેમકે સર્વજ્ઞનું ભાષિત કદિ પણ અન્યથા થતું નથી, અને પિતાનું કૌસ્તુભ રત્ન નિશાની તરીકે આપીને કૃષ્ણ જરાકુમારને પાંડેની પાસે મોકલ્યો છે.” બળદેવ બેલ્યા- હે સિદ્ધાર્થ ! તમે અહીં આવીને મને બંધ કર્યો તે બહુ સારું કર્યું, પણ આ બ્રાતાના મૃત્યુદુઃખથી પીડિત થયેલે હું હવે શું કરું? તે કહે. સિદ્ધાર્થ છે,
શ્રી નેમિનાથ પ્રભુના વિવેકી ભ્રાતા એવા જે તમે, તેને હવે દીક્ષા વિના બીજું કાંઈ પણ કરવું ઘટિત નથી.” “બહુ સારૂં” એમ કહી બળદેવે તે દેવતાની સાથે સિંધુ ને સમુદ્રના સંગમને સ્થાનકે આવી કૃષ્ણના શરીરને સંસ્કાર કર્યો. તે વખતે બળરામને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને મહા કૃપાળુ શ્રી નેમિનાથે એક વિદ્યાધર મુનિને સત્વર ત્યાં મોકલ્યા. રામે તેમની પાસે દીક્ષા દીધી. પછી તુંગિકા શિખર ઉપર જઈને તીવ્ર તપ કરવા લાગ્યા. ત્યાં સિદ્ધાર્થ દેવ તેમને રક્ષક થઈને રહો.
એક વખતે બળરામ મુનિ માસખમણના પારણને માટે કઈ નગરમાં પિઠા, ત્યાં કઈ સ્ત્રી બાળકને લઈને કુવાને કાંઠે ઊભી હતી. તે રામનું અતિશય રૂપ જોઈને તેને જોવામાં જ વ્યગ્ર થઈ ગઈ તેથી વ્યગ્ર ચિત્તવાળી તેણીએ ઘડાને બાંધવાનું દેરડું ઘડાને બદલે પેલા બાળકના કંઠમાં બાંધ્યું. પછી એવામાં તે બાળકને કુવામાં નાખવા માંડયો, તેવામાં બળરામે તે જોયું, તેથી વિચાર્યું કે “આવા અનર્થકારી એવા મારા રૂપને ધિક્કાર છે! હવેથી હું કઈ પણ ગામ કે નગર વિગેરેમાં પેસીશ નહીં. માત્ર વનમાં કાષ્ઠાદિકને લેવા આવનાર લેકે પાસેથીજ જે ભિક્ષા મળશે તેથી પારણું કરીશ.” આ પ્રમાણે નિરધાર કરી તે સ્ત્રીને નિવારીને બળદેવ મુનિ તરત વનમાં ચાલ્યા ગયા. ત્યાં રહીને માસિક પ્રમુખ દુસ્તપ તપ આચર્યો, અને તુણ કાષ્ઠાદિકને વહન કરનારા લોકો પાસેથી પ્રાસુક ભાત પાણી વહારીને પિતાને નિર્વાહ કરવા લાગ્યા.
એક વખતે કાષ્ઠાદિકને લઈ જનારા તે લોકેએ પિતાપિતાના રાજા પાસે જઈને કહ્યું કે“કઈ દેવરૂપી પુરૂષ આ વનમાં તપ કરે છે. તે સાંભળી તે રાજાઓને શંકા થઈ કે “શું અમારા રાજ્યની ઈચ્છાથી તે આવું તપ કરે છે કે શું કઈ મંત્ર સાધે છે? માટે ચાલે, આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org