Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૧૨ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
[ પ ૮ મુ
માને ઉલ્લુંઘન કરનાર પાંચની જેમ તારા બાર વર્ષના પ્રયાસ વૃથા થયા છે.' તે સાંભળી ‘શું આ કૃષ્ણ છે ?' એમ ખેલતા જરાકુમાર તેમની નજીક આવ્ચે અને કૃષ્ણને જોઈને તત્કાળ મૂર્છા પામ્યા. પછી માંડમાંડ સજ્ઞા પામીને જરાકુમારે કશુ સ્વરે રૂદન કરતાં પૂછ્યું, અરે ભ્રાત! આ શું થયું! તમે અહીં કયાંથી ? શુ' દ્વારિકા દહન થઈ ? શુ યાદવાના ક્ષય થયે? અરે! આ તમારી અવસ્થા જોતાં નેમિનાથની ખધી વાણી સત્ય થઈ હાય તેમ લાગે છે.' પછી કૃષ્ણે બધા વૃત્તાંત કહ્યો, એટલે જરાકુમારે રૂદન કરતાં કરતાં કહ્યું કે- અરે ભાઈ! મેં આ શત્રુને ચેાગ્ય એવું કાય કર્યું છે. કનિષ્ઠ, દુર્દશામાં મગ્ન અને ભ્રાતૃવત્સલ એવા તમને મારવાથી મને નરકભૂમિમાં પણ સ્થાન મળવા સંભવ નથી. તમારી રક્ષા કરવાને મેં વનવાસ ધારણ કર્યાં, પણ મને આવી ખબર નહિ કે વિધિએ આગળથીજ મને તમારા કાળરૂપે
કે
પેલે છે! હે પૃથ્વિ ! તુ' વિવર આપ કે જેથી હું આ શરીરેજ નરકભૂમિમાં જાઉં, કારણ સ દુઃખથી અધિક એવું ભ્રાતૃહત્યાનું દુઃખ આવી પડતાં હવે અહીં રહેવું તે મને નરકથી પશુ અધિક દુ:ખદાયી છે. મેં આવું કાય કર્યું તે શું હવે હું વસુદેવના પુત્ર કે તમારે ભ્રાતા કે મનુષ્ય પણ થઈ શકું ? તે વખતે સČજ્ઞનું વચન સાંભળી હું મરી કેમ ગયા નહીં...? કારણ કે તમે વિધમાનજ છતાં હું એક સાધારણુ માણુસ કર્દિ મરી જાત તા તેથી શી ન્યૂનતા થઈ જાત ! ' કૃષ્ણુ ખેલ્યા− હૈ ભાઈ ! હવે શેાક કરેા નહી, વૃથા શેક કરવાથી સયુ ! કારણ કે તમારાથી કે મારાથી ભવિતવ્યતાનું ઉલ્લ્લંધન થઈ શકતું નથી, તમે યાદવામાં માત્ર એકજ અવશેષ છે. માટે ચિરકાળ જીવા અને અહી'થી સત્વર ચાલ્યા જાઓ, કેમકે રામ અહી આવી પહોંચશે તે તે મારા વધના ક્રોધથી તમને મારી નાખશે. આ મારૂ કૌસ્તુભ રત્ન એંધાણી તરીકે લઈને તમે પાંડવાની પાસે જાએ. તેમને આ સત્ય વૃત્તાંત કહેજો, તે જરૂર તમને સહાયકારી થશે. તમારે અહીંથી અવળે પગલે ચાલવું, જેથી રામ તમારા પગલાને અનુસરીને આવે તે પણ તમને સદ્ય એકઠા થઈ શકે નહી. મારાં વચનથી સર્વ પાંડવાને અને ખીજાઓને પણ ખમાવો, કારણકે પૂર્વે મારા ઐશ્વના સમયમાં મે... તેઓને દેશપાર કરીને ક્લેશ પમાલા છે.’ આવી રીતે કૃષ્ણે વારંવાર કહ્યું, તેથી જરાકુમાર કૃષ્ણના ચરણમાંથી પેાતાનું ખાણુ ખે ́ચી કાઢી કૌસ્તુભ રત્ન લઈને ત્યાંથી ચાલ્યે ગયે..
જરાકુમારના ગયા પછી કૃષ્ણ ચરણની વેદનાથી પીડિત થયા સતા ઉત્તરાભિમુખે રહી અંજલિ નેડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે અહુ ત ભગવંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુઓને મન વચન કાયાથી મારા નમસ્કાર છે. વળી જેણે અમારા જેવા પાપીઆના ત્યાગ કરીને આ પૃથ્વીપર ધમતી પ્રવર્તાવ્યું, તેવા ભગવંત શ્રીઅરિષ્ટનેમિ પરમેષ્ઠીને મારા નમસ્કાર છે.’ આ પ્રમાણે કહી તૃત્યુના સંથારાપર સુઈ જાનુ ઉપર ચરણ મૂકી અને વજ્ર એઢીને ચિંતવવા લાગ્યા કે ‘ ભગવાન્ શ્રી નેમિનાથ, વરદત્ત વિગેરે ગણધરા, પ્રથ્રુસ્ર, પ્રમુખકુમારે
૧ નાના ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org