Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ મ] દ્વારકાને દાહ અને કૃષ્ણનું અવસાન
[૪૧૧ લાગ્યા. સિંહનાદ સાંભળીને કૃષ્ણ ત્યાં આવવા દેડયા. દરવાજા બંધ જઈને પગની પાનીના પ્રહારથી તેનાં કમાડને ભાંગી નાખીને સમુદ્રમાં વડવાનળ પેસે તેમ તે નગરમાં પેઠા. કૃષ્ણ તે દરવાજાની જ ભૂગળ લઈ શત્રુના તમામ સૈનિકોને મારી નાખ્યા. પછી વશ થઈ ગયેલા રાજા અચ્છદંતને તેણે કહ્યું કે “અરે મૂર્ખ ! અમારી ભુજાનું બળ ક્યાંઈ ગયું નથી. તે જાણતાં છતાં પણ આ શું કર્યું? માટે જા, હવે નિશ્ચળ થઈને તારા રાજ્યને ભેગવ. તારા આ અપરાધથી અમે તને છોડી મૂકીએ છીએ.” આ પ્રમાણે કહી નગરની બહાર આવીને તેઓએ ઉદ્યાનમાં બેસી ભજન કર્યું, પછી ત્યાંથી દક્ષિણ દિશા તરફ ચાલીને કૌશાંબી નગરીના વનમાં આવ્યા.
તે વખતે મદ્યપાનથી, લવણ સહિત ભેજન કરવાથી, ગ્રીષ્મઋતુના વેગથી, શ્રમથી, શેકથી અને પુણ્યના ક્ષયથી કૃષ્ણને ઘણી તૃષા લાગી; તેથી તેમણે બળરામને કહ્યું કે “ભાઈ! અતિ તૃષાથી મારૂં તાળવું સુકાય છે, જેથી આ વૃક્ષની છાયાવાળા વનમાં પણ હું ચાલવાને શક્તિવાનું નથી. બળભદ્રે કહ્યું, “ભ્રાતા ! હું ઉતાવળે જળને માટે જાઉં છું, માટે તમે અહીં આ વૃક્ષની નીચે વિશ્રાંતિ અને પ્રમાદરહિત થઈ ક્ષણવાર બેસો.” આ પ્રમાણે કહી બળભદ્ર ગયા એટલે કૃષ્ણ એક પગ બીજા જાનુ ઉપર ચઢાવી પીળું વસ્ત્ર ઓઢીને કેઈ માર્ગના વૃક્ષની નીચે સુતા અને ક્ષણમાં નિદ્રાવશ પણ થઈ ગયા. રામે જતાં જતાં પણ કહ્યું હતું કે “પ્રાણવલભ બંધુ! જ્યાં સુધીમાં હું પાછો આવું, ત્યાં સુધીમાં ક્ષણવાર પણ તમે પ્રમાદી થશે નહીં.” પછી ઊંચું મુખ કરીને બળદેવ બોલ્યા કે-“હે વન દેવીઓ! આ મારા અનુજ બંધુ તમારે શરણે છે, માટે એ વિશ્વવત્સલ પુરૂષની રક્ષા કરજે.” આ પ્રમાણે કહીને રામ જળ લેવા ગયા, એટલામાં હાથમાં ધનુષ્યને રાખો, વ્યાઘચર્મના વસ્ત્રને ધારણ કરતા અને લાંબી દાઢીવાળો શીકારી થયેલ જરાકુમાર ત્યાં આવ્યું. શીકારને માટે ભમતાં ભમતાં જરાકુમારે કૃષ્ણને એ પ્રમાણે સુતેલા જોયા કે જેથી તેણે મૃગની બુદ્ધિથી તેના ચરણતળમાં તીક્ષ્ય બાણ માર્યું. બાણ વાગતાં જ કૃષ્ણ વેગથી બેઠા થઈ બોલ્યા કે “અરે! મને નિરપરાધીને છળ કરીને કહ્યા વિના ચરણતળમાં કોણે બાણ માર્યું? પૂર્વે કયારે પણ જ્ઞાતિ અને નામ કહ્યા વગર કેઈએ મને પ્રહાર કર્યો નથી, માટે જે હોય તે પિતાનું ગોત્ર અને નામ કહે.” આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળીને જરાકુમારે વૃક્ષની ઘટામાં રહીને કહ્યું કે “હરિવંશરૂપી સાગરમાં ચંદ્ર જેવા દશમા દશાહે વસુદેવની સ્ત્રી જાદેવીના ઉદરથી જન્મેલે જરાકુમાર નામે હું પુત્ર છું. રામ કૃષ્ણનો અગ્રજ બંધુ છું, અને શ્રી નેમિનાથનાં વચન સાંભળીને કૃષ્ણની રક્ષા કરવાને (મારાથી તેને વધ ન થાય તે માટે) હું અહીં આ વનમાં આવ્યો છું. અહીં રહેતાં મને બાર વર્ષ થઈ ગયાં છે, પણ આજ સુધી મેં અહીં કેઈ મનુષ્યને જે નથી, માટે આમ બેલનારા. તમે કોણ છે તે કહે.” કૃષ્ણ બેલ્યા–“અરે પુરૂષવ્યાધ્ર બંધુ! અહીં આવ, હું તારે અનુજ. બંધુ કૃષ્ણ જ છું કે જેને માટે તું વનવાસી થયો છે. હે બાંધવ! દિમેહથી ઘણુ દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org