Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૫ ૮ મું તેના સંબંધમાં બીજો વિચાર લાવશે જ નહીં.” આ પ્રમાણે રામે કહ્યું એટલે કૃષ્ણ પાંડવની પાંડુમથુરા નગરીને ઉદ્દેશીને નૈઋત્ય દિશા તરફ ચાલ્યા.
અહીં દ્વારકા નગરી બળતી હતી, તે વખતે રામને પુત્ર કુન્જબારક કે જે ચરમશરીરી હતું, તે મહેલના અગ્રભાગ ઉપર ચડી ઊંચા હાથ કરીને આ પ્રમાણે છે કે “આ વખતે હું શ્રી નેમિનાથને વ્રતધારી શિષ્ય છું. મને પ્રભુએ ચરમશરીરી અને મેક્ષગામી કહ્યો છે. ને અહંતની આજ્ઞા પ્રમાણ હેય તે હું અગ્નિથી કેમ બનું!” આવી રીતે તે બેલ્યો એટલે જાભકદેવતાઓ તેને ત્યાંથી ઉપાડીને પ્રભુની પાસે લઈ ગયા. તે વખતે શ્રી નેમિપ્રભુ પાંડવને દેશમાં સમવસર્યા હતા, ત્યાં જઈને તે મહામાનવાળા કુwવારકે દીક્ષા લીધી. જે રામ કૃષ્ણની આીઓએ પૂર્વે દીક્ષા લીધી નહતી, તેઓ શ્રી નેમિનાથને સંભારતી સતી અનશન કરીને અગ્નિના ઉપદ્રવ વડે જ મૃત્યુ પામી ગઈ, એ અગ્નિમાં સાઠ કુળકેટી અને તેર કુળકેટી યાદ બળીને ભસ્મ થઈ ગયા. છ માસ સુધી દ્વારકા નગરી બન્યા કરી. પછી તેને સમુદ્ર જળવડે પ્લાવિત કરી નાખી.
અહીં માર્ગે ચાલતાં કૃષ્ણ હસ્તિકલ્પ નામના નગર પાસે આવ્યા એટલે તેમને સુધાની પીડા ઉત્પન્ન થઈ, તેથી તેમણે તે વાત બળભદ્રને જણાવી. બળભદ્ર બોલ્યા- “હે બાંધવ! હું તમારે માટે ભોજન લેવા સારૂ આ નગરમાં જાઉં છું. પરંતુ તમે અહી પ્રમાદરહિત રહેજે. અને કદિ જે મને નગરમાં કાંઈ પણ કષ્ટ ઉત્પન્ન થશે તે હું સિંહનાદ કરીશ, એટલે તમે તે સાંભળીને તરત ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને રામ નગરમાં પેઠા. તે વખતે નગરજને તેમને જોઈને “આ દેવીકૃતિ પુરૂષ કેશુ છે?” એમ આશ્ચર્ય પામતા સતા નિરખવા લાગ્યા. વિચાર કરતાં તેઓના સમજવામાં આવ્યું કે “ દ્વારકા અગ્નિથી બળી ગઈ છે, તેથી તેમાંથી નીકળીને આ બળભદ્ર અહીં આવ્યા જણાય છે’ પછી બળભદ્ર કંદેઈની દુકાને જઈ આંગળીમાંથી મુદ્રિકા (વીટી) આપીને વિવિધ ભોજન લીધું, અને કલાલની દુકાનેથી કડું આપીને મદિરા લીધી. તે લઈને બળદેવ જેવા નગરના દરવાજા તરફ ચાલ્યા, તેવાજ રાજાના ચોકીદારે તેમને જઈ વિરમય પામીને તે વાત જણાવવા માટે ત્યાંના રાજાની પાસે આવ્યા. તે નગરમાં પતરાષ્ટ્રનો પુત્ર અચ્છદંત રાજ્ય કરતા હતા. પૂર્વે પાંડેએ કૃષ્ણને આશ્રય લઈને જ્યારે સર્વ કોરનો વિનાશ કર્યો ત્યારે માત્ર તેને અવશેષ રાખ્યો હતો. રક્ષકે એ આવીને તે રાજાને કહ્યું કે “કેઈ બળદેવના જે પુરૂષ ચેરની જેમ મહા મૂલ્યવાળું કડું અને મુદ્રિકા આપીને તેના બદલામાં આપણું નગરમાંથી મઘ અને ભજન લઈને નગર બહાર જાય છે, તે બળભદ્ર હો કે કઈ ચોર છે, પણ અમે આપને જાહેર કરીએ છીએ, તેથી હવે પછી અમારે કાંઈ અપરાધ નથી.” આ પ્રમાણેના ખબર સાંભળી અછદંત સૈન્ય લઈને બળદેવને મારવા તેની સમીપે આવ્યો અને નગરના દરવાજા બંધ કરાવી દીધા. તત્કાળ બળદેવ ભક્ત પાન બાજુ પર તજી દઈ હાથીનો આલાનસ્તંભ ઉમેલી, સિંહનાદ કરીને શત્રુના સિન્યને મારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org