Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
c
ક
પ
વસુદેવ ચરિત્ર-ચાલુ. (કનકવતીને વિવાહ અને તેના પૂર્વ ભવનું વર્ણન.)
નળ દવદંતી ચરિત્ર આ ભરતક્ષેત્રને વિષે વિદ્યાધરના નગર જેવું પેઢાલપુર નામે એક નગર છે. જે સર્વ અદ્ભુત નિધાનનું ઉત્પત્તિસ્થાન છે. જેમાં આવેલા પ્રફુલ્લિત ગૃહેવાનને પવન વસ્ત્રોની સાથે મળી સુગંધદાયક થઈ હમેશાં યુવાન સ્ત્રી પુરૂષોને સુખ આપે છે. જ્યાં ઘરોની રત્નબદ્ધ ભૂમિમાં રાત્રે તારાઓના પ્રતિબિંબ પડવાથી મુગ્ધ બાલિકાએ દંતમય કર્ણાભૂષણની શંકાથી તે લેવા માટે પોતાના હાથ લંબાવે છે, અને જ્યાં નિધાનવાળાં અને ઊંચી પતાકાવાળાં ઘરે પર ઉડતી પતાકાઓની છાયા જાણે તે નિધાનરક્ષક સર્પો હોય તેવી જણાય છે. તે નગરમાં વસતા સર્વ કે વસ્ત્ર સાથે ગળીના રંગની જેમ જૈનધર્મની સાથે દઢ રીતે જોડાયેલા હતા.
તે નગરમાં સદ્ગુણેથી ચંદ્રના જે નિર્મળ અને અદ્ભુત સમૃદ્ધિથી ઇંદ્રને અનુજ બંધુ હોય તે હરિશ્ચંદ્ર નામે રાજા હતો. ઇન્દ્રિયના વિજયમાં જાગ્રત અને ન્યાય તથા પરાક્રમથી શેશિત એવા તે રાજાની ભ્રકુટીરૂપ લતા આગળ સર્વ સંપત્તિઓ દાસી થઈને રહેલી હતી. તેને નિર્મળ યશ અપાર લક્ષમીની સ્પર્ધાથી હોય તેમ અપાર થઈને જગતમાં ઉશૃંખલપણે વૃદ્ધિ પામતો હતો. નિર્મળ યશના રાશિરૂપ તે રાજાનું નામ દેવ અને બેચરાની સ્ત્રીઓ વૈતાઢ્યગિરિની ભૂમિ ઉપર પણ ગાતી હતી. તે રાજાને વિષ્ણુને લક્ષમીની જેમ લક્ષ્મીવતી નામે અતિ રૂપવતી મુખ્ય પ્રાણવલભા હતી. શીળ, લજજા, પ્રેમ, દક્ષતા અને વિનયથી તે રમણ પતિના મનરૂપ કુમુદને આનંદ આપવામાં ચંદ્રિકા જેવી હતી. જ્યારે તે પિતાના પ્રિય પતિની સાથે પ્રીતિપૂર્વક કમળ વાણીથી આલાપ કરતી ત્યારે તેના કર્ણરંદ્રમાં જાણે અમૃતની નીક ચલાવતી હોય તેવી લાગતી હતી. કળાઓથી પલ્લવિત, લજાદિ ગુણેથી પુષિત અને પતિભક્તિવડે ફલિત એવી તે રાણી જંગમ વેલીની જેવી શેલતી હતી. કેટલેક કાળે તે લક્ષમીવતીએ એક પુત્રીને જન્મ આપે, જે પિતાની કાંતિથી સૂતિકાગ્રહની માંગલ્યા દીપિકા જેવી દેખાવા લાગી. સર્વલક્ષણસંપન્ન એ બાળાના જન્મથી જાણે ઘેર લકમી આવી હોય તેમ તેનાં માતપિતા હર્ષ પામ્યાં, ધનપતિ કુબેર તેના પૂર્વ જન્મને પતિ હતો, તેથી પૂર્વ નેહથી મોહિત થઈ તેના જન્મ વખતે આવીને તેણે ત્યાં કનકવૃષ્ટિ કરી. આ કનકની વૃષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org