Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મ ]. શાંબ પ્રધુમ્ન વિવાહ-જરાસંધ વધ
[૩૬૫ જેમ કૃણે તેને છેદવા માંડ્યાં. બંને મહારથીઓ અષ્ટાપદની જેમ ક્રોધ કરી ધનુષ્યના વિનિથી દિશાઓને ગજાવતા યુદ્ધ કરવા લાગ્યા. તેઓના રણમર્દનથી જળરાશિ સમુદ્રો પણ ક્ષેભ પામ્યા, આકાશમાં રહેલા બેચરો ત્રાસ પામ્યા અને પર્વતે કંપાયમાન થયા. તેમના પર્વત જેવા દઢ રથના ગમનાગમનને નહીં સહન કરતી પૃથ્વીએ ક્ષણમાં પોતાનું સર્વસહપણું છોડી દીધું. વિષ્ણુએ જરાસંધના દેવતાઈ બાણેને દેવતાઈ બાણેથી અને લેહાને હાસ્ત્રોથી લીલામાત્રમાં છેદી નાખવા માંડયાં. જયારે સર્વ અને નિષ્ફળ થયાં ત્યારે ક્રોધે ભરેલા જરાસંધે વિલખા થઈને બીજા અસ્ત્રોથી દુર્વાર એવા ચક્રનું સ્મરણ કર્યું. તત્કાળ ચક્ર આવીને હાજર થયું એટલે જયની તૃષ્ણાવાળા કે પાંધ માગધપતિએ તેને આકાશમાં ભમાવીને કૃષ્ણની ઉપર મૂકયું. જ્યારે ચક વિષ્ણુ તરફ ચાલ્યું ત્યારે આકાશમાં રહેલા ખેચરે પણ ક્ષોભ પામ્યા અને કૃષ્ણનું સર્વ સૈન્ય દીનતાયુક્ત #ભ પામી ગયું. તેને ખલિત કરવા માટે કૃષ્ણ, રામે, પાંચ પાંડવોએ અને બીજા અનેક મહારથીઓએ પોતપોતાનાં અસ્ત્રો ફેંક્યા, પરંતુ વૃક્ષાથી સામું આવતું નદીનું પૂર ખળાય નહિ તેમ તેનાથી અમ્મલિત થયેલું એ ચક્ર આવીને કૃષ્ણના વક્ષસ્થળમાં તુંબના ભાગથી વાગ્યું. પછી તે ચક્ર કૃષ્ણની પાસે જ ઊભું રહ્યું, એટલે તેને કૃષ્ણ પિતાના ઉધત પ્રતાપની જેમ હાથમાં લીધું. તે સમયે “આ નવમાં વાસુદેવ ઉત્પન્ન થયા” એમ આષણા કરતા દેવતાઓએ આકાશમાંથી કૃષ્ણની ઉપર સુગંધી જળ પુષ્પની વૃષ્ટિ કરી. કૃષ્ણ દયા લાવી જરાસંધને કહ્યું, “અરે મુખ! શું આ પણ મારી માયા છે? પરંતુ હજુ પણ તું જીવતે ઘેર જા, મારી આજ્ઞા માન. હવે પછી તારા દુવિ પાકને છેડી તારી સંપત્તિસુખ ભેગવ અને જીણું (વૃદ્ધ) થયાં છતાં પણ જીવતે રહે.” જરાસંધે કહ્યું “અરે કૃષ્ણ! એ ચક્ર મેં ઘણીવાર લાલિત કર્યું છે તેથી મારી પાસે એ એક ઉંબાડી જેવું છે, માટે તે ચક્રને મૂકવું હોય તે ખુશીથી મૂક.” પછી કૃષ્ણ જરાસંધ ઉપર એ ચક્ર છેડયું. મહાત્માઓને બીજાનાં શસ્ત્રો પણ પિતાનાં શો થઈ પડે છે.” તે ચરે આવીને જરાસંધનું મસ્તક પૃથ્વીપર પાડી નાખ્યું. જરાસંધ મૃત્યુ પામીને ચેથી નરકે ગયો, અને દેવતાઓએ ઊંચે સ્વરે જયનાદ કરી કૃષ્ણની ઉપર કલ્પવૃક્ષનાં પુષ્પોની વૃષ્ટિ કરી.
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि शांबप्रद्युम्न
विवाहजरासंधवधकीर्तनो नाम सप्तम : सर्ग: ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org