________________
સગ ૧૦ ] દ્રૌપદીનું પ્રત્યાહરણ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર
[ ૩૧ ત્યાંના રાજા પદ્મનાભને ઘેર મેં દ્રૌપદીને જોઈ છે.” આ પ્રમાણે કહીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. કૃષ્ણ પાંડેને કહ્યું કે “પદ્મનાભે દ્રૌપદીનું હરણ કર્યું છે, તેથી હું ત્યાં જઈને દ્રૌપદીને લઈ આવીશ, માટે તમે ખેદ કરશે નહીં.' પછી કૃષ્ણ પાંડેને લઈમેટા સૈન્ય સાથે માગધ નામના પૂર્વ સાગરના તટ ઉપર ગયા. ત્યાં પાંડવેએ કહ્યું, “સ્વામિન' આ સમુદ્ર સંસારની જેમ અત્યંત ભયંકર, પારાવાર અને ઉદ્ધત છે. અહીં કેઈ ઠેકાણે મહા મોટા પર્વતે એક પથરાની જેમ તેમાં મગ્ન થયેલા છે, કઈ ઠેકાણે મોટા પર્વત જેવાં જળજંતુઓ રહેલાં છે, કોઈ સ્થાને સમુદ્રને પણ શેષણ કરવાની પ્રતિજ્ઞા કરીને વડવાનલ રહે છે, કઈ ઠેકાણે કૈવતની જેમ વેલંધર દેવતાઓ રહેલા છે. કોઈ ઠેકાણે પિતાના તરંગથી તે મેઘનું પણ કમંડળની જેમ ઉદ્વર્તન કરે છે. આ સમુદ્ર મનથી પણ અલંય છે, તે તેને દેહથી તે શી રીતે જ ઉ૯લંઘન કરી શકાશે?” પાંડનાં આવાં વચન સાંભળી “તમારે શી ચિંતા છે?' એમ કહીને શુદ્ધ હૃદયવાળા કૃષ્ણ તેના તટ ઉપર બેસીને તેના અધિષ્ઠાયિક સુસ્થિત નામના દેવતાની આરાધના કરી. તત્કાળ તે દેવ પસંદ થઈને બે – હું શું કાર્ય કરૂં? કૃષ્ણ કહ્યું કે- “હે લવણદધિના અધિષ્ઠાયક દેવ! પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું હરણ કરેલું છે, તે જેવી રીતે ધાતકીખંડમાંથી તે દ્રોપદી અહીં લવાય તેમ કરે. દેવે કહ્યું કે “હે કૃષ્ણ! તે પદ્મનાભને તેના પૂર્વ સંગતિવાળા દેવે દ્રોપદીને લઈ જઈને જેમ સેંપી છે, તેમ હું તેને ત્યાંથી લાવીને તમને સોંપું; અથવા જે આ વાર્તા તમને ન રચતી હોય; તે બળ, વાહન સહિત એ પદ્મનાભને સમુદ્રમાં ફેંકી દઈ દ્રોપદીને લઈ આવીને તમને અર્પણ કરૂં.” કૃષ્ણ કહ્યું કે “એમ કરવાની જરૂર નથી, માત્ર આ પાંડવોથી અને મારાથી એમ છ પુરુષથી રથમાં બેસીને જવાય તેવો જળની અંદર અનાહત માર્ગ આપે કે જેથી અમે ત્યાં જઈ એ વરાકને જીતીને દ્રૌપદીને લઈ આવીએ. આ માર્ગ અમને યશ આપનાર છે.” પછી તે સુસ્થિત દેવે તેમ કર્યું, એટલે કૃષ્ણ પાંડવ સહિત સ્થળની જેમ સમુદ્રને ઉ૯લંઘીને અમરકંકા નગરીએ પહોંચ્યા. ત્યાં તે નગરની બહારના ઉદ્યાનમાં રહી કૃષ્ણ દારૂક સારથિને સમજાવી પદ્મરાજાની પાસે દૂતપણે મોકલ્યા. દારૂક તરત જ ત્યાં ગયો અને પદ્મના ચરણપીઠને પોતાના ચરણથી દબાવત, ભયંકર ભ્રકુટી ચઢાવત અને ભાલાના અગ્ર ભાગથી કૃષ્ણના લેખને આપતો સતે પદ્મ પ્રત્યે આ પ્રમાણે બે- “અરે પદ્મ રાજા ! જેમને કૃષ્ણ વાસુદેવની સહાય છે એવા પાંડેની સ્ત્રી દ્રૌપદીને જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાંથી તું હરી લાવ્યું છે, તે કૃષ્ણ પાંડવોની સાથે સમુદ્ર આપેલા માગે અહીં આવેલા છે, માટે હવે જે જીવવાને ઈચ્છતે હે તે સત્વર તે દ્રૌપદી કૃષ્ણને સોંપી દે.” પધરાજા બેલ્ય-એ કૃષ્ણ તે જંબુદ્વીપના ભરતક્ષેત્રને રાજા છે, બાકી અહીં તે એ છએ જણ મારી પાસે કેણ માત્ર છે? માટે જા, તેને યુદ્ધ કરવાને સજજ કર.” દારૂકે આવીને તે વચન કૃષ્ણને કહ્યાં, એટલામાં તે પદ્મનાભ રાજા ૫ણુ યુદ્ધ કરવાની ઈચ્છાથી તયાર થઈ સેના લઈને નગર બહાર નીકળે. સમુદ્રના તરંગની જેમ તેના સૈનિકે ઉછળી ઉછળીને તુટી પડવા લાગ્યા. તે વખતે કૃષ્ણ નેત્રને વિકસ્વર કરી પાંડેને કહ્યું કે “તમે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org