________________
૪૦૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮મું શ્રમ ત્રણસો ને સાઠ યુદ્ધ કરવામાં પણ મને થયો ન હતો. એટલે સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે “હે વાસુદેવ! તમે આજે ઘણું પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, વળી સાતમી નરકને રેગ્ય કર્મ પુદુગળને ખપાવીને ત્રીજી નરકને યોગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે, જેને તમે આ ભવના પ્રાંત ભાગે નિકાચિત કરશે.” કૃષ્ણ કહ્યું-“હે ભગવન્! હવે ફરીવાર સર્વ મુનિને વંદન કરૂં કે જેથી પૂર્વની જેમ મારૂં નરકનું આયુષ્ય મૂળમાંથી જ ક્ષય થઈ જાય.” પ્રભુ બોલ્યા-“હે ધર્મશીલ! હવે જે વંદના કરે તે દ્રવ્યવંદના થશે, અને ફળ તે ભાવવંદનાથી મળે છે, અન્યથા મળતું નથી.” ત્યારે કૃષ્ણ પિલા વીરા વણકરે કરેલી મુનિવંદનાના ફળ વિષે પૂછયું, એટલે પ્રભુ બોલ્યા- “એને વંદના કરવાનું ફળ માત્ર તેના શરીરને કલેશ થયો તેજ થયું છે, કારણ કે તેણે તે તમારા અનુયાયીપણાથી ભાવ વિના વંદન કર્યું છે.” પછી કૃષ્ણ ભગવંતને નમી તેમનાં વચનને વિચારતા સતા પરિવાર સહિત દ્વારકાપુરીમાં આવ્યા.
કૃષ્ણને ઢંઢણુ નામની સ્ત્રીથી ઢંઢણકુમાર નામે પુત્ર થયે હતા. તે યુવાવસ્થા પામતાં ઘણી રાજકુમારીઓને પર હતે. એકદા શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળીને તેણે સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણ તેને નિષ્ક્રમણોત્સવ કર્યો.. ઢઢણકુમાર મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા અને બધા સાધુઓને અનુમત થયા. એવી રીતે વર્તતા સતા તેને પૂર્વે બાંધેલ અંતરાયકમને ઉદય થયે, જેથી તે જ્યાં જાય ત્યાં તેને આહારાદિ કાંઈ પણ મળે નહીં, એટલું જ નહીં પણ જે મુનિએ તેની સાથે જાય તેમને પણ કાંઈ મળે નહીં. પછી સર્વ સાધુઓએ મળીને શ્રી નેમિનાથને પૂછયું કે “હે સ્વામિનું ! ત્રણ લેકના પતિ એવા જે આપ તેમના શિષ્ય અને કૃષ્ણ વાસુદેવના પુત્ર છતાં આ ઢંઢણમુનિને મોટા ધનાઢય, ધાર્મિક અને ઉદાર ગૃહસ્થાવાળી આખી દ્વારકાનગરીમાં પણ કઈ ઠેકાણેથી ભિક્ષા મળતી નથી તેનું શું કારણ?” પ્રભુ બેલ્યા–પૂર્વે મગધ દેશમાં ધાન્યપૂરક નામના ગામને વિષે રાજાને સેવક પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે તે ગામના લેકે પાસે રાજાનાં ક્ષેત્રોને વવરાવતે હતો, પરંતુ ભજન વેળા થયા છતાં અને ભેજન આવી ગયા છતાં તે લેકેને તે ભેજન કરવા રજા આપતો નહીં, પણ ભુખ્યા, તરસ્યા અને થાકેલા બળદેવડે તે ગામડીઆ લેકે પાસે હળ ખેડાવીને એક એક ચાસ કઢાવતે હતે. એ કાર્યથી તેણે અંતરીયકર્મ બાંધ્યું છે, તેના ઉદયથી તેને ભિક્ષા મળતી નથી.” આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને ઢંઢણમુનિને અત્યંત સંવેગ થયે, તેથી તેણે પ્રભુ પાસે અભિગ્રહ લીધે કે “આજથી હું પરલબ્ધિ વડે મળેલા આહારથી ભજન કરીશ નહીં.” આવી રીતે અલાભ પરિષહને સહન કરતાં ઢંઢણમુનિએ પરલબ્ધિઓ મળેલા આહારને ગ્રહણ નહીં કરતા સતા આહાર વગર કેટલેક કાળ નિગમન કર્યો. એક વખતે સભામાં બેઠેલા નેમિપ્રભુને કૃષ્ણ વાસુદેવે પૂછ-સ્વામિન્ ! આ સર્વ મુનિએમાં દુષ્કર કાર્ય કરનાર કેશુ છે?' પ્રભુ બેલ્યા–સર્વે દુષ્કર કાર્ય કરનારા છે, પણ ઢંઢણ સર્વથી અધિક છે, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org