________________
૪૦૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવું ૮ મું છે, પણ આથી મરણ સારું છે. હું ભેજવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્રી છું અને તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્ર છે, આપણે કઈ નીચ કુળમાં ઉત્પન્ન થયા નથી કે જેથી અંગીકાર કરેલા સંયમને ભંગ કરીએ. જે તું અને જોઈને કામાતુર થયે સતે તેની પૃહા કરે છે, તે તું વાયુથી હણાયેલા વૃક્ષની જેમ અસ્થિર થઈશ.” આ પ્રમાણે રાજીમતીએ પ્રતિબંધિત કરેલા રથનેમિ વારંવાર પશ્ચાત્તાપ કરતા સતા સર્વ પ્રકારે ભેગની ઈચ્છા તજી દઈને તીવ્રપણે વ્રત પાળવા લાગ્યા, અને ત્યાંથી તરતજ પ્રભુની પાસે આવી પિતાનાં સર્વ દુશ્ચરિત્રની આલોચના કરીને વિશુદ્ધ બુદ્ધિવાળા રથનેમિ મુનિએ એક વર્ષ પર્યત છદ્મસ્થા પણામાં રહીને છેવટે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું.
ભવ્યજનરૂપ કમળમાં સૂર્ય સમાન શ્રીનેમિનાથ પ્રભુ બીજે વિહાર કરીને પાછા ફરીવાર રૈવતગિરિ ઉપર સમવસર્યા. તે ખબર જાણી કૃષ્ણ પાલક અને શાંબ વિગેરે પુત્રોને કહ્યું કે-“જે સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ પ્રભુને વાંદશે તેને હું વાંછિત આપીશ.” તે સાંભળી શાંબકુમારે પ્રાત:કાળે શયામાંથી ઉઠી ઘરમાં જ રહીને ભાવથી પ્રભુને વંદના કરી, અને પાલકે મોટી રાત્રીએ વહેલા ઉઠી મોટા અશ્વ ઉપર બેસી ઉતાવળા ગિરનાર પર જઈ અભવ્ય હોવાથી હૃદયમાં આક્રોશ કરતા સતા પ્રભુને વંદના કરી. પછી કૃષ્ણ પાસે આવીને તેણે દર્પક નામના અશ્વની માગણી કરી. કૃષ્ણ કહ્યું કે “શ્રીનેમિપ્રભુ જેને પ્રથમ વંદના કરનાર કહેશે, તેને તે અશ્વ આપીશ.” કૃષ્ણ પ્રભુ પાસે જઈને પૂછયું કે “સ્વામિન ! આપને પ્રથમ કે વંદના કરી છે?” પ્રભુ બેલ્યા-પાલકે દ્રવ્યથી અને શબે ભાવથી પ્રથમ વંદના કરી છે.” કૃષ્ણ પૂછયું કે “એ કેવી રીતે ?' એટલે પ્રભુ બોલ્યા કે પાલક અભવ્ય છે અને જાંબવતીને પુત્ર શાંબ ભવ્ય છે.” તે સાંભળી કૃષ્ણ કેપ કરીને એ ભાવરહિત પાલકને કાઢી મૂક્યો અને શબને માગ્યા પ્રમાણે તે ઉત્તમ અશ્વ આપે અને માટે માંડળિક રાજા કર્યો.
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि
द्रौपदीप्रत्याहरणगजसुकुमालादिचरितवर्णनो नाम दशमः सर्गः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org