________________
સર્ગ ૧૧ મો] દ્વારકાનો દાહ અને કૃષ્ણનું અવસાન
[૪૦૭ થો નહીં, અને તે બોલે કે “હે કૃષ્ણ! તમારા સાંત્વનથી હવે સયું, કારણ કે જ્યારે તમારા પુત્રોએ મને માર્યો ત્યારે મેં સર્વ લેકસહિત દ્વારકાનગરીને બાળી નાખવાનું નિયાણું કરેલ છે. તેમાંથી તમારા બે વિના બીજા કેઈને છુટકારે થશે નહીં. આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી રામે કૃષ્ણને નિષેધ કરીને કહ્યું કે-“હે બાંધવ! એ સંન્યાસીને વૃથા શા માટે મન છે? જેઓનાં મુખ, ચરણુ, નાસિકા અને હાથ વાંકાં હોય; જેઓના હેઠ, દાંત અને નાસિકા સ્થૂળ હાય, જેઓની ઇદ્રિ વિલક્ષણ હોય અને જે હીન અંગવાળા હોય તેઓ કદિ પણ શાંતિ પામતા નથી, આ વિષે એને બીજું કહેવાનું પણ શું છે? કારણ કે ભાવી વસ્તુને નાશ કઈ પણ રીતે થતું નથી અને સર્વાનું વચન અન્યથા થતું નથી.” પછી કૃષ્ણ સશેક વદને ઘેર આવ્યા અને દ્વારકામાં તે દ્વૈપાયનના નિયાણાની વાર્તા પ્રગટ થઈ.
બીજે દિવસે કૃષ્ણ દ્વારકામાં આઘોષણા કરાવી કે “હવેથી સર્વ લેકેએ ધર્મમાં વિશેષ રીતે તત્પર રહેવું.” પછી સર્વ જનેએ તે પ્રમાણે આરંભ કર્યો, તેવામાં ભગવાન નેમિનાથ પણ રૈવતાચલ પર આવીને સમવસર્યા. તે ખબર સાંભળી કૃષ્ણ ત્યાં ગયા અને જગતની મોહરૂપી મહા નિદ્રાને દૂર કરવામાં રવિની કાંતિ જેવી ધર્મ દેશનાસાંભળવા લાગ્યા. તે ધર્મ દેશના સાંભળીને પ્રધુમ્ર, શાબ, નિષધ, ઉમુક અને સારણ વિગેરે કેટલાએક કુમારેએ દીક્ષા લીધી. તેમજ રૂકમિણી અને જાંબવતી વિગેરે ઘણી યાદવની સ્ત્રીઓએ પણ સંસાર પર ઉઠેગ પામીને પ્રભુની પાસે દીક્ષા લીધી. પછી કૃષ્ણના પૂછવાથી પ્રભુએ કહ્યું કે કૈપાયન આજથી બારમે વર્ષે દ્વારકાનું દહન કરશે. તે સાંભળીને કૃષ્ણ ચિંતા કરવા લાગ્યા કે “તે સમુદ્રવિજય વિગેરે ધન્ય છે કે જેઓએ આગળથીજ દીક્ષા લીધી છે, અને હું કે જે રાજ્યમાં લુબ્ધ થઈ દીક્ષા લીધા વિના પડ્યો રહ્યો છું તેને ધિક્કાર છે.” કૃષ્ણને આ આશય જાણી પ્રભુ બોલ્યા કે-“કૃષ્ણ! કદિ પણ વાસુદેવ દીક્ષા લેતાજ નથી, કારણ કે તેઓને ચારિત્રધર્મની આડી નિયાણારૂપ અર્ગના હોય છે. વળી તેઓ અવશ્ય અધોગામી (નારકી) જ થાય છે. તમે પણ અહીંથી મૃત્યુ પામીને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં જશે.” તે સાંભળતાજ કૃષ્ણ અતિ વિધુર થઈ ગયા, એટલે સર્વ ફરીથી કહ્યું કે “હે વાસુદેવ! તમે તે નરકમાંથી નીકળીને આ ભરતક્ષેત્રમાં તીર્થંકર થશે, અને આ બળભદ્ર અહીંથી મૃત્યુ પામીને બ્રા દેવલોકમાં જશે, ત્યાંથી ચવીને પાછા મનુષ્ય થથે, પાછા દેવતા થશે, ત્યાંથી ચ્યવને આ ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળમાં રાજા થશે, અને તમારાજ તીર્થમાં તે મોક્ષને પામશે.” આ પ્રમાણે કહી પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો. વાસુદેવ પણ તેમને નમીને દ્વારકામાં આવ્યા. પછી કૃષ્ણ પાછી આઘેષણ કરાવી એટલે સર્વ લેકે વિશેષ ધર્મનિષ્ઠ થયા.
દ્વૈપાયન મૃત્યુ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે. પૂર્વનું વૈર સંભારીને તે તત્કાળ દ્વારકામાં આવ્યું, ત્યાં સર્વ લેકે ચતુર્થ, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org