Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૦૬ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ સુ
ત્યારે તું ભ્રાતૃસ્નેહ સંભારીને મને પ્રતિષેધ આપજે.' ખળભદ્રનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને ‘ બહુ સારૂં' એમ કહી સિદ્ધાર્થ” પ્રભુની પાસે દીક્ષા લીધી, અને છ માસ સુધી તીવ્ર તપસ્યા કરીને સ્વગે ગયા.
અહી. દ્વારકાના લેાકેાએ જે શિલાકુડામાં મદિરા નાખ્યા હતા, ત્યાં વિવિધ વૃક્ષેાનાં સુગંધી પુષ્પાથી તે ધા સ્વાદિષ્ટ થઈ ગયા. એક વખતે વૈશાખ માસમાં શાંખકુમારના કેઈ સેવક પુરૂષ ફરતા ફરતા ત્યાં આળ્યે, તેણે તૃષા લાગવાથી એ કુંડમાંથી મદિરા પીધેા. તેના સ્વાદથી હર્ષોં પામીને તે મદિરાની એક મસક ભરી લઈને શાંખકુમારને ઘેર આવ્યે અને તે દેિશની શાંખકુમારને ભેટ કરી. તેને જોઈનેજ તે કૃષ્ણકુમાર અતિ હર્ષ પામ્યા. પછી તૃપ્તિ પયંત તેનું સારી રીતે પાન કરીને તે ખેલ્યા કે આવે! ઉત્તમ મદિરા તને કયાંથી મળ્યે ? ’ તેણે તે સ્થાન ખતાવ્યું. એટલે બીજે દિવસે શાંખ યાદવેના અનેક દાંત કુમારીને લઈને કાદંબરી ગુફા પાસે આણ્યે. કાદ’ખરી ગુફાના યાગથી વિવિધ જાતની સ્વાદિષ્ટ મદિરાને જોઈને તૃષિત માણસ નદીને જોઈને જેમ હુ પામે તેમ ઘણું! હર્ષ પામ્યા. પછી ત્યાં પુષ્પવાળા વૃક્ષેાની વાટિકામાં બેસીને શાંબકુમારે પેાતાના ભાઈએ અને ભ્રાતૃપુત્રોની સાથે પાનગેાછી રચી અને સેવકેની પાસે મંગાવી મંગાવીને તેએ મદિરા પીવા લાગ્યા, લાંખે કાળે પ્રાપ્ત થયેલ, જીણુ થયેલ અને અનેક સુગધી તેમજ સ્વાદુ દ્રવ્યેથી સંસ્કાર પામેલ તે દિરાનું પાન કરતાં તેઓ તૃપ્તિ પામ્યા નહીં. પછી ક્રીડા કરતા અને ચાલતા મદિરાપાનથી અંધ થયેલા તે કુમારેાએ તેજ ગિરિના આશ્રય કરીને રહેલા ધ્યાનસ્થ દ્વૈપાયન ઋષ્ટિને જોયા. તેને જોઈને શાંખકુમાર એક્ષ્ચા કે આ તાપસ અમારી નગરીને અને અમારા કુળને હણી નાખનાર છે, માટે તેનેજ મારી નાખેા કે જેથી તે મરાયા પછી બીજાને શી રીતે હણી શકશે ?’ આવાં શાંખકુમારનાં વચનથી તત્કાળ કાપ કરીને સર્વે યદુકુમારા ઢક્ાથી, પાડુઓથી, લપડાકાથી અને મુષ્ટિઓથી તેને વારંવાર મારવા લાગ્યા. એ પ્રમાણે તેને પૃથ્વીપર પાડી નાખી મૃતપ્રાય કરીને તે સર્વ દ્વારકામાં આવી પાતપાતાના ઘરમાં પેસી ગયા,
કૃષ્ણે પેાતાનાં માણસા પાસેથી આ બધી ખખર સાંભળી અને ભેદયુક્ત થઈને વિચારવા લાગ્યા કે—‘ અહા ! આ કુમારેએ કુળના અંત કરે તેવુ. આ કેવુ' ઉન્મત્તપણું આચર્યુ છે ? ’ પછી કૃષ્ણ રામને લઈને દ્વૈપાયન ઋષિ પાસે આવ્યા. ત્યાં મેટા વિષ સર્પની જેમ ક્રોધથી રાતા નેત્રવાળા થયેલા તે દ્વૈપાયનને દીઠા. પછી ઉન્મત્ત હાથીને મહાવત શાંત કરે તેમ તે અતિ ભય કર ત્રિૠ'ડીને કૃષ્ણ આ પ્રમાણેનાં વચનેા વડે શાંત કરવા લાગ્યા - ક્રોધ એ મહામેટા શત્રુ છે કે જે કેવળ પ્રાણીને આ જન્મમાંજ દુ:ખ આપતા નથી, પશુ લાખા જન્મ સુધી દુઃખ આપ્યા કરે છે. હું મહિષ! મદ્યપાનથી અંધ થયેલા મારા અજ્ઞાની પુત્રાએ જે તમારા માટે અપરાધ કર્યાં છે, તેમને ક્ષમા કરે; કેમ કે આપના જેવા મહાશયને ક્રોધ કરવા યુક્ત નથી.' કૃષ્ણે આ પ્રમાણે ઘણું કહ્યું, તે પણ તે ત્રિદડી શાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org