________________
૪૦૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું રાજમંદિરમાં પ્રવેશ કર્યો, અને દ્વારપાળને આજ્ઞા કરી કે, “વર્ષાઋતુના ચાર માસ પર્યત કોઈને પણ રાજમહેલમાં પ્રવેશ કરવા દે નહીં.”
દ્વારકા નગરીમાં વીર નામે એક સાળવી વિષ્ણુને અતિ ભક્ત હતું તે કૃષ્ણનાં દર્શન અને તેમની પૂજા કરીને જ ભજન કરતે, નહીં તે જમતે નહીં. કૃષ્ણના પૂર્વોક્ત હુકમથી દ્વારપાળે વર્ષાકાળમાં તેને કૃષ્ણમંદિરમાં પ્રવેશ કરવા દીધો નહીં, તેથી તે દ્વારેજ બેસી રહીને કૃષ્ણને ઉશીને પ્રતિદિન પૂજા કરતે, પરંતુ કૃષ્ણનાં દર્શન ન થવાથી તે ભેજન કરતો નહીં. એ પ્રમાણે જ્યારે વર્ષાકાળ વીતી ગયે અને કૃષ્ણ રાજમહેલની બહાર નીકળ્યા, તે વખતે સર્વ રાજાઓ અને એ વીર સાળવી દ્વાર પાસે આવીને ઊભા હતા. તેમાં વીરા સાળવીને અત્યંત કૃશ થઈ ગયેલ જોઈને વાસુદેવે પૂછ્યું કે-“તું કેમ કૃશ થઈ ગયે છું?” એટલે દ્વારપાળે એ તેનું કૃશ થવાનું કારણ જે યથાર્થ હતું તે કહી જણાવ્યું. પછી કૃષ્ણ કૃપા કરીને તેને હમેશાં પિતાના મહેલમાં અખલિતપણે આવવા દેવાને હુકમ આપે.
પછી કુણ પરિવારસહિત શ્રી નેમિનાથને વાંદવા ગયા. ત્યાં ભગવંતે કહેલે યતિધર્મ સાંભળીને કૃષ્ણ બાલ્યા–“હે નાથ! હું યતિધર્મ પાળવાને સમર્થ નથી, પણ બીજાઓને દીક્ષા અપાવવાનો અને તેની અનુમોદના કરવાને માટે નિયમ છે. જે કઈ દીક્ષા લેશે તેને હું વારીશ નહીં, પણ પુત્રની જેમ તેને નિષ્ક્રમણત્સવ કરીશ.” આ અભિગ્રહ લઈને વિષ્ણુ સ્વસ્થાને ગયા. તેવામાં પિતાની વિવાહ કરવાને ચગ્ય કન્યાઓ નમવા માટે આવી. તેમને કૃષ્ણ કહ્યું કે “હે પુત્રીઓ ! તમે સ્વામિને થશે કે દાસી થશે?” તેઓ બેલી કે
અમે સ્વામિની થઈશું.” એટલે કૃણે કહ્યું કે, “હે પાપ વિનાની પુત્રીઓ ! જે સ્વામિની થવું હોય તે નેમિનાથની પાસે જઈને દીક્ષા લે.” આ પ્રમાણે કહીને વિવાહને ગ્યા તે કન્યાઓને કૃષ્ણ દીક્ષા અપાવી. તેમજ જે જે કન્યાઓ વિવાહ ચગ્ય થાય તેને દીક્ષા અપાવવા લાગ્યા. અન્યદા એક રાણીએ પિતાની કેમંજરી નામની કન્યાને શિખવ્યું કે “વત્સ! જે તને તારા પિતા પૂછે તે તું નિઃશંક થઈને કહેજે કે-મારે દાસી થવું છે, રાણી થવું નથી.” અનુક્રમે જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ત્યારે તેને તેની માતાએ તેના પિતા (કૃષ્ણ)ની પાસે મેકલી. તે ગઈ એટલે કૃષ્ણ પૂછયું કે-“દાસી થવું છે કે રાણી?' એટલે જેમ માતાએ શિખવ્યું હતું તેમ તેણે કહ્યું. તે સાંભળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે “જે બીજી પુત્રીઓ પણ આમ કહેશે, તે તે મારી પુત્રીઓ થયા છતાં ભવાટવીમાં ભમીને સર્વથા અપમાન પામ્યા કરશે, તે કાંઈ ઠીક નહીં થાય, માટે હવે બીજી પુત્રીઓ આવું બેલે નહીં તે ઉપાય કરું.” આ પ્રમાણે ચિંતવી કૃષ્ણ પિલા વીર કવિંદને બોલાવીને કહ્યું કે “તેં કાંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું છે?” તેણે કહ્યું કે “મેં કંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું નથી. કૃણે કહ્યું “વિચારીને કહે, કાંઈ પણ કર્યું હશે. ત્યારે વીરે વિચાર કરીને કહ્યું કે પૂર્વે બદરીના વૃક્ષ ઉપર રહેલા એક કાકીડાને મેં પાષાણ મારીને પાડી નાંખ્યું હતું, અને પછી તે મરી ગયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org