Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૯૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮ મું પદ્મરાજાની સાથે યુદ્ધ કરશે, કે હું યુદ્ધ કરૂં તે રથમાં બેસીને જશે?” પાંડવોએ કહ્યું; “પ્રભુ! કાં તે આજે પદ્મનાભ રાજા, કે કાં તો અમે રાજા એવી પ્રતિજ્ઞા લઈને અમે પદ્મનાભ સાથે યુદ્ધ કરીશું.'
કૃષ્ણ તે વાત સ્વીકારી એટલે તેઓ પદ્મનાભ સાથે યુદ્ધ કરવા ગયા. પ ક્ષણવારમાં તેમને હરાવ્યા. એટલે તેઓએ કૃષ્ણ પાસે આવીને કહ્યું કે “સ્વામિની આ પદ્મનાભ તે ઘણે બળવાન છે અને વળી બળવાન સૈન્યથી આવૃત્ત છે, તેથી એ તે તમારાથી જ છતાય તેમ છે, અમારાથી છતાય એમ નથી, માટે તમને જેમ એગ્ય લાગે તેમ કરે. કૃષ્ણ બોલ્યા- “હે પાંડવો! જ્યારથી તમે “પદ્મનાભ રાજા કે અમે રાજા' એવી પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારથી જ તમે હારી ગયા હતા. પછી “હું રાજા છું, પદ્મનાભ નથી” એમ કહી કૃષ્ણ યુદ્ધ કરવા ચાલ્યા અને મહા વિનિવાળે પાંચજન્ય શંખ ફેંક્યો. સિંહની ગજેનાથી મૃગના ટેળાની ગતિની જેમ તે શંખના નાદથી જ પદ્મરાજાના સૈન્યને ત્રીજો ભાગ તુટી ગયો. પછી કૃષ્ણ શા ધનુષ્યનો ટંકાર કર્યો, એટલે તેના વિનિથી દુર્બળ દેરીની જેમ પદ્મનાભના લશ્કરને બીજે ત્રીજો ભાગ તુટી ગયે. જ્યારે પિતાના સૈન્યને તૃતીયાંશ અવશેષ રહો ત્યારે પદ્મરાજા રણભૂમિમાંથી નાશી તત્કાળ અમરકંકા નગરીમાં પેસી ગયે, અને લેઢાની અર્ગલાવડે નગરના દરવાજા બંધ કર્યા. કૃષ્ણ ક્રોધથી પ્રજવલિત થઈ રથમાંથી ઉતરી પડ્યા અને તત્કાળ સમુદુઘાત વડે દેવતા કરે તેમ નરસિંહરૂપ ધારણ કર્યું. યમરાજની જેવા ક્રોધાયમાન થઈને દાઢેથી ભયંકર એવું મુખ ફાડયું અને ઉગ્ર ગર્જના કરીને નગરીના દ્વાર ઉપર દોટ મૂકીને પગને ઘા કર્યો, જેથી શત્રુના હૃદય સાથે બધી પૃથ્વી કંપાયમાન થઈ ગઈ. તેમના ચરણઘાતથી કીલ્લાના અગ્ર ભાગ તુટી પડયા, દેવાલયે પડી ગયાં અને કેટની દીવાલે ભાંગી પડી. એ નરસિંહના ભયથી તે નગરમાં રહેનારા લોકોમાંથી કેટલાક ખાડામાં સંતાઈ ગયા, કેટલાક જળમાં પેસી ગયા, અને કેટલાક મૂછ પામી ગયા. એ વખતે પઘરાજા દ્રૌપદીને શરણે આવીને કહેવા લાગ્ય-“હે દેવી! મારો અપરાધ ક્ષમા કરો અને યમરાજ જેવા આ કૃષ્ણથી મારી રક્ષા કરો.” દ્રૌપદી બેલી-“હે રાજન! મને આગળ કરી રીનો વેશ લઈને જે તે કૃષ્ણને શરણે જઈશ જીવીશ, અન્યથા જીવી શકીશ નહીં. પછી તે તેવી રીતે કરી કૃષ્ણને શરણે આવીને નમ્યો, એટલે શરણ કરવા યોગ્ય કૃણે કહ્યું કે, “હવે તું ભય પામીશ નહીં. એ પ્રમાણે કહી પાંડેને દ્રૌપદી સોંપી રથારૂઢ થઈને કૃષ્ણ આવ્યા હતા તેજ માર્ગો પાછા ચાલ્યા.
એ વખતે તે ધાતકીખંડમાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રત પ્રભુ સમોસર્યા હતા, તેમની સભામાં કપિલ વાસુદેવ બેઠા હતા, તેમણે પ્રભુને પૂછયું કે, સ્વામિન ! મારા જેવો આ કેના શંખને નાદ સંભળાય છે?” પ્રભુએ કહ્યું, “આ કૃણ ૧ આ પ્રતિજ્ઞામાં વાકયખલા છે. તે “શન કરતાં શબ્દ આગળ' એ કહેવતને ખરી પાડે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org